કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ડીજેના સથવારે ભીમભાવ ભજન સાથે શોભાયાત્રા યોજાઈ અસંખ્ય ઘરોમાં ડો. બાબાસાહેબ આંબેડકરની રંગોળી બનાવવામાં આવી. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડૉ ભીમરાવ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ આ વર્ષે મેઘવાળ પંચ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં […]

Continue Reading

અમરેલીમાં બળબળતા તાપમાં પારો 42.4 ડિગ્રી પહોચ્યો, બપોરે માર્ગો બન્યા સુમસામ.

અમરેલી પંથકમા આજે તાપમાનનો પારો 42.4 ડિગ્રી સુધી આંબી જતા કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. અહી પાછલા કેટલાક સમયથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. જેના કારણે આકરો તાપ પડી રહ્યો છે. બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરાઇ હતી. તેની વચ્ચે આજે અમરેલીમા તાપમાનનો પારો ઉંચકાઇને 42.4 ડિગ્રી […]

Continue Reading

કેશોદના પત્રકારોએ ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ વલસાડના સાપ્તાહિક પેપર દક્ષિણ ગુજરાત વર્તમાનના તંત્રી પુણ્યપાલ શાહ અને એમના પરિજનો સામે થયેલ ફરિયાદમાં સી- સમરી કરી પોલીસ દ્વારા દાખલ કરાયેલી ખોટી ફરિયાદમાં પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા બાબત તેમજ હાલમાં જ દક્ષિણ ગુજરાતના વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર “દક્ષિણ ગુજરાત વર્તમાન” માં દારૂની હેરાફેરી  બાબતે  વહીવટદારોએ બુટલેગરો સાથે […]

Continue Reading

જૂની પેન્શન યોજના મુદ્દે આજે 7 લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન.

ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે છેલ્લા ઘણાં સમયથી લડત ચલાવી રહ્યાં છે. જૂની પેન્શન યોજના પુનઃલાગુ કરવાની માગ સાથે તમામ સરકારી કર્મચારીઓનો એક સંયુક્ત મોરચો તૈયાર થયો છે. રાજ્યના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવતા આજે રાજ્યભરના 7 લાખ કર્મચારીઓએ લડતનો માર્ગ અપનાવ્યો છે.  રાજકોટ ખાતે આજે […]

Continue Reading

બંધ પડેલા ભાવનગર એરપોર્ટ ખાતે શરૂ થશે મુંબઈ-પુનાની વિમાની સેવા.

સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.1લી મેથી ભાવનગર-મુંબઇ, પૂના માટેની દૈનિક ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે, બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા એક-બે દિવસમાં કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા, ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળે ભાવનગરના એરપોર્ટને પુન: ધમધમતુ કરવા માટે મંત્રાલય, અને સંસદમાં કરેલા હકારાત્મક પ્રયાસો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શિપ રીસાયકલિંગ […]

Continue Reading

સમઢીયાળા, સેંથળી થઈ સાળંગપુર તરફનો રૂટ એક માર્ગીય જાહેર કરાયો.

આગામી તા.૧૬.૪ ના રોજ હનુમાન જયંતિ હોય સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાત તથા આજુબાજુના રાજયના લાખો શ્રધ્ધાળુઓ સાળંગપુરમાં બાય રોડ આવતા હોય જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા બોટાદ જિલ્લા કલેકટરએે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું […]

Continue Reading

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરાશે.

ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે તા.૧૪મીએ સમસ્ત જૈન સમાજના ૨૪ માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારીના બે વર્ષ બાદ હવે તેનો કહેર હળવો થતા ગાઈડલાઈન દૂર કરાતા આ ધર્મોત્સવને અનુલક્ષીને સમસ્ત જૈન સંઘમાં અપુર્વ હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે.  ભાવનગર સંઘમાં ચૈત્ર શુદ ૧૩ ને […]

Continue Reading

લોએજ સ્વામી મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથા પારાયણનો લાભ લેતા હરિભકતો.

માંગરોળ તાલુકાના લોએજ સ્વામીનારાયણ મહાતિર્થ લોજપુરમાં જાદવભાઈ ખોલીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનો હરિભકતો લાભ લઈ રહ્યાં છે. જુનાગઢ રાધારમણ મંદિર બોર્ડ ચેરમેન કોઠારી સ્વામીએ સમાજ માટે માનવ સેવાના કાર્યો જ્ઞાતી જાતીના ભેદભાવ વગર તમામ સમાજના આશ્રા સમાજ સેવાના ઉમદા હેતુથી રામાનંદ સદાવ્રત કાર્યરત હોય લોએજ સ્વામીનારાયણ મંદિરે જે મહાતિર્થ લોજપુર તીરકે પણ ઓળખાય […]

Continue Reading

સહકારી સંસ્થાના નિવૃત્ત કર્મીઓના પેન્શનમાં વધારો કરો, જલદ આંદોલન.

કોડીનારમાં નિવૃત કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં સરકાર લઘુત્તમ પેન્શન યોજના લાગુ નહી કરે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ખાનગી, સહકારી સંસ્થા અને બેંકમાં નોકરી કરતા નિવૃત્ત કર્મીઓને રૂ.500 થી 2500 સુધીનું પેન્શન મેળવી રહ્યાં છે. ત્યારે આવા નિવૃત્ત કર્મીઓને લઘુત્તમ પેન્શન યોજનામાં આવરી લેવા મહારાષ્ટ્ર રાજ્યમા છેલ્લા ત્રણ વર્ષથી […]

Continue Reading

જામનગરના પાબારી હોલનું સંચાલન વધુ 5 વર્ષ દાતા પરિવારને સોંપવાનો નિર્ણય.

જામનગર મહાનગરપાલિકાની બુધવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 155.01 લાખના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. પાબારી હોલનું સંચાલન દાતા પરિવારને સોંપવા માટે મંજૂર કરી જનરલ બોર્ડ માટે મોકલવામાં આવી છે. શહેરમાં ચાલતી 10 સિટી બસની મુદ્દતો હૈયાત પાર્ટીને 1 વર્ષ માટે વધુ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત રીબેટ યોજના 1 વર્ષ માટે મંજૂર કરવા માટે […]

Continue Reading