એક જ વર્ષમાં CNGના ભાવમાં રૂ.27.11નો ધરખમ વધારો.

ભાવનગરમાં સમગ્ર રાજ્યના તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ વાહનચાલકો ચૂકવે છે ત્યારે હવે ગેર આધારિત વાહનો માટે પણ વારંવાર ભાવ વધારાનો ડામ અપાઇ રહ્યો છે. એક જ વર્ષમાં સીએનજીના ગુજરાત ગેસના એક કિલોના ભાવમાં રૂ.27.11નો ધરખમ વધારો થતા હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે લાંબો તફાવત રહ્યો નથી. ભાવનગર શહેરમાં આજે સીએનજીના […]

Continue Reading

ઘરે ઘરેથી તાંબુ-પિત્તળ એકત્ર કરીને બનાવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું આજે થશે અનાવરણ.

મહાન પુરૂષોની અનેક પ્રતિમાઓ તંત્ર અને પ્રજાજનોએ બનાવી હશે પરંતુ ભાવનગરમાં અનુસુચિત જાતિના ઘરે ઘરેથી તાંબા, પિતળ અને કાંસાના વાસણો એકઠા કરી 450 કિલોગ્રામ વજનની 6.5 ફુટ ઉંચાઈની ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કર્યું અને આવતીકાલ તા.14ના રોજ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે બોરડીગેટ ખાતે અનાવરણ કરવામાં આવશે. બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું એક હજારથી વધુ અનુસુચિત […]

Continue Reading

કેશોદ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ગામને ચોરે આપની ચર્ચા કાર્યક્રમનું આયોજન.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ આગામી વર્ષે વિધાનસભાની ચુંટણીની યોજાનાર હોય રાજકિય પક્ષો દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાજપ દ્વારા ટીફીન બેઠકો યોજાઈ રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગામના ચોરે આપની ચર્ચા નામનો પ્રોગ્રામ ગુજરાતભરમાં ચાલી રહ્યો છે. જે અનુસંધાને કેશોદ તાલુકામાં ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમ પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ […]

Continue Reading

કેશોદ તાલુકાના સાત ગામના લોકોએ ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું .

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ અવારનવાર થતાં અકસ્માતો અંગે અનેક વખત લેખીત મૌખિક રજુઆતો છતાં પ્રશ્ન હલ ન થતાં કેશોદના કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની માંગ સાથે આવેદનપત્ર આપી બે દિવસ બાદ સાતેક ગામોના લોકો ઉપવાસ આંદોલન કરશે. જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. જેતપુર-સોનામ નેશનલ હાઈવેના કોયલાણા ગામ […]

Continue Reading

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપના દિનની ઉજવણી, ‘આવનારા વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટેની દૂરદર્શિતા’ પર વ્યાખ્યાન યોજાયું.

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીક્લ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CSMCRI)માં ગત રવિવાર અને 10 એપ્રિલના રોજ સંસ્થાના 69મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના સભાગૃહમાં તથા ઓનલાઇન પ્લેટફોર્મ થકી સફળ સંચાલન કરવામા આવ્યું હતું. સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. બિશ્વજીત ગાંગુલીએ ઉપસ્થિત રહેલ મહેમાનો તથા શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કર્યું હતું તથા સંસ્થાની સંશોધન સિદ્ધિઓ, અવોર્ડ્સ, […]

Continue Reading

નૈઋત્યના દરિયાઈ પવનથી રાજ્યમાં ગરમીના મોજાને બ્રેક.

ગુજરાતમાં રાજસ્થાનના રણ પરથી બળબળતા ઉત્તરીય પવનોને બદલે બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાત માં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર  ફૂંકાવાનું શરૂ થવા  સાથે 44 સે.તાપમાને બળબળતી લૂ વર્ષાનો અનુભવ કરનાર લોકોને આજે અગનવર્ષામાં આંશિક રાહત અનુભવાઈ હતી. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં આજે દરિયો તોફાની બન્યો હતો અને માછીમારોને તા. 15 સુધી તે દરિયો નહીં ખેડવા  સૂચના જારી […]

Continue Reading

3500ની વસ્તીને 12 દિવસે માત્ર 1 કલાક જ મળે છે પાણી, ઉનાળો શરૂ થતા જ પાણીની તીવ્ર અછત.

ઉનાળાની સીઝનમાં કેશોદ પંથકના અનેક ગામડાઓમાં પાણીની અછત ઉભી થઈ છે અને લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર સુધી જવુ પડી રહ્યું છે. આ ઉપરાંત પશુઓ માટે પણ પાણીની ખાસ વ્યવસ્થા કરવી પડી રહી છે. કેશોદ તાલુકાના રંગપુર ગામની વાત કરીએ તો આ ગામમાં આશરે 3500 થી 4000ની વસ્તી છે. ચોમાસા અને શિયાળાની સિઝનમાં પાણીની […]

Continue Reading

ખેડૂતોને ઓર્ગેનિક રીતે મગફળી ઉત્પાદન કરવા અપાશે પ્રોત્સાહન.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક(સજીવ) ખેતિ અંગે પરિસંવાદ યોજાયો હતો પરિસંવાદમાં ઓર્ગેનિક દવાઓનું ઉત્પાદન કરતી વિવિધ કંપનીનાં પ્રતિનિધિઓએ હાજર રહી કંપનીની ઓર્ગેનિક પ્રોડકટની માહીતી આપી હતી.ખેડૂતો પ્રાકૃતિક (સજીવ) ખેતી તરફ વળે અને મહુવા તાલુકાના મુખ્ય ચાર કૃષિ પાકો ડુંગળી, મગફળી, કપાસ અને નાળીયેરનું પ્રોસેસીંગ અને નિકાસ થાય જેનાથી ખેડુતોને તેનો સીધો લાભ […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં શાકભાજી હવે ઘર આંગણે વાવવા ઝૂંબેશ શરૂ થશે.

સતત બે વર્ષ ભરપૂર મેઘવર્ષા છતાં સૌરાષ્ટ્રમાં શાકભાજી મોંઘાદાટ થઈ ઉંચા ભાવના રેકોર્ડ સર્જાતા હવે ઘર આંગણે શાકભાજી વાવવાની ઝૂંબેશ શરૂ થઈ રહી છે. એક સંસ્થા દ્વારા 400 ગામોમાં એક લાખ બિયારણના નાના પેકેટનું ટોકન દરથી વિતરણ કરવા નિર્ણય લેવાયો છે તો રાજકોટ જેવા મહાનગરોમાં અગાશીની ખાલી જગ્યામાં શાકભાજી ઉછેરવાના પ્રયોગો પણ આગળ વધી રહ્યા […]

Continue Reading

વઢવાણનો 100 વર્ષ જૂનો મોરારજીનો કુંડ ગંદકીથી ભરેલો.

વઢવાણ શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા દર્શનાર્થે આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. વઢવાણ નવાદરવાજા બહાર કોળીવાસમાં 100થી વધુ […]

Continue Reading