ધારીનાં ગળધરા ખોડિયાર મંદિરે જતો માર્ગ બિસ્માર, સમારકામ કરવા માંગ.

ધારીમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર બન્યા છે. અહી ખોડિયાર મંદિરે જતો રસ્તો પણ છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં છે. ઉપરાંત ગોપાલગ્રામથી સરંભડા સુધીના રોડ પર તો સમમોટા ખાડા પડી ગયા છે. બંને સાઈડોનું ધોવાણ થયું છે. જેના કારણે રાહદારીઓને હાડમારી વેઠવી પડે છે. ધારી પંથકમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા લોક માંગણી ઉઠી છે. અમરેલી જિલ્લામાં […]

Continue Reading

કચ્છના નાના રણમાં કમોસમી વરસાદની આગાહીના પગલે કરોડો રૂ.નું 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠા પર ખતરો.

રણમાંથી દર વર્ષે અંદાજે 13 લાખ મેટ્રિક ટન મીઠું ટ્રક અને ડમ્ફરો દ્વારા ખેંચીને ખારાઘોઢા લાવવામાં આવે છે. હાલમાં અંદાજે 20 ટકા મીઠું ખેચાયુ છે જોકે, હજું અંદાજે 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી રણકાંઠામાં વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાંપટાથી અગરિયાઓ અને મીઠાના વેપારીઓનો જીવ પડીકે બંધાયો છે કારણ […]

Continue Reading

અધૂરી કેનાલોને કારણે ધ્રાંગધ્રામાં પાણીની વિકટ સમસ્યા.

એકબાજુ ધગધગતો ઉનાળો તપી રહયો હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ પાણીની રામાયણ સર્જાઈ છે તો બીજી બાજુ ધ્રાંગધ્રા તાલુકાનાં કેટલાક ગામોમાં માઈનોર કેનાલનાં કામ અધુરા હોવાથી ખેડુતો અને નાગરીકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોે હોવાની લોક ફરિયાદો વ્યકત થઈ રહી છે.ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર, રાજગઢ, હીરાપુર, જશાપર, બાવળી સહીતનાં ગામોને નર્મદાનો લાભ મળે તેવા હેતુથી પેટા કેનાલોનું આયોજન […]

Continue Reading

દિવ પાસે અરબી સમુદ્રમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ.

સૌરાષ્ટ્રમાં રાજકોટ,પોરબંદર,જામનગર,ગીર સોમનાથ,અમરેલી સહિતના સ્થળે વારંવાર નોંધપાત્ર તીવ્રતાના ભૂકંપો નોંધાતા રહ્યા છે તેની સાથે સૌરાષ્ટ્રના દરિયાની ધરતીમાં પણ ફોલ્ટ્સ સક્રિય બનતી રહે છે. આજે વર્ષો બાદ દિવ પાસેના અને દિવ અને મુંબઈ વચ્ચેના મધદરિયે સવારે 11.16 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.આ ભૂકંપ બિંદુ ઉનાથી દક્ષિણે 103 કિ.મી.દૂર દક્ષિણે અરબી સમુદ્રની ભૂસપાટીથી માત્ર 1 કિ.મી. […]

Continue Reading

બગસરા શાળા નંબર 4માં 300 બાળકોને દિવ્ય વનસ્પતિનું વિતરણ કરવામાં આવ્યું.

વર્તમાન સમયમા વિદ્યાર્થીઓને ભારતની દિવ્ય વનસ્પતિઓથી પરિચય કરવાના હેતુથી બગસરાની શાળા નં-4મા સજીવન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 300 બાળકોને દિવ્ય વનસ્પતિનુ વિતરણ કરવામા આવ્યું હતુ. શાળા નં-4 ખાતે સજીવન ફાઉન્ડેશનના સહયોગથી બાળકોને દિવ્ય વનસ્પતિઓના પરિચય હેતુથી સુગંધી વાળો વનસ્પતિનુ વિતરણ કરવામા આવ્યું હતુ. ઉનાળાના સમયમા બાળકોને થતા ઋતુજન્ય રોગો જેવા કે લુ લાગવી, એસીડીટી, ગરમીથી આવતો […]

Continue Reading

ભાવનગર ટ્રાન્સપોર્ટ એસો.એ ભાડામાં 7 થી 8 ટકાનો વધારાનો નિર્ણય કર્યો.

અન્ય જિલ્લાની સાથો સાથ ભાવનગર ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા મોંઘવારીના માર વચ્ચે ડિઝલના વધારા તેમજ ટોલ ટેક્સના વધારાને લઇ ભાડામાં ૭ થી ૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બજારમાં મળતી મોટાભાગની વસ્તુ બહારગામથી આવતી હોય છે તો ક્યાંક સ્થાનિક વસ્તુ બહારગામ જતી પણ હોય છે. માલની હેરફેર માટે મહત્વની ભૂમિકા ભજવતું ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર […]

Continue Reading

17 વર્ષ નોકરી કરી અને 2 લાખ પગાર મેળવ્યો, નિવૃત્તિ સમયે શાળાને 35,000નું કૂલર આપ્યું.

જૂનાગઢની શાળામાં મધ્યાહન ભોજનના મહિલા કર્મીએ કુલર ભેટ આપ્યું હોય હવે શાળાના બાળકોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. આ અંગે શહેરની ડો. આંબેડકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય વિનયભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં જયાબેન જયંતિભાઇ રાવલીયા સેવા આપતા હતા જેનો મામુલી માસિક 1,000 પગાર હતો. દરમિયાન 17 વર્ષ નોકરી કરી […]

Continue Reading

RTE દ્વારા ધો.1માં વિનામૂલ્યે પ્રવેશની કુલ 1919 બેઠક માટે 7436 ફોર્મ મંજૂર.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં કુલ પ્રવેશ ક્ષમતાના 25 ટકા મુજબ વિનામૂલ્યે એડમિશન માટે નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 8530 ફોર્મ ભરાયા હતા જ્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓમાં કુલ પ્રવેશ ક્ષમતા 1919ની છે. કુલ 7436 ફોર્મ મંજૂર થયા છે. આરટીઇ અંતર્ગત […]

Continue Reading

પાંચમી મેથી ભાવનગર-મુંબઇ વચ્ચે દૈનિક ફ્લાઇટ શરૂ કરાશે.

ભાવનગરથી તમામ મોટા શહેરોની હવાઇ સેવાઓ કપાઇ ગયા બાદ સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.5મી મેથી ભાવનગર-મુંબઈ માટેની દૈનિક ફ્લાઇટ (શનિવાર સીવાય)શરૂ કરવામાં આવનાર છે, સ્પાઇસ જેટ દ્વારા બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે, અને બૂકિંગ શરૂ પણ થઇ ચૂક્યુ છે. તા.5મી મેથી સવારે 07:55 કલાકે પૂનાથી ઉપડી વિમાન સવારે 09:05 કલાકે ભાવનગર આવી […]

Continue Reading

જેતપુરમાં છપ્પનભોગનાં દર્શને ભાવિકો ઊમટ્યાં, આજે વિષ્ણુ ગૌપુષ્ટિ પાનનો પ્રારંભ

જેતપુર શહેરમાં સોમયજ્ઞનાં આયોજનથી વૈષ્ણવભક્તોમાં હરખની હેલી ચડી છે. આવું ભવ્ય આયોજન સર્વપ્રથમ વખત થયેલું હોય યજ્ઞ સ્થળે છપ્પનભોગના દર્શનથી વૃંદાવન જેવો માહોલ બની ગયો હતો. આજે સવારે ૮ કલાકથી વિષ્ણુ ગૌપુષ્ટિ પાનનો પ્રારંભ થશે. જય પાર્ક ખાતે યોજાયેલા સોમયજ્ઞમાં સાંજે છપ્પનભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો હતો. તેનું મહત્વ સમજાવતાં વૈષ્ણવાચાર્ય રઘુનાથ લાલજી મહારાજે જણાવ્યું હતું […]

Continue Reading