હળવદમાં શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં હળવદમાં દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળીયા પંથકમાં હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી વિગતો અનુસાર શુક્રવારની રાત્રે […]

Continue Reading

મોરબી : હળવદમાં લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર નિભરતાંની હદ વટોળી દેતા અંતે આજે વેપારીઓ રોષભેર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં મેન રોડ પર પાછળના ભાગે નિભર તંત્રના પાપે ગટરના દૂષિત પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. નિભર તંત્રએ આ ગટરની સમસ્યા ઉકેલવામાં હદ બહારની બેદરકારી દાખવતા લાંબા સમયથી મેન રોડ પર પાછળના ભાગે ગટરના ભરાતા ગંદા પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર જ રેહતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા હતા. હળવદ માં […]

Continue Reading

મોરબી: હળવદમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને પરિણીતાનો આપઘાત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જીલ્લાના હળવદમાં આજે ટ્રેન નીચે ઝંપલાવીને એક પરિણીતાએ આપઘાત કર્યો હતો જેથી તે મહિલાના શરીરના બે કટકા થઇ ગયા હતા અને તેની ડેડ બોડીને હાલમાં પીએમ માટે હોસ્પિટલે લઇ જવામાં આવી છે હળવદમાંથી આજે એક માલગાડી પસાર થઇ રહી હતી ત્યારે એક મહિલા વચ્ચે પડી હતી જેથી ટ્રેનની આડે પડનારી મહિલાનું […]

Continue Reading

મોરબી: હળવદ સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે સાંસદ-ધારાસભ્યની હાજરીમાં તકરાર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ભાજપના જ બે જૂથો વચ્ચે સર્જાયેલા ડખ્ખાથી હોસ્પિટલની મુલાકાતે આવેલા સાંસદ મહેન્દ્ર મૂંજપરા પણ મૂંઝવણમાં મુકાયા.. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના બે જૂથો આપસમાં બાખડતાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો. પક્ષ પલ્ટો કરી ધારાસભ્ય બનેલા પરસોતમ સાબરીયા અને પૂર્વ ધારાસભ્ય જ્યંતી કવાડીયા જૂથના સમર્થકો આજે હળવદ સિવિલ હોસ્પિટલે સામસામે આવી જતા બન્ને જૂથ […]

Continue Reading

મોરબી: હળવદના દંતેશ્વર વિસ્તારને કરાયો સંપૂર્ણ સૅનેટાઇઝ,અધિકારીઓની વિઝીટ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ડી.વાય.એસ.પી રાધિકા ભારાઇ, સહિતના અધિકારીઓ તેમજ મોરબી જિલ્લા આરોગ્યની ટીમે દોડી જઈને સઘન કામગીરી હાથ ધરી: કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કવાયત હળવદના દન્તેશ્વર વિસ્તારમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.જેમાં ડીવાયએસપી રાધિકા ભારાઇ સહિતના અધિકારીઓ તેમજ મોરબી જિલ્લા આરોગ્યની ટીમે દોડી જઈને સઘન કામગીરી હાથ ધરી છે.તેમજ હળવદ પાલિકા […]

Continue Reading

મોરબી : હળવદ તાલુકાના નવા રાયસંગપર ગામે આશરે ૬ ગૌવંશ પર એસિડ એટેક કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના વિવિધ વિસ્તારમાં છાસવારે અબોલ જીવો પર એસિડ એટેક અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલા ના બનાવો બનતા આવ્યા છે ત્યારે હળવદ તાલુકાના નવા રાયસંગપર ગમે પાછલા અઠવાડીયે આ બનાવ બન્યો હોઈ તેવી વિગત જાણવા મળી છે નવા રાયસંગપર ના વાડી વિસ્તાર માં અબોલ જીવ એવા ૬ જેટલા ગૌવંશો પર એસિડ એટેક […]

Continue Reading

મોરબી : હળવદ, ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ પ્રિ-મોન્સુન એક્ટિવિટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો. સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હળવદ તાલુકાના ટીકર રણકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી […]

Continue Reading

મોરબી : શૈક્ષણિક નગરી હળવદમાં શિક્ષણનો ડંકો વગાડતી એકમાત્ર સદભાવના સંકુલ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શૈક્ષણિક નગરી તરીકે પ્રખ્યાત છે જેમાં શહેરથી દૂર નયનરમ્ય વાતાવરણમાં ઉચ્ચ પરિણામ લાવવા સતત પ્રયત્નશીલ એવા સદભાવના સંકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એચએસસી બોર્ડમાં ઉચ્ચ પરિણામ લાવી શહેરમાં શિક્ષણનો ડંકો વગાડ્યો છે ત્યારે ઉચ્ચ પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને શાળાના સંચાલક તેમજ આચાર્ય શિક્ષક ગણ તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. સદભાવના […]

Continue Reading

મોરબી: હળવદ માઈનોર નર્મદાની કેનાલ પર નાળુ નહી બનતા ૫૦ ખેડૂતોની હાલત કફોડી બની

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ બે વર્ષથી ૫૦ જેટલા ખેડૂતોને નાળાનાઅભાવે ખેતરવાડી જવાનો રસ્તો બંધ થઇ જતાં ખેડૂતોમાં સરકાર સામે રોષ સરકાર દ્વારા ખેડૂતોને નર્મદાના નીર મળી રહે તે માટે માઈનોર પેટા કેનાલ બનાવવામાં આવે છે પરંતુ સરકાર ના આયોજન ના અભાવ હોવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના […]

Continue Reading

મોરબી: હળવદ સરકારી કચેરીઓમાં જ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગંદકીનું સામ્રાજ્ય: સરકારી કચેરીઓ ગંદકીથી ખદબદે છે : સરકારી બાબુઓ કચેરીમાં સ્વચ્છતા જાળવી શકતાં નથી. સરકાર દ્વારા દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અત્ર-તત્ર- સર્વત્ર સ્વચ્છતાના અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. જોકે સમય પસાર થતાંની સાથે જ સ્વચ્છતા અભિયાન માત્ર જાહેરાતોમાં અને પોસ્ટરોમાં જ સિમિત રહી ગયું […]

Continue Reading