કનેવાલ,પરીએજ-રાસ તળાવમાંથી પાણીનો જથ્થો ઉપાડવા પર પ્રતિબંધ.

ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે.ત્યારે આણંદ જિલ્લાપાણી પુરવઠા વિભાગ હસ્તક આવેલા કનેવાલ,પરીએજ અનેરાસતળાવમાં પીવા પાણીનો જથ્થો ઉનાળાને લઇને સંગ્રહીત રાખ્યો છે.ત્યારે આજુબાજુ વિસ્તારના ખેડૂતો મશીન મુકીને સિંચાઇ માટે પાણી ખેંચી લે નહીં તે માટે આણંદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે જાહેરનામાના ભંગ કરનાર સામે કલમ 131 હેઠળ કાયેદસરની […]

Continue Reading

ગુંડેર-સંખેડા વચ્ચે ઉચ્છ નદી ઉપર છલિયું ન હોવાને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા નદીમાંથી પસાર થવું પડે છે.

સંખેડા તાલુકાના ગુંડેર-સંખેડા વચ્ચે ઉચ્છ નદી ઉપર છલીયું ન હોવાને કારણે અત્રેથી ગામના ધોરણ 10ના 5 વિદ્યાર્થીઓને નદીમાંથી ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઇ પરીક્ષા આપવા જવું પડે છે. ભૂતકાળમાં અહીં છલીયું બનાવવાને લઇ ગુંડેરના ગ્રામજનોએ તાલુકા-જિલ્લા પં. ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સંખેડાના ગુંડેરથી સંખેડા તરફ આવવા વાયા હાંડોદ થઈને જે રસ્તો આવે છે. એ ઘણો લાંબો […]

Continue Reading

અરાદમાં આંગણવાડી અને નંદઘરનું લોકાર્પણ.

હાલોલ-વડોદરા રોડ પર આવેલ પ્રસિદ્ધ કેબલ વાયર બનાવતી કંપની પોલિકેબના પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.એસ.આર. ટીમ દ્વારા હાલોલ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોની પ્રજાને પડતી મુશ્કેલીઓ નિવારવા સતત કામગીરી કરાઈ રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય પાણીના પ્રશ્નો સહિતની વિવિધ પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખી વિકાસકીય કામગીરી કરવામાં આવી ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સમસ્યાઓને દૂર કરાઈ રહી […]

Continue Reading

રવિવારે પાવાગઢમાં 1.5 લાખ ભક્તોએ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું.

પાવાગઢ ખાતે ચેત્રી નવરાત્રીના બીજા દિવસે રવિવારની રજાના સમનવયને લઇ દોઢ લાખ ભક્તોએ 42 ડીગ્રી તાપમાન વચ્ચે એસટી બસ, રોપવે સહિત મંદિરમાં દર્શન માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહી અગ્નિ પરીક્ષા પાસ કરી ડુંગર પર બિરાજમાન મહાકાળીના ચરણોમાં શિસ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મોડી રાતથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો સેલાબ શરું થતા મંદિરના નિજ દ્વાર […]

Continue Reading

ચરોતરમાં લીંબુનો ભાવ પ્રતિકિલો 100 થી 140.

ચરોતર પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. 41 ડિગ્રીથી વધુ તાપમાનમાં જન જીવન શેકાઈ રહ્યુ છે. બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બજારમાં લોકોની અવર જવર ઓછી થઈ જાય છે અને કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. આકાશમાંથી અગનગોળા વરસાવતી આકરી લુથી બચવા લોકો લીંબુનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ચૈત્રી નવરાત્રિ અને […]

Continue Reading

આણંદના પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે 27 લાખનો સોનાનો મુગટ અર્પણ કર્યો.

ચૈત્રીનવરાત્રિ દરમિયાન ધાર્મિકજનો અને માતાના ભક્તો શ્રદ્ધાળુઓ ઉપર ભક્તિનો ઉજળો ઉજાસ જોવા મળતો હોય છે. આ પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીના ચરણે યથાશક્તિ ભેટ દાન આપી આદ્યશક્તિ આરાધના કરતા હોય છે. આણંદના આવેલા પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે માતાના દર્શને ભક્તો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓનો ધસારો વધી રહ્યો છે. આજે માતાના એનઆરઆઈ ભક્ત પરિવાર દ્વારા આશાપુરી […]

Continue Reading

ચારૂસેટમાં રાજ્યકક્ષાની નર્સિંગ બેડમિન્ટન પ્રિમીયર લીગ ટુર્નામેન્ટ યોજાઇ, 170થી વધુ ખેલાડીએ ભાગ લીધો.

રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલી ટૂર્નામેન્ટમાં 15થી વધારે નર્સિંગ કોલેજ અને હોસ્પિટલન ખેલાડીએ ભાગ લીધો. ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા રાજ્યમાં પ્રથમ વખત નર્સિંગ બેડમિન્ટન પ્રિમીયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નર્સીસમાં રહેલી ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારુસેટ સંલગ્ન મણિકાકા ટોપાવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ દ્વારા અનોખી નવતર પહેલ કરી સમગ્ર […]

Continue Reading

દાહોદમાં 10મીએ ભવ્ય રામયાત્રાનું આયોજન.

આગામી 10 એપ્રિલ રામ નવમીના રોજ દાહોદ શહેરમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે શ્રીરામ યાત્રા આયોજન સમિતિની એક બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક મંડળોએ પોતાના વિચાર મુક્યા હતા. શોભાયાત્રામાં શ્રીરામની જીવન ચરિત્ર સનાતન ધર્મ સંસ્કૃતિના ટેબ્લો વિશેષ આકર્ષણ રૂપે રહેશે. 11થી વધારે ધાર્મિક રામ ભગવાનના જીવનચરિત્રના વિષયો પર […]

Continue Reading

ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ ખાતે પ્રથમ દિવસે 1 લાખ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટ્યાં.

પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ 1 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ માતાજીના પ્રત્યક્ષ દર્શન કરવા માટે સવારથી જ એસટી બસ, રોપવે સેવા સહિત મંદિરમાં માઈભક્તોની કતારો જોવા મળી હતી. સવારે 5 કલાકે દર્શન માટે મંદિરના નિજ દ્વાર ખુલ્લાં મૂકાતાં ભક્તોએ સરળતાથી દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. સાથે […]

Continue Reading

45 સેકન્ડ સુધી આકાશમાંથી ભેદી અગનગોળો પસાર થયો.

ગોધરા સહિત જિલ્લામાંથી સાંજના 7.45 વાગે આકાશ માં ભેદી અવકાશીય પદાર્થ પસાર થયો હતો.સાંજના અવકાશમાં અગન ગોળા સ્વરૂપે ભેદી અવકાશીય પદાર્થ રોકેટ ગતિએ પસાર થતો જોવા મળ્યો હતો. આકાશમાં રોકેટ ગતિ એ આગ ના ગોળા જેવો પદાર્થ પસાર થતા પ્લેન કેશ કે તારા ખરી પડ્યો હોવાની વાત ઉઠી હતી.શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ અવકાશીય ઘટનાને […]

Continue Reading