પંચમહાલ: શહેરા તાલુકાના સુરેલી ગામના યુવાનને બિનવારસી મળેલ પાકીટને પરત કરી માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના સુરેલી ગામના યુવાનને ગોધરા રેલવે સ્ટેશન થી બિનવારસી પાકીટ મળેલ હતું. યુવાને ગોધરાના રહીશનું પાકીટ પરત કરી માનવતા અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ. બનાવ કંઈક એવા પ્રકારનો છે કે ગોધરાના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા જયેશભાઇ મકવાણા તેમની પત્ની અને બાળકો સાથે સબંધીના લગ્ન પ્રસંગે મુંબઇ જઈ રહયા હતા અને ગોધરા રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના જુનાધાયકા ગામ પાસેથી પસાર થતી પાનમની મુખ્ય કેનાલ માંથી હજારો લીટર પાણીનો વેડફાટ…

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના જુના ધાયકા ગામ પાસે પસાર થતી પાનમની મુખ્ય કેનાલ પાણીથી છલકાઈ જતા પાણી ભરેલ કેનાલમાંથી હજારો લીટર પાણી કોતરમાં વહેતુ જોવા મળેલ હતુ. શહેરા તાલુકામાં આવેલ પાનમ જળાશય આધારિત મુખ્ય કેનાલ તાલુકાના જુના ધાયકા ગામ પાસેથી પસાર થતી હોય છે. આ કેનાલમાંથી ખેડૂતો સિંચાઇ માટે પાણી મેળવતા હોય છે. પાનમ વિભાગે […]

Continue Reading

પંચમહાલ: શહેરા નગર ખાતે બાયપાસ રોડની નજીકમાં માલિકીની જમીનમાં મંજૂરી વગર માટી ઠાલવતા વાહનોને ડિટેન કરાયા.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરમાંથી પસાર થતા નાડા બાયપાસ રોડની નજીકમાં માલિકીની જમીનમાં ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર હાઈવા ડમ્પરમાં માટી ભરીને નાખવામાં આવી રહી હતી. મામલતદારે સ્થળ ખાતે પહોંચી જઇને જરૂરી કાર્યવાહી હાથધરીને જે.સી.બી.અને હાઈવા ડમ્પરને ડિટેન કરી મામલતદાર કચેરી ખાતે લઇ જવામાં આવ્યા હતા. શહેરા નગરમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં નાડા બાયપાસ રોડને અડીને હાઈવા […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડીએ સાઈડમાં ઉભેલ બે વૃધ્ધોને અડફેટે લેતા બંને વૃધ્ધોનું મોત નીપજ્યું.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના સરાડીયા ગામે તુફાન ગાડીએ રોડની સાઈડમાં ઉભેલ બે વૃધ્ધોને અડફેટે લેતા બંને વૃધ્ધોનું મોત નીપજ્યું હતું, જોકે અડફેટે લેનાર તુફાન ગાડીમાંથી રૂ.૭૦ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સરાડીયા ગામના સ્વરૂપસિંહ કાળુભાઈ બારીઆ અને અભેસિંહ દીપસિંહ પગી […]

Continue Reading

શહેરા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો કોંગ્રેસ છોડી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશેની ચર્ચાએ જોર પકડ્યું.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકાના ૬ વોર્ડની અંદર સમાવિષ્ટ થતી કુલ ૨૪ બેઠકોની ચુંટણી આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે શહેરા નગરમાં એવી ચર્ચાએ જોર પડકયું છે કે શહેરા નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો કોંગ્રેસના મેન્ડેટ પરથી નહીં પરંતુ અપક્ષમાંથી ઉમેદવારી કરશે તેવી ચર્ચાઓએ જોર પડકયું […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં એક દિવસીય વોલીવોલ ટુર્નામેન્ટ-૨ નું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરમાં એક દિવસીય વોલીવોલ ટુર્નામેન્ટ-૨નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલાસિનોરની ટીમનો વિજય થતાં ટ્રોફી અને રૂ.૫૦૦૦ નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં એક દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટ-૨ રમતનું આયોજન નગરના રહીશ મોહમ્મદ હનીફખાન પઠાણ, અમાનુલ્લાખાન પઠાણ અને લીયાકતખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શહેરા સહિત અલગ-અલગ […]

Continue Reading

બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા બી.એસ.એફ જવાનનો પાર્થિવદેહને માદરે વતન લાવી અંતિમ વિદાય અપાઈ..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના બામરોલી ગામના BSFના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરૂવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવદેહને માદરે વતન બામરોલી ખાતે લવાયો હતો,દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી. શહેરા તાલુકાના બામરોલી ગામના […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાનનું બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડ દરમિયાન મોત..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાન બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડમાંચક્કર આવતા તેમનું મોત નિપજ્યું હતું. બી.એસ.એફ જવાન ના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો.જ્યારે ત્રણ છોકરાઓએ પિતાનો સહારો ગુમાવ્યો હતો. સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા શહેરા તાલુકાના ૩૯ વર્ષીય જવાનનું પરેડ દરમિયાન પડી જતા મૃત્યુ થતા જવાનના પરીવરજનોમાં ઘેરો શોક છવાયો છે. […]

Continue Reading

પંચમહાલ: શહેરામા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરામા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા સેવા સદન અને બી.આર.સી.ભવન ખાતે શિક્ષકો દ્વારા સશક્ત, સુરક્ષિત, પોસ્ટલ બેલેટ, જાગૃત, સતર્ક, સુરક્ષિત ઈ.વી.એમ., વી.વી.પેટ.,એપિક વોટર હેલ્પલાઇન વગેરેની રંગોળી બનાવી હતી. વધુ લોકોમાં જાગૃતિ લાવી વધુ લોકો મતદાન કરે તે માટે બી.આર.સી ડૉ.કલ્પેશ આર.પરમાર, વિપુલ પાઠક, જયપાલસિંહ બારીઆ, મહેશ પટેલ, સરદારસિંહ, વિનોદ પટેલ અને શિક્ષણ વિભાગે સફળ બનાવવા […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ પંચવટી સોસાયટીના બંધ મકાનમાં ચોરોએ હાથ સાફ કર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરામાં ચોર ટુકડી એક બાદ એક બંધ મકાનને નિશાન બનાવીને ચોરી ને અંજામ આપી રહયા છે. નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ પોઇન્ટ થી બસો મીટર દૂર આવેલ પંચવટી સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરી હતી. જ્યારે આ વિસ્તારની સોસાયટીઓના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. શહેરામાં વધતી જતી ઠંડી વચ્ચે ચોર ટુકડી સક્રિય […]

Continue Reading