કેશોદમાં બ્લોક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ કેશોદમાં જન જનની આરોગ્ય સુખાકારી અભિયાન અંતર્ગત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા સેવા આપવામા આવી. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જુનાગઢ અને જીલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજીત આયુષ્યમાન ભારત અંતર્ગત કેશોદની ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું […]

Continue Reading

આરોગ્ય મેળા હેઠળ અરજદારોને યુનિક અને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા.

અમરેલી જિલ્લામાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય મેળો યોજાયો હતો. અહી દરેક તાલુકામાં અરજદારોને યુનિક કાર્ડ અને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા હતા. ઉપરાંત લોકોના આરોગ્યની ચકાસણી પણ કરાઈ હતી. અમરેલીમાં રામજી મંદિર પાસે આરોગ્ય મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમરેલીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.કે. સિંહાએ જણાવ્યું હતું […]

Continue Reading

રાજુલાના સમઢીયાળામાંથી કોન્ટ્રાક્ટર દ્વારા નેશનલ હાઇવેના કામ માટે માટી લઈ જવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો.

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના સમઢીયાળા ગામની જમીનમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા નેશનલ હાઈવેના કામ માટે માટી ઉપાડતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વિરોધ કરી હાલ આ કામ અટકાવ્યું છે. માટી ઉપાડ્યા બાદ મસમોટા ખાડા પડી જતા તેમાં પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતનો ભય રહે છે. જેને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્ર દ્વારા તાત્કાલીક માટી ઉપાડવાનું […]

Continue Reading

મૂળીના ખેડૂતે સરકારી નોકરી છોડી પાંચાળની પથરાળ ભૂમિ પર 100 વીઘામાં જામફળ, દાડમ અને લીંબુની ખેતી કરી, વર્ષે 18 લાખની આવક.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની જમીન પથરાળ અને રેતાળ હોવાથી મોટા ભાગે ખેડૂતો કાલા અને કપાસની જ ખેતી કરે છે. ખેડૂતો અત્યારસુધી કપાસ, એરંડા અને જીરાની ખેતી તરફ જ નભતા હતા, પરંતુ નર્મદાના નીર આવતાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ઝાલાવાડના ખેડૂતો બાગાયતી ખેતી કરીને સારોએવો નફો રળી રહ્યા છે. ત્યારે મૂળીના […]

Continue Reading

રાજકોટ અને ગોંડલમાં અમીછાંટણાં, યાર્ડમાં ચણા, ઘઉં ખુલ્લામાં હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં છે અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાનાં અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે જ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.અને બે દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે.અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માવઠું થઈ શકે છે.જેથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.ઉનાળાની સીઝનમાં ચોમાસુ માહોલ સર્જાય શકે છે. જૂનાગઢ હવામાનના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું જે આગામી 21 અને 22 એપ્રિલના […]

Continue Reading

કોયલાણા ગામે ચાલતું આંદોલન સમેટાયું, 60 દિ’ બાદ કામ શરૂ થશે.

કેશોદના કોયલાણા ગામ નજીક નેશનલ હાઇવે પસાર થાય છે. જયાંથી રેવદ્રા અને પાણાખાણ તરફ જતો સ્ટેટ હાઇ વે જાય છે. આ સ્ટેટ હાઇવે પર જવા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. તેથી વારંવાર અકસ્માત સર્જાય છે જેને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. આસપાસના ગામલોકોએ સર્વિસ રોડ આપવાં તંત્રને વારંવાર રજૂઆત કરી […]

Continue Reading

જામનગરમાં પીજીવીસીએલના આરએમયું યુનિટની ફેન્સીંગ હાલત અત્યંત દયનીય.

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો નિરંતર જળવાઈ રહે તે હેતુથી શહેરમાં અનેક જગ્યાએ રીંગ મેનઇ યુનિટ એટલે કે આરએમયું યુનિટ મુકવામાં આવ્યા છે. કોઈ અઘટીત બનાવ કે અકસ્માત ન સર્જાય તે હેતુથી આ યુનિટની ફરતે ફેન્સીંગ મૂકવામાં આવી છે. પરંતુ શહેરમાં વોરાના હજીરા, ક્રોસ રોડ, ગાંધીનગર જેવા અનેક વિસ્તારોમાં આરએમ યુનિટની ફરતે મુકવામાં આવેલી ફેન્સીંગ […]

Continue Reading

24મીએ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપશે 60,629 ઉમેદવારો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની લેખિત પરીક્ષા ભાવનગર જિલ્લામાં તા.24 એપ્રિલને રવિવારે યોજાનાર છે. આ પરીક્ષામાં બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા માટે તકેદારી અધિકારી, મંડળના પ્રતિનિધિની તાલીમ માટે અગત્યની બેઠક જ્ઞાનમંજરી શાળામાં યોજાઇ ગઇ આ પરીક્ષામાં ભાવનગર જિલ્લાના 197 કેન્દ્રો ખાતે 2024 બ્લોકમાં […]

Continue Reading

3 વાઈબ્રન્ટ સમિટમાં ભાવનગર માટે 54223 કરોડના MOU સામે રોકાણ થયું માત્ર 9.36 ટકા.

ગુજરાત સરકાર દ્વારા વખતોવખત વાઇબ્રન્ટ સમિટ યોજીને તેમાં દરેક જિલ્લા માટે કરોડો રૂપિયાના પ્રલજુક્ટ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ કરવામાં આવે છે. આમાં વાસ્તવિકતા એ છે કે ખરેખર જે રીતે આ સમિટમાં દેખાડો થાય છે તેટલા પ્રમાણમાં જે તે જિલ્લા કે રાજ્યમાં પ્રોજેક્ટ કાર્યરત થતા નથી. માત્ર કાગળ પર સહીઓ કરીને એમઓયુ […]

Continue Reading