એસ.ઓ.જી પોલીસે એક ઇસમ પાસેથી ૫૦૦-૧૦૦૦ રૂપિયાની જુની રદ કરાયેલી બે લાખની ચલણી નોટો ઝડપી પાડી.

પંચમહાલ જીલ્લાના હાલોલનગરના પાવાગઢ રોડ પાસે આવેલા મહાદેવ મંદિર પાસે જીલ્લા એસઓજીની ટીમે વડોદરાના ઇસમને સરકાર દ્વારા બંધ કરવામા આવેલી જુની ૫૦૦-૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો સાથે પકડી પાડ્યો હતો.આ અંગે હાલોલ પોલીસ મથકમા ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ એસસોજીની ટીમને હાલોલના પાવાગઢ રોડ પાસે પેટ્રોલિંગમા હતા.તે સમયે તેમને બાતમી […]

Continue Reading

કાલોલ પોલીસનો બુટલેગર પર સપાટો: રૂ.૬,૧૦,૬૪૦નો મુદ્દામાલ જપ્ત.

કાલોલ પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે હવે લાલ આંખ કરી છે. દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા માટે કાલોલ પોલીસ દિવસ રાત ખડેપગે મેહનત કરી રહી છે. જોકે તેઓ ની મેહનત સફળ થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે કાલોલ પોલીસને દારૂ ની હેરાફેરી કરતા લોકો ને પકડવામાં સફળતા મળી […]

Continue Reading

કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન દ્વારા ફાઇલ ચાર્જીસના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ અને ધમકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..

૨૫% ફી સરકારે ઘટાડી હવે સ્કૂલો દ્વારા આડકતરી રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે… પંચમહાલ જિલ્લાના કાલોલની શાંતિનિકેતન શિક્ષણ સંકુલ માં ચાલતી ખાનગી શાળાના સંચાલકો ફાઈલ ચાર્જ ના બહાને વાલીઓ પાસે ફી ની પઠાણી ઉઘરાણી કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ.. કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન દ્વારા ફાઇલ ચાર્જીસ ના નામે વાલીઓ પાસેથી ઉઘાડી […]

Continue Reading

પંચમહાલ: કળિયુગનું મહાભારત: શહેરામાં મોટાભાઈએ જ નાનાભાઈની કરી કરપીણ હત્યા.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના લાભી ગામના જેસોલિયા ફળિયામાં મોટા ભાઈને નાના ભાઈએ ગંદી ગાળો બોલવા માટે ના કહેતા ખૂની ખેલ ખેલાયો હતો. મરણ જનારને પોતાના મોટા ભાઈ તેમજ મોટાભાઈની પત્ની અને સસરા એ ગુસ્સામાં આવીને લાકડીથી અને હાથથી માર મારતા મોત નીપજ્યું હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે આ મામલે ૩૦૨ […]

Continue Reading

પંચમહાલ: ઘોઘંબા ચાઠા ગામે પરિવારને બાનમાં લઇ તમંચાની અણીએ સનસનીખેજ લૂટ ચલાવી.

હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. લોકોના ધંધા રોજગારી હાલ ઠપ થઇ ગયા છે. આવા કોરોના ના કપરા કાળમાં જ્યાં ગરીબ પરિવારોને ખાવાના ફાંફા પડી રહ્યા છે ત્યાં ચોરી અને લૂંટના બનાવો છાસવારે પ્રકાશમાં આવી રહ્યા છે. હવે લૂંટારુઓમાં પોલીસનો કોઈ ભય રહ્યો જ ના હોઈ તેવું લાગી રહ્યું છે. લૂંટારુઓનો પોલીસને ખુલ્લો પડકાર […]

Continue Reading

પાનમ ડેમમાંથી ઉનાળુ પાકની ખેતી માટે સિંચાઈ પાણી નહિં મળે: ગોધરા ખાતે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય.

પાનમડેમ માંથી આ વર્ષે ઉનાળુ સીઝનમાં સિંચાઈનું પાણી નહીં આપવા અંગે ગોધરા ખાતે મળેલી સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાનમ જળાશય ૧૯% ખાલી રહ્યું છે જેને લઈ હાલ ડેમમાં જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના ઉપયોગ અંગેનું ગણિત કર્યા બાદ ઉક્ત નિર્ણય લેવાયો છે.પાનમડેમ માંથી પંચમહાલ, વડોદરા […]

Continue Reading

શહેરામાં અમુક મેડિકલ સ્ટોર દ્વારા ગ્રાહકોને જી.એસ.ટી સાથેનુ બિલ નહી આપવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આંખ આડા કાન.

રિપોર્ટર : પ્રિતેશ દરજી, શહેરા શહેરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરમા તપાસ કરવા માટે શુભ મુહૂર્તની રાહ દેખી રહયુ હોઈ તેમ લાગે છે. અમુક મેડિકલ સ્ટોરમા દવાની ખરીદી કરતા ગ્રાહકો ને જી.એસ.ટી સાથેનુ બિલ નહી આપવા સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમોનું પાલન ન થતુ હોવાની બૂમો ઉઠવા પામી છે. શહેરા તાલુકા મથક […]

Continue Reading

ગોધરાના ગદૂકપુર ગામે ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરતા મંત્રી જયદ્રથસિંહ પરમાર.

રાજ્યની ૨૦૦૦ કરતા વધુ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુનું રાજ્યવ્યાપી લોન્ચિંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં પણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ડિજિટલ સેવાસેતુ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વન ડે ગર્વનન્સની સેવાઓ લોકોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના સફળ પ્રયાસ અંતર્ગત ઓફલાઇન સેવાસેતુના પાંચ તબક્કા […]

Continue Reading

ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ ૩૪ ગૌવંશને બચાવી.

ગોધરા બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે ગોધરાના કેટલાક ઈસમોએ અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે કેટલાક ગૌવંશ બાંધી રાખેલ છે. બાતમી વાળી જગ્યા પર રેડ કરવા માટે પોલીસ સ્ટેશનના જવાનોને સૂચના આપતા પોલીસ સ્ટાફના જવાનોએ આયોજનપૂર્વક બાતમી વાળી અલગ અલગ જગ્યાએ રેડ કરી ૫ જગ્યાઓથી ૩૪ ગૌવંશને બચાવી લીધી હતી. અને […]

Continue Reading

શહેરાના ભદ્રાલા ગામના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. ૩૦,૮૧૦ નો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા તાલુકાના ભદ્રાલા ગામના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપીયા ૩૦,૮૧૦નો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેડ દરમિયાન પ્રખ્યાત બુટલેગર પીન્ટુ પગી મળી આવ્યો હતો. શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં ખુલ્લેઆમ પાછલા કેટલાક સમયથી રહેણાક મકાનમાં પીન્ટુ અને કોકી નામની મહિલા દારૂ અને બિયરનું વેચાણ કરી રહયા હતા. […]

Continue Reading