વન વિભાગે ગુજરાત યુનિવર્સિટીને પૂછ્યું, ‘પ્રશ્નપત્રના પેકેટમાં કાપો કઈ રીતે લાગ્યો.

રાજકોટની ઉડાન સ્કૂલમાં વનરક્ષકની ભરતી માટે પરીક્ષા કેન્દ્ર હતું. જેના બ્લોક નં.2માં પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું હતું જેને લઈને હજુ સુધી પરીક્ષા યોજનાર ગુજરાત યુનિવર્સિટી પાસે કોઇ જવાબ નથી. , નીચેના ભાગમાં બ્લેડ જેવા સાધનથી કાપો પાડેલો હતો અને તેના પર સેલો ટેપ લગાડેલી હતી. જેને લઈને સહી કરવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે પેકેટ […]

Continue Reading

ત્રણ દિવસ બાદ ફરી હિટવેવ, ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જશે, શહેરમાં હજુ 2 દિવસ સુધી રહેશે ઝાકળ વર્ષા.

જૂનાગઢ શહેરમાં 3 દિવસ બાદ ફરી હિટવેવની અસર રહેશે. તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં હજુ 2 થી 3 દિવસ એટલે કે શુક્રવાર સુધી મહત્તમ તાપમાનનો પારો41 થી 42 ડિગ્રી સુધી રહેશે. બાદમાંફરી વધારો […]

Continue Reading

ભાવનગરમાં પેટ્રોલની સદી, રૂપિયા 101.56 નો ભાવ.

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો થયો છે તેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ભાવનગરમાં પેટ્રોલે ફરી સદી ફટકારી છે, પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૧૦૧.પ૬ની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ડીઝલના ભાવ પણ રૂ. ૧૦૦એ પહોંચવા આવ્યા છે તેથી લોકોની હાલત કફોડી થઈ છે. છેલ્લા થોડા દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે રૂ. ૪ થી પનો […]

Continue Reading

તાલાલા પંથકમાં સુજલામ-સુફલામનાં કામોમાં ગેરરિતી, જંગલના પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારમાંથી ચેકડેમનાં બદલે જંગલની જમીન ખોદાવા લાગી.

તાલાલા પંથકમાં આવેલ ચેકડેમો- બોડીબંધ અને નદીઓમાં ચોમાસા પૂર્વે પાણીની સંગ્રહ શક્તિ વધારવા સુજલામ- સુફલામ યોજનાના કામો શરૂ થયા હોય ત્યારે વનવિભાગ દ્વારા કરાવાતા કામમાં ભારે ગેરરિતી થતી હોવાનું સામે આવ્યું છે. તાલાલા તાલુકાના જેપુર (ગીર) વિસ્તારના પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારની સર્વે નં-91ની જમીનમાં આવેલ ચેકડેમ ઉંડા ઉતારવા વિભાગીય લેવલે કામગીરી શરૂ થયેલ. પરંતુ કામગીરી ચેકડેમ […]

Continue Reading

કેન્દ્રની નીતિ સામે બેન્ક, પોસ્ટ, LIC સહિતના કર્મચારીઓના ધરણાં, સૂત્રોચ્ચારો.

કેન્દ્ર સરકારની બેન્કો તથા જાહેર સાહસો ખાનગી હાથમાં સોપવા, પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધારો ,ઉંચો જી.એસ.ટી. વગેરે નીતિ-રીતિથી  આમ જનતાને પેટનો ખાડો પૂરવાના સાંસા થવા લાગ્યા છે  તેમ કહીને બેન્કો, પોસ્ટ ઓફિસ,  એલ.આઈ.સી., બી.એસ.એન.એલ., વિજકંપની, આંગણવાડી કર્મચારીઓ સહિત 10  યુનિયનોએ આજે સૌરાષ્ટ્રભરમાં સજ્જડ હડતાળ પાડતા વિવિધ સરકારી વિભાગોની કામગીરી માર્ચ એન્ડીંગમાં ખોરવાઈ  હતી.  સૌરાષ્ટ્ર-કચ્છમાં 6000થી બેન્ક કર્મચારીઓ […]

Continue Reading

રાજકોટને ચોમાસા સુધી પાણીની નિરાંત, સૌનીથી ન્યારીમાં પાણી ઠાલવવાનું શરૂ.

રાજકોટમાં ન્યારી ડેમમાં હાલ 650 MCFT પાણી છે જેમાં સૌની યોજનાથી  200 MCFT પાણી ઠાલવવાનું શરૂ કરાયું છે. આ સાથે આજી ડેમમાં 565 MCFT પાણી અગાઉ આ યોજનાથી નંખાયા બાદ વધુ 175 MCFT ઠાલવવાનું પણ શરૂ કરાયું છે.  ન્યારી ડેમથી હાલ દૈનિક 7થી 8 કરોડ લિટર પાણીનો ઉપાડ થાય છે, આજી ડેમમાં 12 કરોડ લિટર […]

Continue Reading

ખેડૂતોને 8 કલાક વીજ પુરવઠો આપવા માંગણી.

ગારિયાધાર, પાલિતાણા અને ગઢડા તાલુકાના ખેડૂતોને છેલ્લા એકાદ માસ જેટલા સમયથી ખેતીવાડીમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં આવતો નથી. જેના કારણે પાકને નુકશાની જવાની રાવ ઉઠી છે. ખેડૂતોને છ કલાકના બદલે નિયમિત રીતે આઠ કલાક વીજળી આપવાની માંગ સાથે કિસાન સંઘની આગેવાની હેઠળ ત્રણેય તાલુકામાં વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગારિયાધાર તાલુકાના […]

Continue Reading

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સાતેક કિમીના ત્રણ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયુ.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા ધ્રાબાવડ- ચિત્રી- સાંગરસોલા રોડ, ખીરસરા-સુત્રેજ રોડ અને સેંદરડાના જૂદા જૂદા એપ્રોચ રસ્તાના કામોનો રાજ્યમંત્રી દેવાભાઇ માલમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ત્રણેય રસ્તા રૂ.1.39 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની લાગણી અને જરૂરીયાતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા પંથકના ચિત્રી, સુત્રેજ અને સેંદરડા ગામ […]

Continue Reading

ઉનાળાના પ્રારંભે જ શિયાળબેટ-મોરંગીમાં પાણીની તંગી, ટાપુ પર લોકો ડહોળું પાણી પીવા મજબુર.

જાફરાબાદના શિયાળબેટ ટાપુ પર આઝાદીના દાયકાઓ બાદ પીવાના પાણી માટે પાઇપ લાઇન નાખવામા આવી હતી. જો કે વાવાઝોડા બાદ પાઇપ લાઇનનુ ધોવાણ થઇ જતા હાલ ટાપુ પરના લોકો પીવાનુ પાણી મેળવવા વલખા મારી રહ્યાં છે. લોકોને ડંકી અને કુવામાથી પીવાલાયક પાણી ન હોવા છતા ડહોળુ પાણી પીવાની ફરજ પડી રહી છે. તો અહીના મોરંગીમા પણ […]

Continue Reading

સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત વધુ સહેલું હોવાથી બોર્ડની પરીક્ષાનાં 5 દિવસ પહેલાં જ રાજકોટમાં ધોરણ 10ના 400 વિદ્યાર્થીએ વિષય બદલ્યો.

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે બોર્ડની પરીક્ષાના 5 દિવસ પહેલા જ રાજકોટના 92 સહિત રાજ્યના 400 જેટલા વિદ્યાર્થી એવા છે જેમણે છેલ્લી ઘડીએ વિષય બદલ્યો છે. પરીક્ષાના એક સપ્તાહ પહેલા જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં હોલ ટિકિટ આવી ત્યારે તેમને જાણ થઇ કે પોતાને બેઝિક ગણિત રાખવું હતું પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં […]

Continue Reading