જૂનાગઢ: કેશોદના અગતરાય ગામમાં આવેલી ડેરીમાં પાંચ વર્ષથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના અગતરાય ગામમાં પ્રદુષણ અટકાવવા ડેરી માલિકની અનોખી પહેલ… ” સાથે હશે વાસણ ત્યારે જ આપશે દૂધ “ આજના યુગમાં ઘણા લોકો પ્લાસ્ટિક નો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે જેનાથી થી મૂંગા પશુઓ તેમજ પર્યાવરણને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જેમાં ઘણા ધંધાર્થીઓમાં જાગૃતતા આવી છે. જેમાં વાત કરીએ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા ગામમાં અમુક અનુસુચિત જાતિના લોકોના ત્રાસ સામે રક્ષણ આપવા માટે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા ગ્રામજનો દ્વારા માંગરોળ ડી.વાય.એસ.પી તેમજ માંગરોળના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા હતુ કે ગામમાં અમુક માથાભારે અનુસૂચિત જાતિના લોકો ગામમાં આવેલી દુકાનોમાં પૈસા બાકી રાખીને માલ સામાન લઈ જતા હોય તેમ જ ઉધારી થઈ જાય તો દુકાનદારો લેણી રકમની ઉઘરાણી કરે તો તેઓને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના કેવદ્રાની સરકારી શાળા પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ આકર્ષિત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના કેવદ્રા ગામની પે.સેન્ટર પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા શાળાને સુશોભિત કરવામાં આવી છે. શાળામાં રીનોવેશન ડિઝાઇન અલગ અલગ વૃક્ષો અને રંગબેરંગી ફૂલોના છોડ રોપવામાં આવ્યા છે. જેથી શાળાનું વાતાવરણ બાળકો માટે પ્રફુલ્લિત બની શકે છેલ્લા દસ મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે તે સમયગાળામાં શાળાની સ્વચ્છતા અને સુંદરતા શાળાના શિક્ષકગણ એ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની બજારમાં ખાખઠી(આંબાનો મૉર)નું આગમન..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ગત વર્ષની સરખામણીએ બજારમાં ખાખડીનું બે સપ્તાહ મોડું આગમન સાથે ઉંચા ભાવે ખાખઠીનું વેચાણ અવારનવાર વાતાવરણમાં બદલાવના કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા ફાલ જોવા મળી રહયા છે સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફલાવરીંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે ફેબ્રુઆરીમાં મગીયો બંધાઈ ખાખઠીનું બંધારણ થાય છે ત્યારે થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાના માંગરોળ શિફા હોસ્પિટલ ખાતે આંખના મોતીયાનું ફ્રી નિદાન કેમ્પ અને ફ્રી ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળની શિફા હોસ્પિટલ ખાતે શિફા હોસ્પિટલ અને ધ ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી આર્થિક રીતે મધ્યમ વર્ગના લોકો માટે આંખના મોતીયાનું ફ્રી નિદાન કેમ્પ અને ફ્રી ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં અમદાવાદના આંખના સર્જન ડોક્ટર ધવલ રાજપરાએ તેમની ટીમ સાથે સેવા આપી હતી, આ કેમ્પમાં આંખના મોતિયાનાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નિવૃત આર્મી મેનનું સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ આર્મીમાંથી નિવૃત થતા સૈનિકનું કેશોદમાં વિવિધ સંસ્થા તેમજ વિવિધ સમાજ દ્વારા ચાર ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સ્વાગત કરવામાં આવ્યું. કેશોદના અને આર્મીમાં સતત ૧૬ વર્ષ ફરજ બજાવી દેશ સેવા કરી અને આજરોજ નિવૃત થઇ કેશોદ વતન આવેલ સૈનિક એવા પ્રફુલભાઈ ધૂળા સન્માન કાર્યકર્મ કેશોદના ચાર ચોક વિસ્તારના ડો. બાબા […]

Continue Reading

કેશોદના અગતરાય ગામે એલઈડી સ્ક્રીન પર હારજીતનો રમાતો જુગાર ઝડપાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ પોલીસ દ્વારા પાંચ વ્યક્તિઓ સાથે રૂપિયા ૫૫૨૦૦/-નો રોકડ મુદામાલ કબજે કર્યો કેશોદ તાલુકાના અગતરાય ગામે આવેલ બાગ વિસ્તારમાં દુકાન ભાડે રાખી બાંટવાનાં રહીશ રવીભાઈ મનુમલ પુંજાઈ એલઈડી સ્ક્રીન પર આંક ફેરનો પૈસાથી હારજીતનો જુગાર સાતેક દિવસથી રમાડી યંત્રોના ચિત્રો ઉપર અગીયાર રૂપિયા લગાવી દર પંદર મિનિટ પછી ડ્રો કરી વિજેતાઓને […]

Continue Reading

જુનાગઢ જિલ્લા રેવન્યુ પ્રિમયર લીગ-૨૦૨૧માં કેશોદ પ્રાંત કચેરી વિજેતા બની…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કોવીડ-૧૯ ની સતત કામગીરી થી માનસિક શારીરિક તનાવમુક્ત બનવા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ… જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હેઠળની પ્રાંત કચેરીઓ અને કલેકટર કચેરીનાં કર્મચારીઓ ની ક્રિકેટ ટીમો વચ્ચે જુનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩) આયોજીત રેવન્યુ પ્રિમયર લીગ-૨૦૨૧ જ્ઞાનબાગ, સ્વામિનારાયણ ગુરુકુલ જુનાગઢ ખાતે યોજવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી,અધિક કલેકટર કચેરી, […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં રખડતાં ઢોર અને ખુંટીયાઓનાં ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સાંસદ, ધારાસભ્યની લોલીપોપ વચ્ચે સ્થાનિક નગરપાલિકા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ… સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોર અને ખુંટીયાઓની સમસ્યા માથાનાં દુઃખાવા સમાન બની છે ત્યારે સમયાંતરે એનું નિરાકરણ લાવવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નક્કર કાર્યવાહી કરી અશત: રાહત મળે એવાં પગલાં ભરવામાં આવતાં હોય છે પરંતુ કેશોદ શહેરમાં નગરપાલિકાને લાગેવળગે છે ત્યાં સુધી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ આઈ.એસ ગ્રુપ દ્વારા આયોજિત પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ, સ્ટાર ઇલેવન વિજેતા..

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ટાવર મેદાન ખાતે આઈ.એસ ગ્રુપ માંગરોળ દ્વારા માંગરોળ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ સ્ટાર ઇલેવન અને આઈ એસ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં માંગરોળની સ્ટાર ઇલેવન વિજેતા થઇ હતી. વિજેતા ટીમને ટ્રોફી સાથે વીસ હજાર રૂપિયાનો […]

Continue Reading