સંખેડાના માંકણી ગામે શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરાયો.

રિપોર્ટર યોગેશ પંચાલ કવાંટ સંખેડાના તાલુકાના માંકણી ગામે વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાનું સૌથી પૌરાણિક મંદિર એવું શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. સવારથીજ આખું ગામ ભકતીમય વાતાવરણમાં ભરપુર થઈ સમગ્ર ગામમાં વૈષ્ણવચાર્ય કાકરોલી નરેશ પૂજ્ય વાગીશકુમારજી મહારાજની શોભાયાત્રામાં જોડાઈ ઠેર ઠેર પધરામણી સાથે કેસરસ્નાનના કાર્યક્રમનું પણ ભવ્ય […]

Continue Reading

આસરમા મહીના કોતરોમાં દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

આંકલાવ તાલુકાના આસરમા સીમમાં આવેલા મહિસાગર નદીના કોતરોમાં દીપડાએ દેખા દીધી હોવાની બુમો ઉઠી છે.ત્યારે વન વિભાગે ફરિયાદોના પગલે પાંજરા મુકીને દિવસ રાત્રિ એક કરીને દીપડાને પકડવા શોધખોળ શરૂ કરી દીધી છે. જો કે ઉમેટા પંથકમાં દીપડાનો આંતક વધી ગયો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાંક સમયથી આંકલાવ તાલુકના ગામો દીપડા […]

Continue Reading

ભીલપુરમાં સૌપ્રથમવાર આદિવાસીઓનો મેળો યોજાયો.

તેજગઢ નજીક આવેલા ભીલપુરમાં સૌપ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ભરાયેલા મેળામાં આજુબાજુ ગામના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભીલપુરના તલાવડી ફળિયામાં નદી કાંઠે ભરાયેલા મેળામાં પારંપરિક વસ્ત્રો પરિધાન કરી આદિવાસીઓએ મેળાની મજા માણી હતી હોળી બાદ પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓની પરંપરા મુજબ અનેક મહિલાઓ દ્વારા આ મેળો યોજવામાં આવે છે. જેમાં આદિવાસીઓ પોતાની […]

Continue Reading

ગુજરાતમાં ધોરણ-6 થી 12માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે.

તમામ ધર્મસંપ્રદાયના લોકોએ ગીતાના ગુણો, મૂલ્યો, સિદ્ધાંતો સ્વિકાર્યા છે. પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય પણ દાખલ કરાશે પરંતુ શ્રવણ અને કથનથી શીખવાડાશે નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરાશે. ગુજરાતમાં ધોરણ-૬ થી ધોરણ-૧૨ના વર્ગોમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય પ્રમાણે ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષમાં આ અભ્યાસ શરૂ કરવામાં […]

Continue Reading

જળ અભિયાન કાર્યક્રમ ઘ્વારા છોટાઉદેપુરમાં રૂા. 751.18 લાખના ખર્ચે જળસંચયના 295 કામો કરાશે.

પાનવડ ખાતે તા. 19 માર્ચના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવશે. તા. 19 માર્ચના રોજ પાનવડ ખાતે સવારે 9-30 કલાકે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુજલામ સુફલામ જળ […]

Continue Reading

દાહોદના આદિવાસીઓમાં ‘ચુલના મેળા’ની પ્રાચીન પરંપરા મુજબ ધુળેટીની ઊજવણી કરાઇ.

પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે.આદિવાસીઓમાં હોળી અને ધુળેટી ઉપરાંત ચુલના મેળાનું એક આગવું મહત્વ છે. ત્યારે દાહોદના આદિવાસીઓમાં હોળી સામાન્ય રીતે એક મહિનાની હોય છે. ડાંડા રોપણી પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે. હોળીનો દાંડો રોપાઈ ગયા બાદ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં હોળી-ધુળેટી પર્વ ની ઉજવણી ખૂબ ધામધૂમ થી કરવામાં આવી.

રિપોર્ટર- યોગેશ પંચાલ ,કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં ધુળેટી પર્વ ની ઉજવણી પણ ધામધૂમ થી કરવામાં આવી .કોરોના મહામારી ના કારણે છેલ્લા બે વર્ષ થી કોઈ તહેવાર ની ઉજવણી મન મૂકી ને કરી શક્યા નહતા .ત્યારે હવે થોડી હળવાશ ની પળો આવી છે તેવા સમયે હોળી નું પર્વ એટલે રંગોત્સવ નો પર્વ છોટાઉદેપુર જિલ્લા માં ખૂબ ધામધૂમ […]

Continue Reading

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતી માછીમારોના કુટુંબોને દૈનિક 300ની સહાય, બે વર્ષમાં 507 કુટુંબોને સહાય ચૂકવાઈ.

દરિયાઇ સરહદ પર પાકિસ્તાન મરીનની અવળચંડાઇ યથાવત રહી છે. દરિયામાં માછીમારી કરતાં માછીમારોને પકડી લઇ જવામાં આવી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં સરકારે એ વાતની કબૂલાત કરી છે કે, ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 20 જ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.વિધાનસભા ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોએ પૂછેલાં સવાલોના જવાબમાં સરકારે એવો […]

Continue Reading

આણંદ પાલિકામાં નિવૃત્ત કર્મચારીઓની પુન: નિયુક્તિ અટકાવવા માંગ, કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું.

આણંદ નગરપાલિકામાં નિવૃત્ત કર્મચારીની પુનઃ નિયુક્તિ ગેરકાયદેસર હોવાથી તેને અટકાવવા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો તેમને નિયુક્ત કરવામાં આવશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ આવેદનમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આણંદ પાલિકામાં 19મી માર્ચના રોજ યોજાનારી સભામાં એજન્ડામાં સમાવિષ્ઠ મુદ્દા નં. 8માં આણંદ પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ઇન્ચાર્જ એકાઉન્ટ તરીકે તથા […]

Continue Reading

મહામંત્રીએ હાલોલ કોંગ્રેસ પાલિકાને તાળું મારી કર્મીઓને બાનમાં લીધા.

હાલોલ કોંગ્રેસ મહામંત્રી દ્વારા શહેર પ્રશ્નોના આક્ષેપો સાથે વિરોધ દર્શાવી પાલિકાનાં ચીફ ઓફિસરને ગાજર અને લોલીપોપ આપવાના કાર્યક્મમાં વિરોધ દરમિયાન આક્રમક બની. પાલિકા કચેરીમાં કામ કરતા કર્મચારીઓને બાનમાં લઈ કચેરીને તાળા બંધી કરી ભયનું વાતાવરણ ફેલાવતાં પોલીસે મહામંત્રી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.હાલોલ શહેરના જાહેર રસ્તાઓ જેવા કે કંજરી રોડ, […]

Continue Reading