ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને ભારે નુકશાન, મહુવા યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને રજુઆત કરી.

ડુંગળીના હબ ગણાતા મહુવા યાર્ડમાં હાલમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતા હોય જેથી ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. જેથી સરકાર દ્વારા વિશેષ સહાય કરવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે મુખ્યમંત્રીને સહાયરૂપ થવા રજુઆત કરેલ છે. મહુવામાં ડુંગળીના ભાવ એકદમ ઘટી ગયા છે. લાલ ડુંગળી 20 કિ.ગ્રા.ના રૂ.70 થી રૂ.175 જયારે સફેદ ડુંગળીના ભાવ […]

Continue Reading

ધોરાજી કરણીસેનાએ યુવરાજસિંહને મુક્ત કરવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી ધોરાજી રાજપૂત કરણીસેનાના આગેવાની હેઠળ ધોરાજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળા અને પરીક્ષા પૂર્વે જ પેપર ફૂટવાના કિસ્સાઓને યુવરાજસિંહ જાડેજા મીડિયાના માધ્યમથી ઉજાગર કરતો રહ્યો છે. આને કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી […]

Continue Reading

રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા માં ગેરકાયદેસર ગૌચર જમીન દબાણ કરાતા ગ્રામજનોએ પ્રાંત અધિકારી ને દબાણ દુર કરવા આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા ના ભોળા ગામમાં અસામાજિક તત્વો એ ગૌચર જમીન ઉપર દબાણ કરેલ હોય ભોળા ગામ ના લોકોએ જણાવેલ કે ગામ ની ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલ અંદાજે 50 વિઘા જેટલી જમીન પર દબાણ કરેલ છે અને જે ગૌચર જમીન ઉપર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણ કરેલ […]

Continue Reading

ગીર સોમનાથ ના વેરાવળમા શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ.

રિપોર્ટર – પાયલ બાંભણિયા, ગીર સોમનાથ ગીર સોમનાથ ના વેરાવળમા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્રારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ હતુ. જેમા સુપ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ દ્રારા શ્ર્રોતાઓને કથાનુ રસપાન કરાવેલ હતુ. દરરોજ વિવિધ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા .હજારોની જનમેદની દરરોજ ઉમટી પડી હતી .શ્રીમદ ભાગવત સપ્તાહ ના મુખ્ય યજમાન કિશનભાઇ […]

Continue Reading

જામકંડોરણા તાલુકામાં સૌપ્રથમ રાદડીયા પરિવાર દ્વારા છોટે સરદાર થી ઓળખાતા એવા વિઠ્ઠલભાઇ રાદડીયા ની પ્રતિમા મૂકવામાં આવી.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી જામકંડોરણા ખાતે આવેલ સમસ્ત રાદડીયા પરિવાર ના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી મંદિર ના પટાંગણમાં સૌના ખેડૂત નેતા એવા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાની અનાવરણ વિધિ યુવા નેતા જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે કરવામાં આવી હતી ખાસ ઉપસ્થિત વિઠ્ઠલભાઈ રાદડિયા ના પિતાશ્રી હંસરાજ બાપા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજુભાઈ […]

Continue Reading

ઘંઉની બારમાસી ખરીદીનો ધમધમાટ, ભાવ ગત વર્ષથી 20થી 25 ટકા વધુ.

સૌરાષ્ટ્રમાં ઘંઉની બારમાસી ખરીદીનો ધમધમાટ શરુ થયો છે તે કંપનીઓએ પણ ઘંઉની જથ્થાબંધ ખરીદી શરુ કરી છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં રોજ અંદાજે એકથી દોઢ  લાખ મણ ટુકડા અને લોકવન ઘંઉ ઠલવાઈ રહ્યા છે જેમાં લોકો દ્વારા મુખ્યત્વે ટુકડા ઘંઉ જ ખરીદ કરાય છે. ગત વર્ષથી ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. ઈ.સ.૨૦૨૦માં ઘંઉના ભાવ […]

Continue Reading

સૌ.યુનિ. નો મહત્વનો નિર્ણય, આગામી પરીક્ષાથી જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવામાં આવી,પ્રિન્સિપાલની બેઠકમાં નિર્ણય લેવાયો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 22 માર્ચના રોજ મળેલ આચાર્યની બેઠકમાં મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સીટી દ્વારા પરીક્ષામાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચ શહેરોમાં પરીક્ષાઓમાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા 21 માર્ચના રોજ રાજકોટ જિલ્લા NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી જે રજુઆત ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં […]

Continue Reading

કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ઉજવણી કરી.

અખોદર ગામે પ્રાચિન અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જેમાં શીતળા માતાજી સહીત નવ ગ્રહો બિરાજમાન છે. ચૈત્રી સાતમના દિવસે શ્રદ્ધાળુઓ કુલેર અગરબતી દિવેલ નિમક શ્રીફળ સહીતની પ્રસાદી સાથે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે. મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય […]

Continue Reading

સુરેન્દ્રનગરમાં ઉનાળાની આગ ઓકતી ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ ભડકે બળ્યા,શાકભાજીમાં ડબલ ભાવ વધારો.

સુરેન્દ્રનગરમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભડકે બળતા ભાવોને લઈને ગૃહિણીઓમાં કકળાટ મચ્યો છે. એક બાજુ ગરમીનો પારો સડસડાટ વધી રહ્યો છે. તે રીતે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ ગણાતા શાકભાજીના ભાવો પણ આસમાને આંબી રહ્યા છે. દરેક પ્રકારના શાકભાજીમાં ભાવ વધારો થયો છે. મોંઘવારીએ એટલી હદે માજા મૂકી છે કે, શાકભાજીના ભાવોએ મહિલાઓના ઘરનું અર્થતંત્ર […]

Continue Reading

કારેજ ગામે ચૈત્રી નવરાત્રી ઉજવણી નિમિત્તે યોજેલ કીર્તન મંડળીમાં રાજ્યકક્ષાના મંત્રી સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહી લાભ લીધો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કારેજ ઘેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ ગુજરાત કોળી સમાજના મહિલા ઉપાધ્યક્ષ જયોતિબેન જલકારીની ખાસ ઉપસ્થિત સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. ચૈત્રી નવરાત્રીની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. માતાજીના આરાધ્યનું પર્વ ચૈત્રી નવરાત્રી નિમીતે […]

Continue Reading