ઉનાળાની સિઝનની સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી સાથે શહેર અગનગોળામાં ફેરવાયું.

જૂનાગઢમાં દિન પ્રતિદિન સૂર્યનારાયણ ભગવાનનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. દરરોજ ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગુરૂવારે ઉનાળાની સિઝનની સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી પડતા શહેર અગનગોળામાં ફેરવાઇ ગયું હતું. જૂનાગઢ શહેરમાં શનિવારથી મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો છે. આ અંગે કૃષિ યુનિવર્સિટીના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શનિવારે 40.1, […]

Continue Reading

22 વર્ષ 1 મહિનો 19 દિવસ દેશની રક્ષા કરનાર નિવૃત્ત ફોજીનું કેશોદમાં સન્માન કર્યું .

કેશોદ રેલવે સ્ટેશન પર નિવૃત્ત ફોજી નિલેશગીરી રામગીરી અપારનાથીનું આગમન થતાં જ હાજર રાજકીય, સામાજીક આગવાનોએ પુષ્યગુચ્છ આપી હારતોરા કરી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બાદ જાહેર માર્ગો પર સન્માનયાત્રા યોજવામાં આવી હતી.મૂળ બાવા સીમરોલીના વતની અને હાલ કેશોદ રહેતાં નિલેશગીરી વર્ષ 2000માં બોર્ડર સિકયુરીટી ફોર્સ તરીકે દેશની સેવામાં જોડાયાં હતાં. તેઓ 22 વર્ષ […]

Continue Reading

જામનગરના આકાશમાંથી અગનવર્ષા થઈ મહત્તમ તાપમાન 40.6 ડિગ્રીને આંબી ગયું.

જામનગર શહેર-જિલ્લામાં સપ્તાહના પ્રારંભે શરૂ થયેલી તિવ્ર ગરમીનુ મોજુ ગુરૂવારે ચરમસીમાએ પહોચ્યુ હતુ જેમાં મહતમ તાપમાન 2.6 ડિગ્રી પર સ્થિર થતા ઉનાળાના પ્રારંભે જ પ્રથમવખત પારો 40.6 ડિગ્રી પર પહોચ્યો હતો.જેના કારણે બપોરના સુમારે લોકોએ અંગ દઝાડતા તાપ સાથે આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો.બફારા સાથે લૂ વર્ષાના કારણે જનજીવન પરસેવે રેબઝેબ બન્યુ હતુ. જામનગરમાં ગત […]

Continue Reading

જીઇસીના ભાવિ ઇજનેરોએ રોબોટ બનાવી જીત્યું રૂ.1 લાખનું ઇનામ, હવે આ રોબોટને સાયન્સ સિટીની ગેલેરીમાં મુકાશે.

ગુજકોસ્ટ (GUJCOST) દ્વારા આયોજિત Robofest 2.0 સ્પર્ધામાં રોબોટ બનાવવાની સાત શ્રેણીમાંથી GPS રોવર શ્રેણીમાં સરકારી ઇજનેરી કોલેજ(જીઇસી) ભાવનગરના વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટી અને મિલેટ્રીના હેતુ આધારિત રોવર રોબોટનો નમૂનો તૈયાર કરી ભાગ લીધો હતો. સ્પર્ધકો અને નિર્ણાયકોની વચ્ચે રોબોટનું પ્રદર્શન કરી રૂપિયા 1 લાખનું ઈનામ મેળવ્યું છે. આ ઊપરાંત રોબોટના નમુનાને અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં રોબોટ […]

Continue Reading

અનાજ – મસાલાની સીઝન ટાણે જ ભાવ વધારાથી મહિલાઓમાં આક્રોશ.

પેટ્રોલ, ડિઝલ અને સી.એસ.જી.ના ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા જીવન જરૂરી તમામ ચીજોના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. હાલ ઘઉં, ચોખા, દાળ અને મસાલાની સીઝન શરૂ થતા અનાજ અને મસાલામાં 20 થી 30 ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે જેના પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવનગરમાં ટોપ […]

Continue Reading

યુનિવર્સિટીએ શૈક્ષણિક-સંશોધન પ્રવૃત્તિ દર્શાવતો રિપોર્ટ નેકમાં સબમિટ કર્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)માં તાજેતરમાં જ વર્ષ 2020-21ના વર્ષનો AQAR (એન્યૂઅલ ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટ) સબમિટ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને અન્ય પ્રવૃત્તિઓ એક્યુએઆરમાંથી સ્પષ્ટ થાય છે. અગાઉના વર્ષોમાં એક્યુએઆર તૈયાર કરવામાં જરૂરી કાળજી નહીં લેવામાં આવી હોવાને લીધે નેકમાં યુનિવર્સિટીએ ‘એ’ ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ સૌરાષ્ટ્ર […]

Continue Reading

કેશોદ રાજપુત કરણી સેના ટીમે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ રાજપુત કરણી સેના કેશોદ ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલાં જ પેપર લીંકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડીયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહયા છે યુવરાજે ઉઠાવેલ અવાજના કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને […]

Continue Reading

કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આયોજન અંગે મીટીંગ યોજાઈ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ કોરોના મહામારીના કારણે બે વર્ષથી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડૉ ભીમરાવ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ આ વર્ષે મેઘવાળ પંચ દ્વારા ધામધૂમથી ઉજવવાનું નક્કી કરેલું હોય છેલ્લા બે […]

Continue Reading

જામનગરમાં તબીબોએ આજે હડતાળના ચોથા દિવસે ગાયત્રી હવન કરી વિરોધ પ્રદર્શન કર્યુ.

રાજ્યમાં તબીબો પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે જામનગરમાં પણ 160 થી વધુ તબીબો હડતાળ કરી રહ્યા છે. આજે હડતાળના ચોથા દિવસે તબીબોએ ગાયત્રી હવનનું આયોજન કરી વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યુ હતું. ગુજરાતભરમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી જી જી હોસ્પિટલમાં તબીબો શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈને […]

Continue Reading

કેશોદના યુવાને પ્રમાણિકતા દાખવી મળેલું પાકીટ મુળ માલીકને પરત આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ  કેશોદના શરદ ચોક વિસ્તારમાંથી પાકિટ મળતા તેમાં એટીએમ કાર્ડ અન્ય ઓરીજનલ ડોક્યુમેન્ટ રોકડ રકમ સાથે મળી આવેલ જે મુળ માલિકને સોંપી માનવતા મહેકાવી. જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ ડ્રાઈવીંગ લાયસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ સહીતના ડોક્યુમેન્ટ કઢાવવા માટે ચાર્જ ચુકવવા સાથે કચેરીઓના અનેક ધક્કા ખાવા પડેછે ત્યારે બેંકના એટીએમ […]

Continue Reading