વેરાવળ બંદરમાં આધુનિક સુવિધા વધારવા અને નિયમિત ડ્રેજીંગ કરાવવાની ધારાસભ્યએ વિધાનસભામાં રજૂઆત કરી.

મત્સ્યોદ્યોગના હબ ગણાતા એવા વેરાવળ બંદરમાં જરૂરીયાત મુજબની સુવિધા વધારવા તથા નિયમિત ડ્રેજીંગની કામગીરી કરાવવા ઉપરાંત ગત વર્ષે આવેલા વાવાઝોડામાં દરીયામાં લાપતા બનેલા પાંચ માછીમારોના પરીવારજનોને સહાય આપવા સહિતના પ્રશ્નો વિધાનસભાના સત્ર દરમિયાન સોમનાથના કોંગી ધારાસભ્યએ ઉઠાવ્યા હતા. તેમજ આ સંબંધે કાર્યવાહી કરી ઉકેલવાની માંગ કરી હતી. સોમનાથના ધારાસભ્ય એ વિધાનસભા સત્રમાં બંદર અને માછીમારોના […]

Continue Reading

તાલાલા પંથકમાં સુજલામ-સુફલામનાં કામોમાં ગેરરિતી, જંગલના પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારમાંથી ચેકડેમનાં બદલે જંગલની જમીન ખોદાવા લાગી.

તાલાલા પંથકમાં આવેલ ચેકડેમો- બોડીબંધ અને નદીઓમાં ચોમાસા પૂર્વે પાણીની સંગ્રહ શક્તિ વધારવા સુજલામ- સુફલામ યોજનાના કામો શરૂ થયા હોય ત્યારે વનવિભાગ દ્વારા કરાવાતા કામમાં ભારે ગેરરિતી થતી હોવાનું સામે આવ્યું છે. તાલાલા તાલુકાના જેપુર (ગીર) વિસ્તારના પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારની સર્વે નં-91ની જમીનમાં આવેલ ચેકડેમ ઉંડા ઉતારવા વિભાગીય લેવલે કામગીરી શરૂ થયેલ. પરંતુ કામગીરી ચેકડેમ […]

Continue Reading

વેરાવળમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરાયો, બેજવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરાઈ.

વેરાવળ શહેરમાં આરોગ્ય સેવા વિકસી હોવાથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી દર્દીઓ અત્રે હોસ્પિટલોમાં સારવાર અર્થે આવે છે. શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘણી હોસ્પીટલો અને ક્લિનીકો આવેલા છે. ત્યારે આ જ વિસ્તારમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે કોંગી નગરસેવક દ્વારા પાલીકા તંત્રને લેખીત રજૂઆત કરી બેજવાબદારી દાખવનારી હોસ્પીટલ અને […]

Continue Reading

તાલાલાનાં નિવૃત શિક્ષક દંપતીએ આંબળાશ ગીરની વાંચનાલયને ૨૫૧ પુસ્તકોની ભેટ આપી.

“જ્ઞાન વહેંચો એટલું વધે”સૂત્રને સાર્થક કરનાર કે.ડી.ફાટક અને રશ્મિબેન ફાટકની પ્રેરણાદાયી કામગીરી સૌએ બિરદાવી. આંબળાશ ગીર ગામના સરપંચ માયાબેન વાછાણી તથા પંચાયત પરિવારે ફાટક પરિવારનો આભાર વ્યક્ત કર્યો. તાલાલા ગીરના નિવૃત શિક્ષક કે.ડી.ફાટક તથા રશ્મિબેન ફાટક તથા તેમના પુત્ર બોરવાવ ગીર મેડિકલ ઓફિસર ડો.સિદ્ધાર્થભાઈ ફાટકે વિવિધ પ્રકારના વૈવિધ્યપૂર્ણ ૨૫૧ પુસ્તકો આંબળાશ ગીર ગામની ગ્રામ પંચાયત […]

Continue Reading

તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ધમધમતી કરાવવા નેતાગીરીનો પન્નો ટૂંકો પડે છે.

રાજ્ય સરકારે બંધ પડેલ ખાંડ ફેક્ટરીઓને ધમધમતી કરવા કોડીનારને રૂ.૩૦ કરોડ,ઉકાઈ અને વ્યારા રૂ.૩૦ કરોડ,કાવેરી અને વલસાડને પાંચ-પાંચ કરોડની આર્થિક સહાય. ગ્રામીણ વિસ્તારમાં રોજગારી ઊભી કરવા સરકારે નવો ઉદ્યોગ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જ્યારે હયાત ઉદ્યોગ સહાય આપવાથી ચાલુ થઈ શકે તેમ હોય તાલાલા પંથકને ન્યાય આપવા પ્રબળ લોક માંગણી.ગુજરાતની બંધ પડેલ […]

Continue Reading

શહીદ દિનની સાંજે દેશભક્તિનો રંગ છવાયો : વેરાવળમાં 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય “તિરંગા યાત્રા” નીકળી, રાષ્ટ્રપ્રેમી યુવાનો-સ્થાનિકો સ્વયંભૂ જોડાયા.

શહેરના યુવાનોએ શહીદ દિન નિમિત્તે તિરંગા યાત્રાનું અનેરું આયોજન કર્યુ. બુધવારે શહીદ દિવસને લઈ વેરાવળના રાજમાર્ગો પર 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય “તિરંગા યાત્રા” દેશભક્તિ સભર માહોલમાં નીકળી હતી. શહેરના યુવાનો દ્વારા શહીદ દિવસને લઈ આ અનેરું આયોજન કરાયું હતું, જેને શહેરીજનોએ આવકાર્યુ હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા […]

Continue Reading

તાલાલા ખરીદ કેન્દ્ર પર 550 ખેડૂતોનાં ચણા વેંચાયા.

તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે ચણાનાં પાકની ટેકાના ભાવે ખરીદી માટે 2900થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય.જેમાં 1 માર્ચથી ખરીદી શરૂ થતા 700 ખેડૂતોને ચણા વેંચવા બોલાવેલ જેમાં 550 જેટલા ખેડૂતોએ યાર્ડનાં ખરીદ કેન્દ્રમાં ચણા વેંચી બજારભાવ કરતા મણે દોઢસો રૂપિયા ઉંચા મેળવી ખરા અર્થમાં ટેકો મેળવ્યો છે. તાલાલા યાર્ડ ખાતે ચણા ખરીદ કેન્દ્રનું કામ સંભાળતી […]

Continue Reading

વેરાવળની સિવીલ હોસ્પીટલમાં સીટી સ્કેન અને એમ.આર.આઈ.ની સારવાર માટે મશીન ઉપલબ્ધ કરાવવા ધારાસભ્યએ માંગ કરી.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં કાર્યરત સિવીલ હોસ્પિટલમાં દરરોજ 6 તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવે છે. ત્યારે આ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ અને આરોગ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખી સિવીલમાં સીટી સ્કેન મશીનની સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા સોમનાથના ધારાસભ્યએ વિધાનસભાના સત્ર દરમિયાન માંગ ઉઠાવી હતી. આ પ્રશ્નની વિધાનસભામાં સોમનાથના ધારાસભ્યએ રજૂઆત કરતા […]

Continue Reading

તાલાલા ગીર : તાલાલા શહેર ભાજપે ભાજપનો ભવ્ય વિજય ઉજવ્યો

રીપોર્ટર – રાજેશ ભટ્ટ ,તાલાલા ગીર   તાલાલા ગીર માં જુના બસસ્ટેન્ડ ચોકમાં આતશબાજી કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલ શાનદાર વિજયને તાલાલા શહેર ભાજપે ભવ્યતાપૂર્વક વધાવ્યો હતો. તાલાલા નગર પાલિકા કચેરીએથી ભાજપના અગ્રણીઓ-કાર્યકરો વિજય રેલી સાથે જુના બસ સ્ટેન્ડ ચોક પહોંચ્યા હતા ત્યાં ભાજપના વિજયનાં વધામણાં કરતાં સૂત્રોચ્ચાર સાથે આતશબાજી કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્ય […]

Continue Reading

ભોઇ સમાજ દ્રારા વેરાવળમાં હોલીકા ઉત્‍સવ પર્વે કાળ ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરશે

વેરાવળ શહેરમાં ભોઇ સમાજ દ્વારા દર વર્ષની પ્રણાલિકા મુજબ આ વર્ષે હોલિકા ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં ભૈરવનાથ દાદાની 30 ફુટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવશે. જેના દર્શનાર્થે વેરાવળ સહિત આસપાસના ગામોમાંથી હજારો લોકો ઉમટી પડશે. તા.17ને ગુરૂવારે શારદા હાઉસીંગ સોસાયટી (ભોય સોસાયટી) ખાતે હોલિકા ઉત્સવ મનાવવા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં […]

Continue Reading