45 સેકન્ડ સુધી આકાશમાંથી ભેદી અગનગોળો પસાર થયો.

ગોધરા સહિત જિલ્લામાંથી સાંજના 7.45 વાગે આકાશ માં ભેદી અવકાશીય પદાર્થ પસાર થયો હતો.સાંજના અવકાશમાં અગન ગોળા સ્વરૂપે ભેદી અવકાશીય પદાર્થ રોકેટ ગતિએ પસાર થતો જોવા મળ્યો હતો. આકાશમાં રોકેટ ગતિ એ આગ ના ગોળા જેવો પદાર્થ પસાર થતા પ્લેન કેશ કે તારા ખરી પડ્યો હોવાની વાત ઉઠી હતી.શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ અવકાશીય ઘટનાને […]

Continue Reading

આગામી સમયમાં અંદાજે 2.75 લાખ વૃક્ષ રોપવાનો વન વિભાગનો લક્ષ્યાંક.

આણંદ જિલ્લો છેલ્લા એક દાયકાથી સમગ્ર રાજયમાં સૌથી વધુ વૃક્ષોની સંખ્યા ધરાવે છે, ત્યારે છેલ્લા કેટલાંક વર્ષોમાં રોડ, રસ્તા, બુલેટ ટ્રેન પ્રોજેકટ, કોરીડોર પ્રોજેકટ, એકસપ્રેસ વે સહિત અન્ય વિકાસના કામો માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા આણંદ જિલ્લો વૃક્ષોમાં હજુ અગ્રેસર રહે તે માટે આગામી ચોમાસાના વન મહોત્સવની તૈયારી […]

Continue Reading

કવાંટ તાલુકાના ધનીવાડી ગામ ના બી.એસ.એફ જવાન સેવા નિવૃત થઈ વતન પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ તાલુકાના ધનીવાડી ગામ ના પરેશભાઈ ફુલસિંગ ભાઈ રાઠવા ભારત દેશ ની રક્ષા કાજે છેલ્લા 24 વર્ષ અને 24 દિવસ ની ફરજ બજાવી સેવા નિવૃત થઈ પોતાના વતન ધનીવાડી પરત ફરતા તેઓનું કવાંટ ડોન બોસ્કો ચોકડી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓનું સ્વાગત કરવા માટે સૈનિક સંગઠન ના જવાનો, […]

Continue Reading

ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે ચરોતરના પ્રવાસીઓને લાભ મળશે.

ઉનાળા વેકેશનનને લઈ મુસાફરોનો ધસારો વધુ રહેતો હોઈ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોના વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. ચરોતર પંથકમાંથી વિવિધ સ્થળોએ પ્રવાસ કરતા મુસાફરોને વધારાના કોચ જોડાતા તેનો લાભ પ્રાપ્ત થશે. અમદાવાદ ડિવિઝન પરથી ઉપડતી પાંચ જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડવામાં આવશે. જે મુજબ અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં […]

Continue Reading

આણંદ નગરપાલિકા કચેરીમાં વીજળીનો વેડફાટ અને ખેડૂતોને ફાંફા.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આણંદ નગરપાલિકાના સત્તાધીશો પૈકી કેટલાક હાલ પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવી એ.સી. ઓફિસોમાં એ.સી., લાઈટ ચાલુ મુકી આમતેમ લટાર મારવા નીકળી પડતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારે ગરમીના કારણે નગરપાલિકાના કામકાજ અર્થે આવતા અરજદારો ત્રસ્ત હોય છે ત્યારે કેટલાક સત્તાધીશો આ પ્રકારે પ્રજાના નાણાનો દુર્વ્યય કરતા હોવાની ચર્ચાઓ જાગી  છે. વધુમાં […]

Continue Reading

સેંગપુર ગ્રૂપ પ્રાથમિક શાળામાં ‘ઉજાસ ભણી’ કાર્યક્રમ હેઠળ છાત્રાઓને તાલીમ અપાઇ.

સેંગપુર ગ્રૂપ પ્રાથમિક શાળામાં ગર્લ્સ એજ્યુકેશન શાખા દ્વારા ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત 6થી 8ની તમામ વિદ્યાર્થિનીઓને તાલીમ આપવામાં આવી હતી.એડોલેસેન્ટ એજ્યુકેશન અને પોક્સો એક્ટ-2012 આરોગ્ય અને પોષણ વિષય પર વધુ સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ વિશે સમજ અપાઇ હતી. તેમજ શારીરિક પરિવર્તન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે સાથ કન્યાઓ માટે […]

Continue Reading

પાવાગઢમાં એકસાથે 2000 લોકો દર્શન કરી શકશે, ST વિભાગ દ્વારા ચોવીસ કલાક માટે 50 બસો મૂકાઈ.

પાવાગઢમાં 2 એપ્રિલથી સરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમિયાન આવતા યાત્રાળુઓની સુરક્ષા સલામતી માટે પોલીસ દ્વારા 900 પોલીસ ખડે પગે ફરજ બજાવશે. નવરાત્રીની આગલી સાંજે પાવાગઢ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન જુદા જુદા પોઈન્ટ પર સ્થાનિક સહિત જિલ્લા બહારથી આવેલ પોલીસ કર્મચારીઓને ફરજ બજાવવા સમજ આપી હતી. નવરાત્રી દરમિયાન પહેલા દિવસે શનિવાર […]

Continue Reading

કોરોનાના બે વર્ષ બાદ ગોધરા-દાહોદમાં ચેટીચંદ ઉજવાશે.

ગોધરામાં વસતા સિંધી સમાજ દ્વારા ઉત્સાહભેર ઇષ્ટદેવ ઝુલેલાલની જન્મ જયંતીને ચેટીચંદ તથા નુતનવર્ષ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પ્રતિબંધ હોવાથી છેલ્લા બે વર્ષથી સાદગીપૂર્ણ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં ચીઠીયાવાડ, ગીદવાણી રોડ, પાવર હાઉસ, ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ, કલાલ દરવાજા, અંકલેશ્વર મહાદેવ રોડ, બહારપુરા તેમજ બામરોલી રોડ સહિતના ઝુલેલાલ મંદિરોમાં […]

Continue Reading

જિલ્લાના 64 હજાર ઉદ્યોગોમાં દર મંગળવારે વીજ પ્રવાહ બંધ રહેશે.

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિ.ના 76460 ખેતી વીજ કનેકશનને 6 કલાક વીજળી અપાય છે.ઓક્સિજન, ચિલિંગ, કેમિકલ પ્લાન્ટ સહિતના ઉદ્યોગોને નિયમ લાગુ પડશે નહિ. પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં હાલ ઉનાળા પાકની વાવણી ચાલી રહી છે. ઉનાળા પાકના પિયત માટે પાકને વીજળીની જરૂર પડતી હોય છે. ખેતી માટે સિંચાઇની સગવડ ન હોય તેવા ખેડૂતોએ કુવા કે […]

Continue Reading

કવાંટ તાલુકા ના સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર ની નવી પેન્શન યોજના ના વિરોધ માં અને જુની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી કાળો દિવસ મનાવ્યો .

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ તાલુકા પંચાયત માં ફરજ બજાવતા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ભારત સરકાર દ્વારા 1/4/2005 થી અમલ કરવામાં આવેલી. નવી પેન્શન યોજના ના વિરોધ માં આજરોજ સમગ્ર ગુજરાત રાજ્ય ના વિવિધ ક્ષેત્ર ના સરકારી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ને પહેલી એપ્રિલ ના રોજ વિરોધ પ્રદર્શન કર્યું […]

Continue Reading