ગ્રીન એનર્જી ઉત્પન્નમાં ભાવનગર બીજા સ્થાને, 10,911 ઘરમાં સોલાર સિસ્ટમ.

સૂર્ય પ્રકાશથી ઉત્પન થતી વીજળીમાં ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા સ્થાને છે. ભાવનગર જિલ્લામાં ઘર વપરાશ માટે અત્યાર સુધીમાં ૧૦,૯૧૧ ઘરની છત-અગાશીઓમાં સોલાર રૂફટોપ પેનેલ લગાવવામાં આવી છે. ઘરોમાં લાગેલી સોલાર સિસ્ટમથી ૩૭.૪૬૪ મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સમય સાથે વીજળીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. મુખ્યત્વે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને નુકશાન […]

Continue Reading

ભાવનગરની મ્યુનિસિપલ શાળાઓમાં દુર્ઘટના થાય તો તંત્ર જ જવાબદાર કારણ કે 3 કરોડની ગ્રાન્ટ પડી છે છતાં શાળાઓ રિપેર થતી નથી.

ભાવનગરની સરકારી શાળાઓમાં ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા માટે બાળકોને મળતી શૈક્ષણિક સુવિધાઓ પણ મોટાભાગે જવાબદાર છે. કોર્પોરેશન દ્વારા સપ્ટેમ્બર 2020માં શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બિલ્ડીંગનો સર્વે કરી કોર્પોરેશન હસ્તકની જર્જરિત શાળાઓને રીપેરીંગ કરવા રૂ. 3.32 કરોડનો અંદાજ પણ માંડ્યો હતો. પરંતુ તે 46 જર્જરીત શાળાનો રિપેરિંગ માત્ર સર્વમાં જ રહી ગયો. અને અનેક શાળાના જર્જરિત […]

Continue Reading

ભાવનગરના નવા એસ.પી તરીકે ડો.રવિન્દ્ર પટેલએ ચાર્જ સંભાળ્યો, સ્ટાફે બુકે આપી સ્વાગત કર્યું.

ભાવનગરના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની રાજકોટ રૂરલના એસપી તરીકે બદલી કરાયા પછી અને તેમના સ્થાને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ઝોન-1 ડીસીપીમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી ડો.રવિન્દ્ર પટેલની ભાવનગર બદલી કર્યા પછી તેઓ આજે ભાવનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં હાજર થયા હતા. આજરોજ ડીવાયએસપી કચેરી ખાતે ભાવનગર રેન્જના આઈ.જી.અશોક કુમાર વા એસપી ડો.રવિન્દ્ર પટેલને બુકે […]

Continue Reading

પીલગાર્ડનમાં પીવાનુ પાણી મળતુ નથી, ફુવારા પણ બંધ.

સરકારી તંત્રમાં જે તે કામ માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે, આવુ જ ભાવનગર શહેરના પીલગાર્ડનમાં જોવા મળી રહ્યુ છે. મહાપાલિકા હસ્તકના પીલગાર્ડનમાં આજે સોમવારે પીવાનુ પાણી ના હતુ તેથી ફરવા આવતા લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં. આ ઉપરાંત કેટલાક ફુવારા પણ બંધ હાલતમાં હતાં.  […]

Continue Reading

ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના માર્કેટીંગ યાર્ડો ફરી ધમધમવા લાગ્યા.

માર્ચ એન્ડિગ બાદ ગોહિલવાડના વિવિધ માર્કેટીંગ યાર્ડોમાં  ફરી વખત ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતપેદાશોની ધૂમ આવક શરૂ થતા મોટા ભાગના યાર્ડની બંને સાઈડ જણસ ભરેલા વાહનોની એકથી બે કિલોમીટરની લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ રહી છે. આજે સોમવારે પણ યાર્ડમાં વિવિધ જણસોની આવક શરૂ થઈ રહી હતી.મહુવાના યાર્ડમાં સફેદ કાંદાની ધૂમ આવક નોંધાઈ રહી છે. ભાવનગર અને બોટાદ […]

Continue Reading

ભાવનગરમાં સરકારી ડોક્ટરો બીજા દિવસે હડતાળ પર, રામદરબાર યોજી વિરોધ દર્શાવ્યો.

ભાવનગર સહિત ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેના આજે બીજા દિવસે પણ હડતાળ શરૂ રાખવામાં આવી હતી. આજરોજ ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજ ખાતે રામદરબારનું આયોજન કરી નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજ ભાવનગર ખાતે બી.પી.બોરીચા પ્રમુખ GIDAનાએ હડતાળ મુદ્દે જણાવ્યું છે કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ […]

Continue Reading

ભાવનગરમાં ગ્રીન સિટીથી હરિયાળી છેલ્લા 10 વર્ષમાં 36 હજાર વૃક્ષો ઉછેર્યા.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉનાળામાં ભાવનગર શહેરમાં ગુજરાતના અન્ય શહેરોની તુલનામાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ શહેરમાં વધી રહેલી હરિયાળી છે. એક તો ભાવનગર શહેરમાં વિક્ટોરિયા પાર્કમાં લીલાછમ વૃક્ષો આવેલા છે. આ સાથે છેલ્લા દસ વર્ષથી ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરમાં 36 હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તે પણ એક મહત્વનું પરિબળ […]

Continue Reading

રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યામાં સમગ્ર રાજ્યમાં ભાવનગર નંબર વન, વડની છાલ, પાન, ટેટા, વડવાઈનો ઔષધિય ઉપયોગ.

રાષ્ટ્રીય વૃક્ષ ગણાતા વડની ગુજરાત રાજ્યમાં કુલ સંખ્યા 9,36,979 છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં જ રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા 1,21,347 છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા નોંધાયેલી છે. રાજ્યમાં રાષ્ટ્રીય વૃક્ષની જે કુલ સંખ્યા છે તેના 12.95 ટકા એટલે કે લગભગ 13 ટકા વડ તો એકલા ભાવનગર […]

Continue Reading

સાળંગપુરધામ ખાતે હનુમાન જયંતિ નિમીત્તે બીજમંત્ર અનુષ્ઠાનનો પ્રારંભ.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બરવાળા તાલુકાના સાળંગપુરધામ ખાતે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે આગામી તા.૧૬ એપ્રિલે હનુમાન જયંતિની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. તેને અનુલક્ષીને હનુમંત મંત્ર અને બીજમંત્ર અનુષ્ઠાનનો શુભારંભ કરાયો છે. સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિના પવિત્ર પ્રસંગે કોઠારી સ્વામીના માર્ગદર્શન તળે શનિવારથી હનુમંત મંત્ર […]

Continue Reading

એસ.ટી.ના કર્મીઓને આર્થિક લાભ આપવામાં થતો અન્યાય.

એસ.ટી. નિગમ રાજ્યના લોકોને અવિરત સેવા આપી રહ્યું છે. પરંતુ નિગમના કર્મચારીઓને આર્થિક લાભ આપવામાં સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. એક તરફ છેલ્લા આઠ વર્ષમાં ડીઝલના ભાવ બમણાં જેટલા થવા પહોંચ્યા છે, તેમ છતાં ભાડામાં કોઈ વધારો કરાયો નથી અને બીજી તરફ સરકાર તરફથી આપવામાં આવતી સબસીડીમાં અડધાથી વધુની રકમનો કાપ મુકવામાં આવતા કર્મચારીઓ […]

Continue Reading