પંચમહાલ: શહેરા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની માઈક્રોસોફ્ટ ટીમ અને ગુગલ ડિજિટલ તાલીમ યોજાઈ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા તાલુકાની ૫૦ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની ડીઝીટલ તાલીમ વર્કશોપ સરકારી વિનયન કોલેજ કાંકરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ બી.એસ.પંચાલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ડૉ. વી.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને અને સરકારી વિનયન કોલૅજના આચાર્ય ડૉ.વિપુલ ભાવસાર અતિથિ વિશેષના સાનિધ્યમાં યોજાઈ. હાલ માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા […]

Continue Reading

હાલોલમાં કોંગ્રેસે હાથરસના બનાવ અને ખેડૂતોના પાકના પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ.

રિપોર્ટર: કાદિરદાઢી, હાલોલ હાલોલ મામલતદાર કચેરી ખાતે હાલોલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસ ગામે બનેલા યુવતી ઉપરના અત્યાચારના બનાવ તેમજ ખેડૂતોના પાક નિષ્ફળ જવા બાબતે હાલોલ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. જેમા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં યુવતીનું અપહરણ કરીને ગેંગરેપ […]

Continue Reading

કાલોલ તાલુકાના કાનોડ ગામે થી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત ૩ શખ્સોને ઝડપી પાડ્યા.

હાલ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર રીતે થતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે કાલોલ પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદારોની રાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના કાનોડ ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઇ રહી […]

Continue Reading

પંચમહાલ: શહેરા સ્ટેટ બેંકમાં અપૂરતી સગવડના કારણે ખાતેદારોને પડતી હાલાકિ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા સ્ટેટ બેંક ખાતે સવારથી ખાતેદારોની રૂપિયા ઉપાડવા માટે લાંબી કતારો લાગી રહી છે. જ્યારે બેંક ખાતે રૂપિયા ઉપાડવા માટે અને ભરવા માટે એક માત્ર જ કાઉન્ટર હોવાથી ખાતેદારોને તકલીફ પડતી હોય છે. જ્યારે બેંક ખાતે સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ સાથે સરકારની ગાઇડલાઇનનું જે પાલન થવુ જોઈએ તે થઈ રહયુ નથી. શહેરા […]

Continue Reading

ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમૂહુર્ત યોજાયું.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમૂહુર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પંચાયતી રાજ સિસ્ટમના સુદ્રઢીકરણ દ્વારા છેવાડાના માનવીને મળતી સુવિધાઓની ઉપલબ્ધિ વધુ ઝડપી, સરળ અને સુગમ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. મહાત્મા ગાંધીજીના સ્વપ્ન અનુસાર પંચાયતી રાજની સંસ્થાઓના સશક્તિકરણ […]

Continue Reading

પંચમહાલ: શહેરાના ધામણોદની મુવાડી પાસેથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના ધામણોદની મુવાડીપાસેથી પોલીસે નાકાબંધી કરીને ઈકોગાડી માંથી ૪૫,૮૪૦ રૂપિયાનો દારૂ અને બિયર નો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે રૂપિયા ૧,૪૫,૮૪૦ ના મુદ્દામાલ જપ્ત કરીને ચાલકને પકડી પાડ્યો હતો. શહેરા તાલુકા ના ધામણોદની મુવાડી થી મોરવા હડફ જતા માર્ગ ઉપરથી દારૂ ભરેલ વાહન પસાર થવાની માહિતી પોલીસને […]

Continue Reading

હાલોલમા માઁ મોટર્સ ખાતે પંચમહાલ જિલ્લાના સમસ્ત પંચાલ સમાજની મિટિંગનું કરાયું આયોજન.

હાલોલ પંચાલ સમાજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પંચાલ(માઁ મોટર્સ),ઉપપ્રમુખ સુરેશભાઈ પંચાલ તથા સમાજ આગેવાન એવા હેમેશભાઈ પંચાલ દ્વારા સમસ્ત પંચમહાલના પંચાલ સમાજની એક મિટિંગ નું આયોજન હાલોલમા માઁ મોટર્સ ખાતે કોરોનાની ગાઈડલાઇનનું સાથે કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને મહીસાગર જિલ્લાના પંચાલ સમાજના પ્રમુખ જલદીપભાઈપંચાલ તથા ઉપપ્રમુખ મુકેશભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના પંચાલ […]

Continue Reading

શહેરામાં ટ્રેકટર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત,બાઈક સવારનું સારવાર દરમ્યાન મોત.

રિપોર્ટર : પ્રિતેશ દરજી, શહેરા શહેરાના બલૂજીના મુવાડા પાસે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજા થતાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શહેરા તાલુકાના બલુજીના મુવાડા પાસે સંતરામપુર તાલુકાના આંજણવા ગામના હરેશભાઈ રણછોડભાઈ ધોરી બાઇક ઉપર પસાર થતી વખતે તેમની […]

Continue Reading

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર પટાંગણનો અતિ પ્રાચીન ભાગ અચાનક તૂટી પડતા અફરાતફરી મચી

પંચમહાલમાં આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર અને મહાકાળી મંદિરનું ખુબ જ ધાર્મિક મહત્વ છે. દેશ વિદેશના સેંકડો યાત્રાળુઓ માં મહાકાળીના દર્શને આવતા હોય છે. ખાસ કરીને ગઈ કાલે રવિવાર હોવાથી પાવાગઢ દર્શન માટે અંદાજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા આવા સમયે જો કોઈ મોટી દુર્ઘટના સર્જય તો ભારે જાનહાની થવાની શક્યતાને નકારી શકાય નહી. પાવાગઢ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત વધુ ૩૯ બાળકોની અરજી મંજૂર.

પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના હેઠળ ૩૯ બાળકોને માસિક રૂ. ૩,૦૦૦ ની અને શેરો પોઝિટિવ ઈલનેસ અંતર્ગત ૪૮ બાળકોની શિષ્યવૃતિ સહાયને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ફોસ્ટર કેર યોજના અંતર્ગત એક અરજી મંજૂર થઈ છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૂવલ સમિતીની બેઠકમાં સપ્ટેમ્બર-૨૦૨૦માં કુલ ૩૯ અનાથ અને નિરાધાર […]

Continue Reading