હળવદ ખાતે તાલુકા પંચાયતની ૨૦ બેઠક અને જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ભાજપ-કોંગ્રેસ-અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા ગઈ કાલે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ દ્વવારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા આ ઉમેદવારો શુક્રવારે સવારે ખુલતી ઓફિસએ શુભ ચોઘડિયા જોવડાવી ઉમેદવારી નોંધાવવા હળવદ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા. જેમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૩૬ ફોર્મ ભરાયા હતા. જ્યારે હળવદ […]

Continue Reading

મોરબી: હળવદનો યુવાન દુકાનેથી ઉઘરાણી કરવાનું કહીને ધરેથી ગાયબ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદનો રહેવાસી યુવાન દુકાનેથી ઉઘરાણીએ જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયો હોય જે બનાવ મામલે તેના ભાઈએ પોલીસને બનાવની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાણેકપર રોડ પર આનંદ બંગલોમાં રહેતા અશ્વિન નરશીભાઈ પટેલે પોલીસને જણાવ્યું છે કે તેનો ભાઈ મનોજ નરશી પટેલ (ઉ.વ.૩૦) રહે ક્રિષ્નાપાર્ક હળવદ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોના નામો જાહેર થતાં ભાજપના ઉમેદવારોમાં જ અસંતોષ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ભાજપનું કમળ ખીલશે કે પંજાના હાથે કચડાશે? આપનો સાવરણો સફાયો કરશે? કે એનસીપીનો સમય સારો આવશે? કેશોદ નગરપાલિકા સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર તાની સાથે જ ભાજપના જ ઉમેદવારોમાં અસંતોષ ફેલાયો છે નવ વોર્ડમાંથી આઠ વોર્ડના બત્રીસ ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે અનેક ઉમેદવારોમાં નારાજગી વ્યાપી છે જ્યારે વોર્ડ નંબર નવમાં […]

Continue Reading

જૂનાગઢ: ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરાયા.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ હાલ સ્થાનિક સૌરાજ્યની ચૂંટણી જાહેર થતાજ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહીયો છે. ત્યારે માંગરોળમાં કંઇક અલગ જ વાતાવરણ જોવા મળી રહીયુ છે ભાજપે સત્તાવાર માંગરોળ વિસ્તારના નામ જાહેર કર્યા હતા જિલ્લા પંચાયત 21.મેખડી સીટના ઉમેદવાર સોમાત આલાભાઈ વાસણ જેની નીચે આવતી તાલુકા પંચાયત ની સીટમાં 1.બગસરા ઉમેદવાર.કારીબેન એન.ટીંબા 2.ઓસા ઘેડ તેજલબેન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા શ્રીરામ મંદિર નિધી સમર્પણમાં એક લાખનું અનુદાન આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ શ્રીરામ જન્મભૂમિ તિથૅ ક્ષેત્ર નિધી સમૅપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા એક લાખનું સમર્પણ કરવામાં આવ્યું, સમૅપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અપૅણ કર્યો હતો.આ પ્રસંગે માનનીય દેવજીભાઈ રાવત (કેન્દ્રીય મંત્રી વિશ્ચ હીન્દુ પરીષદ) અખિલ ભારતીય પ્રમુખ સામાજિક સમરસતા કીરીટભાઇ મિસ્ત્રી ( પ્રાંત સહ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ )ની […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સૌથી મોટા આંકોલવાડી ગીર ગામે રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા લેઉવા પટેલ સમાજના વરિષ્ઠ યુવા અગ્રણી અને ગીર-સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ સોજીત્રા ના ધર્મપત્ની સ્વઃનીતાબેન ઉ.વ. 42 નું અકાળે અવસાન થતા તાલાલા તાલુકામા ખેડૂતોને સંગઠિત અને જાગૃત કરવા ભારતીય કિસાન સંઘમાં સ્વઃ નીતાબેને આપેલ યોગદાન બદલ સ્વર્ગસ્થ ખેડૂત પુત્રી સ્વઃનીતાબેનના સ્મરણાર્થે તાલાલા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાની ચુંટણી માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલુ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ વહીવટી તંત્ર દ્વારા મતદારયાદી અને મતદાન મથકો ની આખરી પ્રસિદ્ધી લટકમેળ… રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી દીધી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ નવ વોર્ડનાં ઉમેદવારો મેદાનમાં ઉતારવા પ્રાથમિક પ્રક્રિયા પુર્ણ કરી દેવામાં આવી છે ત્યારે […]

Continue Reading

મોરબી: હળવદની સૌથી જૂની શાળાનું રૂ.૨૩ લાખના ખર્ચે પાયાથી ચણતર કરાવી આપતા હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતના અગ્રીમ હરોળના લેખક, કવિ અને હાસ્યકલાકાર ડો.જગદીશ ત્રિવેદી અને તેમના ટ્રસ્ટ દ્વારા હળવદની સૌથી જૂની ગણાતી પે સેન્ટર શાળાનું રૂ.૨૩ લાખના ખર્ચે પાયાથી ચણતર કરવાનો સંકલ્પ પરિપૂર્ણ થતા સંત-મહાનુભાવોની ઉપસ્થિતમાં શાળાનું ઉદઘાટન કરાયું હતું. તેમજ ડો.જગદીશ ત્રિવેદી લિખિત બે પુસ્તકોનું આજે હળવદના આંગણે વિમોચન પણ કરાયું હતું. સરસ્વતીના સાધકો પાસે લક્ષ્મી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના કામનાથ રોડ પર વડલાઓમાં લાગી આગ,નગરપાલિકાના ફાયર ફાયટરે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળ થી 3 કી.મી દુર કામનાથ રોડ વર્ષો જુના મહાકાય પાંચ જેટલાં વડલાઓના ઝાડમાં આગ લાગતા પર્યાવરણ પ્રેમી દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનના નરેશબાપુ ગૌસ્વામી ને જાણ કરતાં તાત્કાલીક નગરપાલિકાના ફાયર ફાયટરને સ્થળ ઉપર બોલાવી લગભગ દોઢ બે કલાકની મહેનત બાદ આગ કાબુમાં લેવામાં આવી. કેશોદ રોડ તેમજ કામનાથ રોડ અવાર- નવાર પેશકદમીના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના સરોડ ગામે અનાથ દિકરીના લગ્નમાં માવતરની હુંફ આપવા સમસ્ત ગ્રામજનો તત્પર…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ અનાથ દિકરીનું માવતર બની સમસ્ત ગ્રામજનો દ્વારા લગ્નનો તમામ ખર્ચ કરશે કહેવાય છે કે ગામડામાં હજુ પણ માનવતા જીવંત છે જે કહેવત સાર્થક કરવા જાણે સરોડના સમસ્ત ગ્રામજનોને સોનેરો અવસર મળ્યો છે જે અવસરને હરખથી વધાવવા સમસ્ત ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. મુળ પોરબંદરના વતની બ્રાહ્મણ ભરતભાઈ જયશંકરભાઈ મહેતા અને તેમના […]

Continue Reading