માંગરોળ ભાટગામ ખાતે છ કરોડના ખર્ચે 66 કેવી.સબ સ્ટેશન નું પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમ ના હસ્તે ભુમિ પૂજન કરાયું .

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ભાટગામ ગામે ઘણા સમયથી 66કેવી.સબ સ્ટેશન માટે આજુબાજુના ગ્રામજનો દ્વાર સરકારમાં રાજુવાત કરતા 66.કેવી સબ સ્ટેશન મજૂર મજૂરી મળી હતી. આજે પશુપાલન મંત્રી દેવાભાઈ મામલ અને ભાજપ આગેવાનો દ્વારા ખાત મૂહુંર્ત તકત્તી અનાવરણ કરી ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના ભાટગામ ગામે સરકાર દ્વારા છ કરોડના […]

Continue Reading

700થી વધુ શિક્ષકો, કર્મીઓના જૂની પેન્શનની માંગને લઇ ધરણાં.

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે શહેરમાં ધરણાં, રેલી કરી આવેદન અપાયું હતું જેમાં 700થી વધુ કર્મીઓ, શિક્ષકો જોડાયા હતા. આ અંગે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ઉપાધ્યક્ષ જીતુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ, ભારતીય મઝદૂર સંઘ,રાષ્ટ્રિય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે 700થી વધુ શિક્ષકો, […]

Continue Reading

કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ઉજવણી કરી.

અખોદર ગામે પ્રાચિન અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જેમાં શીતળા માતાજી સહીત નવ ગ્રહો બિરાજમાન છે. ચૈત્રી સાતમના દિવસે શ્રદ્ધાળુઓ કુલેર અગરબતી દિવેલ નિમક શ્રીફળ સહીતની પ્રસાદી સાથે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે. મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય […]

Continue Reading

કારેજ ગામે ચૈત્રી નવરાત્રી ઉજવણી નિમિત્તે યોજેલ કીર્તન મંડળીમાં રાજ્યકક્ષાના મંત્રી સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહી લાભ લીધો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કારેજ ઘેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ ગુજરાત કોળી સમાજના મહિલા ઉપાધ્યક્ષ જયોતિબેન જલકારીની ખાસ ઉપસ્થિત સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. ચૈત્રી નવરાત્રીની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. માતાજીના આરાધ્યનું પર્વ ચૈત્રી નવરાત્રી નિમીતે […]

Continue Reading

ઉનાળાની સિઝનની સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી સાથે શહેર અગનગોળામાં ફેરવાયું.

જૂનાગઢમાં દિન પ્રતિદિન સૂર્યનારાયણ ભગવાનનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. દરરોજ ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગુરૂવારે ઉનાળાની સિઝનની સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી પડતા શહેર અગનગોળામાં ફેરવાઇ ગયું હતું. જૂનાગઢ શહેરમાં શનિવારથી મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો છે. આ અંગે કૃષિ યુનિવર્સિટીના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શનિવારે 40.1, […]

Continue Reading

22 વર્ષ 1 મહિનો 19 દિવસ દેશની રક્ષા કરનાર નિવૃત્ત ફોજીનું કેશોદમાં સન્માન કર્યું .

કેશોદ રેલવે સ્ટેશન પર નિવૃત્ત ફોજી નિલેશગીરી રામગીરી અપારનાથીનું આગમન થતાં જ હાજર રાજકીય, સામાજીક આગવાનોએ પુષ્યગુચ્છ આપી હારતોરા કરી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બાદ જાહેર માર્ગો પર સન્માનયાત્રા યોજવામાં આવી હતી.મૂળ બાવા સીમરોલીના વતની અને હાલ કેશોદ રહેતાં નિલેશગીરી વર્ષ 2000માં બોર્ડર સિકયુરીટી ફોર્સ તરીકે દેશની સેવામાં જોડાયાં હતાં. તેઓ 22 વર્ષ […]

Continue Reading

કેશોદ રાજપુત કરણી સેના ટીમે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ રાજપુત કરણી સેના કેશોદ ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલાં જ પેપર લીંકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડીયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહયા છે યુવરાજે ઉઠાવેલ અવાજના કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને […]

Continue Reading

કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આયોજન અંગે મીટીંગ યોજાઈ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ કોરોના મહામારીના કારણે બે વર્ષથી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડૉ ભીમરાવ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ આ વર્ષે મેઘવાળ પંચ દ્વારા ધામધૂમથી ઉજવવાનું નક્કી કરેલું હોય છેલ્લા બે […]

Continue Reading

કેશોદના યુવાને પ્રમાણિકતા દાખવી મળેલું પાકીટ મુળ માલીકને પરત આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ  કેશોદના શરદ ચોક વિસ્તારમાંથી પાકિટ મળતા તેમાં એટીએમ કાર્ડ અન્ય ઓરીજનલ ડોક્યુમેન્ટ રોકડ રકમ સાથે મળી આવેલ જે મુળ માલિકને સોંપી માનવતા મહેકાવી. જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ ડ્રાઈવીંગ લાયસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ સહીતના ડોક્યુમેન્ટ કઢાવવા માટે ચાર્જ ચુકવવા સાથે કચેરીઓના અનેક ધક્કા ખાવા પડેછે ત્યારે બેંકના એટીએમ […]

Continue Reading

કેશોદમા ગીતા માર્ચ દાંડી યાત્રાનું સ્વાગત કરાયું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ સોમનાથ થી શરૂ થયેલ ગીતા માર્ચ દાંડી વયાનડાનું કેશોદમાં ભારત વિકાસ પરિષદ અને પાઠક સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનોનું ગુલાબ અને ખાદીના રૂમાલ આપી સ્વાગત કર્યું હતું. કેશોદ ભારત વિકાસ પરિષદ તેમજ પાઠક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કેશોદમાં સોમનાથ થી શરૂ થયેલ ગીતા માર્ચ દાંડી યાત્રા આવી […]

Continue Reading