પંચમહાલ: શહેરા તાલુકાના જુનાધાયકા ગામ પાસેથી પસાર થતી પાનમની મુખ્ય કેનાલ માંથી હજારો લીટર પાણીનો વેડફાટ…

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના જુના ધાયકા ગામ પાસે પસાર થતી પાનમની મુખ્ય કેનાલ પાણીથી છલકાઈ જતા પાણી ભરેલ કેનાલમાંથી હજારો લીટર પાણી કોતરમાં વહેતુ જોવા મળેલ હતુ. શહેરા તાલુકામાં આવેલ પાનમ જળાશય આધારિત મુખ્ય કેનાલ તાલુકાના જુના ધાયકા ગામ પાસેથી પસાર થતી હોય છે. આ કેનાલમાંથી ખેડૂતો સિંચાઇ માટે પાણી મેળવતા હોય છે. પાનમ વિભાગે […]

Continue Reading

પંચમહાલ: શહેરા નગર ખાતે બાયપાસ રોડની નજીકમાં માલિકીની જમીનમાં મંજૂરી વગર માટી ઠાલવતા વાહનોને ડિટેન કરાયા.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરમાંથી પસાર થતા નાડા બાયપાસ રોડની નજીકમાં માલિકીની જમીનમાં ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર હાઈવા ડમ્પરમાં માટી ભરીને નાખવામાં આવી રહી હતી. મામલતદારે સ્થળ ખાતે પહોંચી જઇને જરૂરી કાર્યવાહી હાથધરીને જે.સી.બી.અને હાઈવા ડમ્પરને ડિટેન કરી મામલતદાર કચેરી ખાતે લઇ જવામાં આવ્યા હતા. શહેરા નગરમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં નાડા બાયપાસ રોડને અડીને હાઈવા […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડીએ સાઈડમાં ઉભેલ બે વૃધ્ધોને અડફેટે લેતા બંને વૃધ્ધોનું મોત નીપજ્યું.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના સરાડીયા ગામે તુફાન ગાડીએ રોડની સાઈડમાં ઉભેલ બે વૃધ્ધોને અડફેટે લેતા બંને વૃધ્ધોનું મોત નીપજ્યું હતું, જોકે અડફેટે લેનાર તુફાન ગાડીમાંથી રૂ.૭૦ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સરાડીયા ગામના સ્વરૂપસિંહ કાળુભાઈ બારીઆ અને અભેસિંહ દીપસિંહ પગી […]

Continue Reading

ગોધરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ..

રાજ્યભરમાં જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જિલ્લા પંચાયત મતદાર મંડળના ચૂંટણી અધિકારીઓ, તાલુકા પંચાયત મતદાર મંડળના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, તેમજ તમામ નાયબ મામલતદારઓ માટે ગોધરા ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે યોજાયેલ આ તાલીમની મુલાકાત લઈ […]

Continue Reading

ગોધરા ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત 4 બાઈક રેલીઓનું આયોજન કરાયું.

પંચમહાલ જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-2021 અંતર્ગત ગોધરા શહેરમાં 4 સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યયના અધિકારો પૈકીનો એક છે. લોકશાહીને ટકાવવા, વિકસાવવા અને વધુ મજબૂત બનાવવા દરેક લાયક મતદેર મત આપવાના […]

Continue Reading

બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા બી.એસ.એફ જવાનનો પાર્થિવદેહને માદરે વતન લાવી અંતિમ વિદાય અપાઈ..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના બામરોલી ગામના BSFના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરૂવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવદેહને માદરે વતન બામરોલી ખાતે લવાયો હતો,દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી. શહેરા તાલુકાના બામરોલી ગામના […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાનનું બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડ દરમિયાન મોત..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાન બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડમાંચક્કર આવતા તેમનું મોત નિપજ્યું હતું. બી.એસ.એફ જવાન ના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો.જ્યારે ત્રણ છોકરાઓએ પિતાનો સહારો ગુમાવ્યો હતો. સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા શહેરા તાલુકાના ૩૯ વર્ષીય જવાનનું પરેડ દરમિયાન પડી જતા મૃત્યુ થતા જવાનના પરીવરજનોમાં ઘેરો શોક છવાયો છે. […]

Continue Reading

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિની કોર કમીટીની બેઠક યોજાઈ..

ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની આગામી યોજાનારી ચૂંટણીઓને લઇ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. જેને અનુલક્ષીને ગોધરા ખાતે આવેલા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સદસ્યની ઉપસ્થિતિમાં કોર કમીટીની બેઠક મળી હતી. જેમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારના નામોને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનના જીલ્લાના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ […]

Continue Reading

ગોધરા-લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યુ.

ગોધરા લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તો ઉપર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ હતુ. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યુ હતુ. ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે લુણાવાડા […]

Continue Reading

પંચમહાલ: મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનૂ નિધન.

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ જીલ્લાના મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ લાબી માંદગી બાદ અવસાન થયુ છે. અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જતી વખતે રસ્તામાં તેમનુ અવસાન થયા હોવાની સુત્રો પાસેથી જાણકારી મળી છે. તેમના અવસાનને પગલે તેમના માદરે વતન વીરણીયા ગામમાં પણ શોક વ્યાપી ગયો છે. ૨૦૧૭ની વિધાનસભાની ચુટણીમાં અપક્ષ બેઠક પરથી તેઓ ચૂટણી […]

Continue Reading