માંગરોળ આરોગ્ય કચેરી ખાતે કોવિડ -19 અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ આરોગ્ય કચેરી ખાતે કોવિડ -19 જનઆંદોલન અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સરકાર દ્વારા આપેલી ગાઈડલાઈન મુજબ, સ્ટાફ દ્વાર માસ્ક પહેરવું, છ ફૂટ સુધી સોશ્યિલ ડિસ્ટનસ જાળવી રાખવું, સાબુથી વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો તેવી શપથ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજા ભાઈ કરમટા, તાલુકા […]

Continue Reading

જૂનાગઢ કલેકટરને G.S.R.T.C ડ્રાઈવરની બાકી રહેલ ભરતી પરીક્ષા પૂર્ણ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ગુજરાત G.S.R.T.C એસ.ટી. ડ્રાઈવર ભરતી પરીક્ષા 24.2.2020 ના લેવાની હતી. પરંતુ કોરોના મહામારીને લઈ વર્ષ 2019.2020 ની પરીક્ષા બાકી હોવાથી, બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પરીક્ષા વહેલી તકે લેવામાં આવે, તેમજ આ સમસ્યાનું નિરાકરણ લાવવા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો […]

Continue Reading

ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાએ ફોમ ભર્યુ

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં નામાંકિત પત્ર ભરવા મળ્યું, તેમજ ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પૂર્વ જિલ્લા પ્રમુખ પંકજ કાનાબારની આગેવાની હેઠળ સમગ્ર ટીમ કામ કરી રહી છે. ધારી વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર જેમનો ગઢ ગણાતી તેવા માજી કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડીયાના […]

Continue Reading

જુનાગઢ કલેકટરનાં હુકમનો અનાદર કરતું કેશોદ પીડબ્લ્યુડીસી વિભાગ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ દબાણો દુર કરવા માટે કાર્યવાહી કરવામાં લાજ શરમ નડતી હોવાની ચર્ચા કેશોદ શહેરમાં નદી નાળા વોંકળામાં માટીપુરાણ કરી ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલાં દબાણો દુર કરવા માટે કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં આપાતકાલીન વિભાગ અને કલેકટર કચેરીએ ફરિયાદ કરેલ છે. જે અંગે જવાબદાર માર્ગ મકાન વિભાગ જુનાગઢ કાર્યપાલક ઇજનેરને […]

Continue Reading

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થની બેન્ક ઓફ ઇન્ડિયામાં બરૂલા ગામના વજુભાઈ રાઠોડની પ્રમાણિકતા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આવેલ બેક ઓફ ઈન્ડિયામાં આજે બરૂલા ગામના વજુભાઈ ભીખાભાઈ રાઠોડ પોતાના ખાતામાંથી પોતે ૧૦,૦૦૦ રૂપિયાની સ્લીપ ભરીને બેંકના કેસ બારીમાં કેસીયરને આપેલ અને કેસીયર વિભાગે દ્વારા તેમને ભૂલથી ૨૦ હજાર રૂપિયા આપી દીધા અને વજુભાઈ તે રૂપિયા લઈને જતા રહ્યા હતા. કલાકમાં જ તેઓ રૂપિયા ગણતા ૧૦,૦૦૦ […]

Continue Reading

મોરબી: હળવદની તક્ષશિલા અને પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન્સ અને આંબેડકર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો શરુ થયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણનું હબ તો છે જ હવે તેમાં ઉચ્ચ શિક્ષણના અને માનવસેવાના વિવિધ કોર્ષ પણ શરુ થઈ રહ્યા છે. તાજેતરમાં હળવદની પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સગર્ભા બહેનોને માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી ‘ તપોવન કેન્દ્ર ‘ શરુ કરવા માટે મંજૂરી મળેલ છે . તેમજ હળવદની તક્ષશિલા કોલેજ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં જન અધિકાર મંચના નેજા હેઠળ મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે પરંતુ કેશોદ,માંગરોળ, કુતિયાણા અને પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસની નદીઓના પાણી છોડાતા આ ગામોના ખેડૂતોની પરિસ્થિતિ તો અંત્યંત દયનીય બની જાય છે ત્યારે ખેડૂતોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ થાય એ હેતુથી પ્રવીણભાઇ રામની આગેવાનીમાં અંદાજિત 5000 જેટલા ખેડૂતોની સહી સાથે નીચે મુજબની માંગણીઓ […]

Continue Reading

મોરબી: હળવદમાં કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના સપકડા આવેલ કેનાલ માંથી પાણીમાં એક અજાણ્યો યુવક ડૂબ્યો હોવાની જાણ થતા ગામ લોકોઘટના સ્થળે દોડી ગયા હતા. અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને […]

Continue Reading

સોમનાથ દર્શનાર્થીઓને કોરોના સામે રક્ષણ આપતું મશીન અપાયું

રિપોર્ટર:- પાયલ બાંભણિયા, ઉના દિલ્હીના ઉદ્યોગપતિ સ્કેલન હાઇપર ચાર્જ કોરોના કેન્ન નું ઉત્પાદન કરે છે. સોમનાથ મહાદેવના દર્શન આવતા ભાવિકોને કોરોના સામે રક્ષણ મળી શકે તે માટે દિલ્હીના એક સ્કેન હાઇપર ચાર્જ કોરોના કેન્નનું ઉત્પાદન કરતાં ઉદ્યોગપતિ પ્રદીપ કુમાર તનેજા પોતાની કંપનીમાં આ પ્રકારના મશીનનું ઉત્પાદન કરે છે. જેનાથી એકહજાર ચોરસ ફૂટ વિસ્તારને કોરોના વાયરસથી […]

Continue Reading

અભિનેત્રી રાજશ્રી મિના સહીત ચાંદની પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સર્વ રોગ નિદાન કાર્યક્રમનો પ્રારંભ થયો..

રિપોર્ટર: પાયલ બાંભણિયા, ઉના સોમનાથમાં સેવાકાર્યમાં સદા અગ્રેસર રહેલી મુંબઈની અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી નગી દ્વારા જન્મ દિવસે મેડીકલ આરોગ્ય ચેકઅપ કરાશે. દવા પણ નિશુલ્ક આપવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ, નાયબ પોલીસ અધીક્ષક, તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વર્લ્ડ રેકોર્ડ બુકના પ્રમુખ સહીત અભિનેત્રી રાજશ્રી મિના સહીત ચાંદની પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં […]

Continue Reading