કેશોદના એમવી બોદર આહિર સમાજ ખાતે નિદાન કેમ્પ યોજાયો.

ડો. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આયોજીત નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પમાં દર્દીઓને ફ્રી નિદાન જરૂરી દવાઓ આપવામાં આવી હતી. કેશોદના એમવી બોદર આહિર સમાજ મુકામે ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડો.સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ અને ગુજરાત આહીર સમાજ પ્રમુખ પૂર્વ મંત્રી અને માણાવદરના ધારાસભ્યશ્રી જવાહર ભાઈ ચાવડાના સહયોગથી […]

Continue Reading

કેશોદ તાલુકામાં આંગણવાડીના બાળકો માટે નાસ્તાનું રાશન ત્રણ મહીનાથી વિતરણ બંધ.

આંગણવાડીના બાળકોને દર અઠવાડિયે વાર મુજબના મેનુ પ્રમાણે નાસ્તા આપવામાં આવે છે. બાળકોને પોષણક્ષમ આહાર મળે તેવો ગુજરાત સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે કેશોદ શહેર તાલુકાભરમાં આવેલ તમામ આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા નાસ્તાની રાશનકિટનું વિતરણ કરવામાં આવતું નથી અને છેલ્લા ત્રણેક માસથી આંગણવાડી કેન્દ્રો દ્વારા સ્વખર્ચે રાશન કિટની ખરીદી કરવામાં આવે છે. જેના […]

Continue Reading

‘રામચરિતમાનસ’ની રચના સોળમી સદીમાં સંવત 1631માં ગૌસ્વામી તુલસીદાસજીએ કરી.

ચૈત્ર સુદ નોમનો પવિત્ર દિવસ એટલેકે રામ નવમીને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે રામ કથા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ઉપર દ્રષ્ટિ કરીએ તો રામાયણ એ અતિ પૌરાણીક ગ્રન્થ છે. વિવિધ રૂપે જોવામાં આવે તો રામાયણ જુદી જુદી ભાષાઓમાં એક હજારથી વધુ સંખ્યામાં જોવા મળે છે. સંસ્કૃતમાં રચાયેલ વાલ્મીકી રામાયણ (આર્ય રામાયણ) અતિ પ્રાચિન માનવામાં આવે છે. […]

Continue Reading

કેશોદના નુનારડા ગામે ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી.

કેશોદ તાલુકાના નુનારડા ગામે માત્ર ચૈત્રી નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે. ગામથી ત્રણેક કિલો મીટર દુર ચોરાયુ માતાજીના મંદિરના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રીનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જ્યાં નુનારડા ગામ સમસ્ત ચોરાયુ ગરબી મંડળ આયોજીત ૨૮મી ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગાયક કલાકારો દ્વારા રજુ થતા પ્રાચીન ગરબામાં ખૈલૈયાઓ […]

Continue Reading

વિસાવદરના પિયાવા ગામે ખુલ્લા કુવામાં પડી જતાં સિંહ મોતને ભેટ્યો, વન વિભાગ ઘટનાસ્થળે દોડ્યો.

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામે એક સિંહના આકસ્મિક મૃત્યુની ઘટના સામે આવી છે. જેમાં વિસાવદરના પિયાવા ગામે ખુલ્લા કુવામાં ખાબકતા સિંહનું કરૂણ મોત નીપજ્યું છે. જો કે શિકારની શોધમાં સિંહ કુવામાં પડ્યો હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી સિંહના મૃતદેહનો કબ્જો લીધો હતો. સૂત્રો અનુસાર વિસાવદર તાલુકાના પિયાવા […]

Continue Reading

ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રામાં 100 કિલો પંજરી પ્રસાદનું વિતરણ કરાશે.

આગામી 10 એપ્રિલે યોજાનાર મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના પ્રાગટય મહોત્સવ પ્રસંગે હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રામાં 100 કિલો પંજરી પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંજરી પ્રસાદ માટે એક વિશિષ્ટ આયોજન કરેલ છે. જેમાં પંજરી પ્રસાદ નાઈટ્રોજન પાઉચમાં પેકિંગ […]

Continue Reading

વાઘેશ્વરી માતાજી પહેલાં કાળમીંઢ પથ્થરોની ગુફામાં બિરાજતા.

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભાવિકો દર્શને ઉમટી રહ્યાં છે ત્યારે મંદિર વિશે ન જાણેલી વાતો અત્રે પ્રસ્તુત છે. જુનાગઢ નગરીનું વાઘેશ્વરી માતાજીનું મંદિર અદભુત અને અલૌકિક અનુભૂતિઓનું સંગમસ્થાન બની રહે છે. આ આધ્યાત્મિક મંદિરનો ઈતિહાસ પણ રોચક રહ્યો છે. કાળમીંઢ પથ્થરોની ગુફામાં વર્ષો પહેલા બિરાજતા આ વાઘેશ્વરી માતાજીના […]

Continue Reading

કેશોદના નાની ઘંસારી ગામે શ્રીમદભાગવત સત્સંગ જ્ઞાનયજ્ઞ કાંતિકારી કુટુંબ કથાનો પ્રારંભ.

રિપોર્ટર- ગોવિંદ હડિયા , કેશોદ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ વેરાવરી માતાજીના મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સત્સંગ જ્ઞાનયજ્ઞ કાંતીકારી કુટુંબ કથાનો પ્રારંભ થયો છે.બેન્ડ પાર્ટીના સંગાથે પોથીયાત્રા યોજાઈ વેરાવરી માતાજીના મંદિરના સાનિધ્યમાં પાંચ દિવસીય કથાનો સમસ્ત ગ્રામજનો લાભ લેશે. સમાજમાં માતૃશક્તિનું સન્માન તેમજ માવતર પ્રત્યેનો પ્રેમ નિર્માણ થાય તેવી ભાવના સાથે શ્રીમદભાગવત સત્સંગ જ્ઞાનયજ્ઞ […]

Continue Reading

કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી થશે.

કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલછે જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવીછે મંદિરમાં અખંડ જ્યોત દિવો પ્રજ્વલિત રાખવામાં આવેછે મંદિરની પુજા પરેશ બાપુ કરેછે આ મંદિરે દર વર્ષે શ્રાવણ મહીનાની સાતમ તથા ચૈત્ર મહીનાની સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે જેમા કેશોદ તાલુકા […]

Continue Reading

કેશોદ તાલુકાના ઇન્દ્રાણામાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવ્યું, સોનાના દાગીના સહિત 2.53 લાખના માલમતાની ચોરી.

જૂનાગઢના કેશોદ તાલુકાના ઈન્દ્રાણા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના તાળા તોડી અજાણ્યા ચાર તસ્કરોએ 2.53 લાખની કિંમતના અંદાજે 15 તોલાના સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઉપરાંત બાજુમાં આવેલા બાલાગામમાં પણ તસ્કરોએ એક દુકાનના તાળા તોડી 11 હજાર રોકડની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાઓ અંગે ફરીયાદ થતા કેશોદ પોલીસે […]

Continue Reading