જૂનાગઢ: માંગરોળ બંદર નવી જેટી નજીક અચાનક લાગી આગ,૩ બોટ બળીને ખાક, લાખોનું નુકસાન..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ નવી જેટી નજીક પંજાબ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગ મા મુકેલી બોટો મા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું હતું 3 બોટો બળીને ખાક જ્યારે 2 બોટમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આગના ધુમાળા દૂર દૂર થી નજરે ચડયા હતા. પાલીકા ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા […]

Continue Reading

હળવદના વીર શહીદ વનરાજસિંહ ઝાલાની 50મી પુણ્યતિથિ નિમિતે કથાનું આયોજન કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ભારત પાકિસ્તાન યુધ્ધ 1971 ના વીર શહીદ વનરાજસિંહ ઝાલાની 50 મી પુણ્યતિથિ નિમિત્તે કોયબા ગામ ખાતે કથા અને પ્રસાદનુ આયોજન ઝાલા પરિવાર અને કોયબા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતુ જેમા ગામના રહીશો તેમજ ધારાસભ્ય પરસોતમ સાબરિયા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, રવજીભાઈ,કેતનભાઈ દવે સહીતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર […]

Continue Reading

માંગરોળ તાલુકાના શીલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરતા મંત્રી કુંવરજી બાવળિયા

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શીલ વિસ્તરના ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવસે વીજ પૂરવઠો આપવાની રજુઆતો કરવામાં આવતી હતી. ખેડુતોની આ માંગણીને સ્વીકારવા ગુજરાત સરકાર દ્વારા દિવસે વીજળી પુરી પાડવા કિશાન સર્વોદય યોજના અમલમાં મૂકી છે જેનાથી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળી રહેશે અને રાતના ઉજાગરા અને ચોમાસા […]

Continue Reading

મોરબી: પલાસણ ગામે ગૌવંશો પર થતા સતત હુમલાઓને અટકાવવા હળવદ પોલીસ આવી એક્સનમાં…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને તાલુકા ના જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર માં ગૌવંશો ઉપર જીવલેણ હુમલાઓ નો સિલસિલો યથાવત છે ત્યારે હળવદ તાલુકા ના પલાસણ ગામે છેલ્લા પાંચેક દિવસ થી સતત ગૌવંશો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા આવા અસામાજિક તત્વો ને પકડી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલણીયાદના ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવેલ જવાનનું ગામમાં ભવ્ય સ્વાગત કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલનીયાદ ગામના ચંદ્રેશ પરમાર પોતાના વતન પરત પહોંચ્યા ગામજનોને માલનીયાદ મોટી સંખ્યા પહોંચી દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી જવાન માદરે વતન માલનીયાદ ગામે આવી પહોંચ્યા તેમનું ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મી જવાન ચંદ્રેશ પરમાર ના સ્વાગત સમારોહમાં ગામના સૌ […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ ધાંગધ્રા હાઈવે પર બોલેરો અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત..

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ હળવદ ધાંગધ્રા હાઈવે પર વહેલી સવારે કચ્છ તરફથી આવતી બોલેરો તેમજ ધાંગધ્રા તરફથી આવતી આઇસર વચ્ચે વિશ્રામ ગૃહ ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં બોલેરો ચાલક રાજુભાઈ વ્યાસ ને ગંભીર ઈજા પહોંચતા જેથી પ્રાથમિક સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે બાદ વધુ સારવારની જરૂરિયાત અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા, જોકે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ શેત્ર નિર્માણ નિધી સમર્પણ મહા અભિયાનની આગેવાનો ની બેઠક મળી

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે યોજાય બેઠક માં ખાસ તો વર્ષો ની તપસ્યા બાદ હિન્દુ સમાજ ના આરાધ્ય દેવ અને હિન્દુઓ ના એકતા ના પ્રતિક ભગવાન શ્રી રામ નુ ભવ્ય મંદિર નુ નિર્માણ અયોધ્યા મા થઈ રહ્યુ છે ત્યારે સાધુ સંતો અને સમિતિના અધિકારીઓ દ્વારા સર્વે લોકોને તન મન ધન થી યથાશક્તિ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં કતલ કરવાના ઇરાદે લઇ જવાતા ૧૧ ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસને મળી સફળતા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ વેરાવળ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશને કતલખાને લઇ જવાતા હોય બાતમીને આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમારએ ટીમ સહીત સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદમાં કમોસમી વરસાદ બાદ આજે વહેલી પરોઢે ધુમ્મસ છવાઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો ત્યારબાદ આજે વહેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે. થોડા દિવસથી શિયાળાની ઋતુએ જમાવટ કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં વરસાદી માવઠું આવ્યું હતું. ત્યારે હવે ફરી મોરબીમાં હવામાનના રંગ બદલાયા છે. આજે વ્હેલી સવારે […]

Continue Reading

બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો ૪ લોકોને ઈજાઓ પહોંચી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે 2 ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો જેમા ૪ લોકોને‌ ગંભીર ઈજાઓ પહોંચી હતી નાનજીભાઈ બેચરભાઈ ચૌહાણ ઉ.વ. ૭૦ રહે.‌ ચમારડી અને ઘનશ્યામભાઈ શંભુભાઈ પરમાર ઉ.વ.૩૦ ગમાપીપળીયા, નેહાબેન ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૨૫ ગમાપીપળીયા, મીહીર ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૫ ગમાપીપળીયા બધાને ઈજાઓ પહોંચી હતી ત્યારે 108 દ્વારા સારવાર માટે તેમને […]

Continue Reading