ઉનાળાની શરૂઆતમાં જ આકરા તાપથી જિલ્લામાં લોકો અકળાયા.

અમરેલી સહિત જિલ્લાભરમાં દિવસે દિવસે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકોને આકરા તાપનો સામનો કરવો પડે છે. લુથી બચવા માટે લોકો ઠંડાપીણાના સહારો લઈ રહ્યા છે. તો બપોરે અમરેલીની બજારો સુમસામ જોવા મળે છે. જિલ્લામાં સતત થતી અગન વર્ષાથી લોકો અકળાઈ ઉઠ્યા છે. હજુ આગામી દિવસોમાં જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાઈ તેવી હવામાન […]

Continue Reading

જેતપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો આજથી બે દિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ.

આજના કલુષિત કાળમાં વિશ્વ ફલકે અક્ષરધામ જેવા 1300 થી અધિક મંદિર રચીને પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગ કાર્ય કર્યું છે. તેઓએ રચેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર એટલે એક એવું તીર્થસ્થાન જ્યાં બાળકો શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખે છે, યુવાનો સેવા અને સંયમથી ઉજ્જવળ ભાવિ ઘડે છે, વડીલો સત્સંગ અને સુહ્યદભાવથી સ્થિરતા ધરે છે, મહિલાઓ ભક્તિ અને […]

Continue Reading

તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ધમધમતી કરાવવા નેતાગીરીનો પન્નો ટૂંકો પડે છે.

રાજ્ય સરકારે બંધ પડેલ ખાંડ ફેક્ટરીઓને ધમધમતી કરવા કોડીનારને રૂ.૩૦ કરોડ,ઉકાઈ અને વ્યારા રૂ.૩૦ કરોડ,કાવેરી અને વલસાડને પાંચ-પાંચ કરોડની આર્થિક સહાય. ગ્રામીણ વિસ્તારમાં રોજગારી ઊભી કરવા સરકારે નવો ઉદ્યોગ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જ્યારે હયાત ઉદ્યોગ સહાય આપવાથી ચાલુ થઈ શકે તેમ હોય તાલાલા પંથકને ન્યાય આપવા પ્રબળ લોક માંગણી.ગુજરાતની બંધ પડેલ […]

Continue Reading

ઉપલેટા શહેરની દરબારગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની બન્ને ટીમે તાલુકા લેવલની ખો-ખો સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન.

રિપોર્ટર -જયેશ મારડિયા, ઉપલેટા દરબારગઢ શાળાની બન્ને ટીમે તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ જીલ્લા કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ. ઉપલેટા શેહેરના નોબલહુડ શાળા ખાતે ખેલ મહાકુંભની ઉપલેટા તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉપલેટા શહેર અને તાલુકાની બાળકોની ૧૫ જેટલી અલગ-અલગ શાળાઓએ ભાગ લીધો હતો. જયારે બાળકીઓની ૨૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ઉપલેટા તાલુકા કક્ષાએ […]

Continue Reading

ચારેય ખૂણામાં 25 MMનો એક-એક સળિયો મૂકી દીધો, જેથી તપાસ આવે તો ખૂણો તોડી નિલ રિપોર્ટ આપી શકાય!.

રાજકોટ શહેરના માધાપર ચોકડીએ 63 કરોડના ખર્ચે બની રહેલા ફ્લાય ઓવરબ્રિજમાં પાયામાં ડિઝાઈનમાં દર્શાવેલા 25 એમએમ લોખંડને બદલે તેનાથી નબળું 20 એમએમનું લોખંડ વાપરી બ્રિજની તાકાત 40 ટકા જેટલી ઘટાડી દીધી અને તે પણ રૂપિયા રળી લેવા માટે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરની ટીમે 15 ફૂટ ઊંડા પાયા સુધી પહોંચીને […]

Continue Reading

લાઠી તાલુકાના ભાજપ અગ્રણીએ પિતાની પુણ્યતિથિ નિમિતે શાંતિ રથ અર્પણ કર્યો.

અમરેલીના લાઠી તાલુકામાં ભાજપ અગ્રણી જનક તળાવિયાએ પિતાની પુણ્યતિથિ નિમિતે શાંતિ રથનું લોકાર્પણ કર્યું હતું. જૂનાગઢના મહંત શેરનાથ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના નરોત્તમ સ્વામીની ઉપસ્થિતિ મા આ કાર્યક્રમ યોજાયો હતો આયોજક જનક તલાવીયાએ એક શાંતિ રથનું પણ લોકાર્પણ સંતોના હસ્તે કરાવ્યું અને હાલ ઉનાળે દરેક સરપંચોને એક એક વૃક્ષ પણ આપવામાં આવ્યું હતું. જે દરેક ગામડે […]

Continue Reading

અમરેલીમાં જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઇ, વિજેતા ખેલાડી રાજ્યકક્ષાએ રમવા જશે.

જિલ્લા રમત ગમત કચેરી અમરેલી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત પટેલ શેક્ષણીક સંકુલ અમરેલી ખાતે ઉત્સાહભેર જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડી રાજ્યકક્ષાએ રમવા જશે. અહીંયા વહીવટ તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રમત ગમત અધિકારી અશરફ કુરેશીએ ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા સાંપ્રત સમયમાં […]

Continue Reading

જાફરાબાદમાં 120 વર્ષ જૂનું ગ્રંથાલયઆજે પણ અડીખમ.

જાફરાબાદમા પછાત વિસ્તારમા દરિયાકાંઠે ખારા જળમા મીઠી વીરડી સમાન 120 વર્ષ જુનુ ગ્રંથાલય આજે પણ અડીખમ ઉભુ છે. આ ગ્રંથાલયને ગુજરાત રાજય શ્રેષ્ઠ ગ્રંથાલય સહિત અનેક એવોર્ડ પણ મળી ચુકયા છે. લાઇબ્રેરીના લોકલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો દ્વારા વધુમા વધુ વાચકો આ ગ્રંથાલયનો લાભ લે તેવા પ્રયત્નો કરવામા આવી રહ્યાં છે. અરબી સમુદ્રના કાંઠે આવેલ છેવાડાના […]

Continue Reading

બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ખોવાય તો ફોટો-આચાર્યના સિક્કાવાળી ઝેરોક્સ ચાલશે.

શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 28ને મંગળવારથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે રાજકોટ મહામારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પહેલા, ચાલુ પેપર દરમિયાન અને પેપર પૂર્ણ થયા બાદ કેવી કાળજી લેવી જોઈએ તેના માટેના માર્ગદર્શક સૂચનો કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે, શાળાએથી પરીક્ષાની હોલટિકિટ મળે એટલે તુરંત જ […]

Continue Reading

ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની 15 સ્પર્ધા પૈકી 9 સ્પર્ધામાં ખેલાડીઓએ શ્રેષ્ઠ કરતબ બતાવ્યા.

અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની 15 સ્પર્ધા પૈકી 9 સ્પર્ધામાં ખેલાડીઓએ જીતની બાજી લગાડી હતી. તાલુકાકક્ષાએ પણ 7 રમતમાંથી પાંચ રમતો પૂર્ણ થઈ ગય છે. જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ રમશે. જિલ્લાકક્ષાની સ્પર્ધા દરમિયાન રાજકીય અગ્રણીઓએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.જિલ્લા રમત- ગમત અધિકારી અશરફભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે પ્રથમ શાળા અને […]

Continue Reading