કેશોદના ખમીદાણા ગામે પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સંકલ્પ યાત્રા ઉત્સવ ઉજવાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે બારીયા પરિવારના આંગણે ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના સાન્નિધ્યમાં ઉત્સાહ અને આનંદભેર ઉજવાયો હતો સૌપ્રથમ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીનું સ્વાગત ખમીદાણા ગામના બધા વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશાળ શોભાયાત્રામાં ગોશાલા બેન્ડ પાર્ટી સાથે કીર્તનગાન કરી કરવામાં આવ્યું. વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ સુંદર વ્રજભૂમિનો પહેરવેશ ધારણ કરી આપશ્રીના ચરણોમાં પુષ્પો […]

Continue Reading

લીંબુમાં પરપ્રાંતની આવકો વધી, ભાવ ઘટીને 225 થયા

અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત લીંબુના પ્રતિ એક કિલોના ભાવ રૂ.400ના ઊંચી સપાટી સુધી અથડાઇ જતા દેકારો મચી ગયો હતો, પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં મહારાષ્ટ્ર અને મદ્રાસ તરફથી લીંબુની આવકો વધવા લાગતો જથ્થાબંધ માર્કેટમાં લીંબુના ભાવ ગગડવા લાગ્યા છે. રાજકોટ યાર્ડમાં વધતી આવકો વચ્ચે છૂટક માર્કેટમાં પ્રતિ એક કિલો લીંબુ ક્વોલિટી મુજબ રૂ.100-225ના ભાવે વેચાયા […]

Continue Reading

ગોહિલવાડમાં આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 46%નો વધારો.

આ વર્ષે ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. ગત એપ્રિલ માસની મધ્યે ગોહિલવાડ પંથકમાં કુલ ઉનાળુ વાવેતર 47,700 હેકટર થયું હતુ તે આ વર્ષે હવે એપ્રિલનો મધ્ય આવ્યો છે ત્યારે 69,600 હેકટર થઇ ગયું છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં 45.91 ટકા એટલે કે 46 ટકાનો વધારો થયો […]

Continue Reading

સર્વ મિત્ર દ્વારા 26 શાળાઓમાં 7000 પરબડીનું વિતરણ કરાયું.

સર્વ મિત્ર (કે.આર.દોશી.ટ્રસ્ટ) ભાવનગરમાં આરોગ્ય, જીવદયા અને પર્યાવરણને લગતી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. તે અંતર્ગત પ્રતિવર્ષ પંખીઓ માટે 3000 જેટલી પરબડી અને માળાનું એક દિવસીય નિશુલ્ક વિતરણ ઉનાળામાં કરવામાં આવે છે. આ વર્ષે પ્રમુખ અમર આચાર્ય અને કેતન પંડયાના સૂચન કે “બાળકોમાં બીજ વાવશો તો ભવિષ્યમાં તમારે આ વિતરણ નહિ કરવા પડે સ્વયમ્ જાગૃતિથી […]

Continue Reading

રાજકોટમાં લગ્નમાં વરવધૂને લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટ કર્યો, કારણ આપ્યું કે ‘આ સૌથી મોંઘી ભેટ’.

હાલ લીંબુ, તેલ અને પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું બન્યું છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ વિખેરાયા છે. ત્યારે રાજકોટમાં આયોજિત એક લગ્નપ્રસંગમાં વરવધૂને તેના મિત્રોએ લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો હતો. અને જણાવ્યું હતું કે આ સૌથી મોંઘી ગિફ્ટ છે. આ અંગે વધુ માહિતી આપતા રાકેશભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, તેના મિત્ર જિતેન […]

Continue Reading

કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદના મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં યોજાયેલા જન સંવાદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી. કેશોદ કોંગ્રેસ મહામંત્રી ચંદુભાઈ ધોડાસરા તેમજ અન્ય ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પ્રવીણભાઈ રામના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ […]

Continue Reading

કેશોદ તાલુકાના આઠ ગામના સરપંચો સહીતના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદના કોયલાણા ગામે ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા આઠ ગામોના સરપંચો સહીત અનેક લોકો કાળી પટ્ટી ધારણ કરી કાળા વાવટા સાથે અર્ધ નગ્ન હાલતમાં રોડ ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું. સરકાર વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર માંગણી નહી સંતોષાય તો રોડ ચકકાજામ અને આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી. કેશોદના કોયલાણા […]

Continue Reading

કેશોદ એરપોર્ટમાં એકવીસ વર્ષ બાદ પ્રથમ કોમર્શીયલ ફલાઈટે ઉડાન ભર્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદ એરપોર્ટમાં આજથી કેશોદ મુંબઈ પ્રથમ ફલાઈટનો પ્રારંભ મુસાફરોમાં અનેરો ઉત્સાહ રાજય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમે મુસાફરોને મીઠાઈ આપી પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરવા બદલ શુભેચ્છા પાઠવી.આશરે ૯૨ વર્ષ પહેલાં જુનાગઢ નવાબે સ્થાપિત કરેલ કેશોદ એરપોર્ટમાં છેલ્લાં ૨૧ વર્ષથી કોમર્શીયલ વિમાની સેવા બંધ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પચ્ચીસ […]

Continue Reading

મહુવા તાલુકા માળીયા ગામે કોળી સમાજ ના કોળી સેના દ્વારા આયોજિત ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો.

રીપોર્ટર – વિક્રમ સાખટ, રાજુલા મહુવા તાલુકાના માળિયા ગામે સમસ્ત કોળી સમાજ ના કોળી સેના આયોજિત ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. કોળી સેના મહુવા સમૂહ લગ્નમાં ૩૨ નંવ દંપતિઓ જોડાયા હતા. જેમાં મુખ્ય અતિથિ વિશેષ મહેમાન પરષોત્તમભાઈ સોલંકી કોળી સેના સ્થાપક પુર્વ મંત્રી ગુજરાત રાજ્ય મત્સ્ય ઉદ્યોગ, કોળી સેના ગુજરાત રાજ્ય યુવા પ્રમુખ […]

Continue Reading

કેશોદ તાલુકાના આઠ ગામના સરપંચો સહીતના લોકો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ અવારનવાર થતાં અકસ્માતો અંગે અનેક વખત નેશનલ હાઈવે ઓથોરીટીને લેખીત મૌખિક રજુઆતો છતાં પ્રશ્ન હલ ન થતાં કેશોદના કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની માંગ સાથે આવેદનપત્ર આપેલ હતુ આજે આઠ ગામોના સરપંચો સહીત અનેક લોકો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારી […]

Continue Reading