કવાંટ નગર માં ફતે ટેકરી ઉપર 220.47 લાખ ના ખર્ચે મંજુર થયેલ નવીન એસ.ટી ડેપો નું માર્ગ અને મકાન, વાહનવ્યવહાર વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

યોગેશ પંચાલ, છોટાઉદેપુર કવાંટ નગર માં કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી  દ્વારા નવ નિર્મિત એસ.ટી ડેપો નું ગુરુવાર ના રોજ સાંજ ના 6.00 કલાકે  ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું હતું જેને લઈને કવાંટ નગર ના નગરજનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જાણે કોઈ ઉત્સવ ઉજવાય રહ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ […]

Continue Reading

કેનાલમાંથી પાણી છોડાતાં ભર ઉનાળે કનેવાલ તળાવમાં નવા નીર.

ખંભાત તાલુકાના રેલ ગામથી 5 કિમી દૂર સદીઓ જૂનું કુદરતી રીતે નિર્માણ પામેલું કનેવાલ તળાવ આવેલ છે. 13 કિમીના ઘેરાવામાં ફેલાયેલાં તળાવ વચ્ચે ત્રણ ટાપુ આવેલા છે. કનેવાલ તળાવમાંથી ખંભાત સહિત તાલુકાના રેલ, ઇશનપુર, વરસડા, વલ્લી, ખાખસર, પાદરા, તારાપુર, ઇસરવાડા, ટોલ, મહિયારી, ઇશનપુર, ખાનપુર સહિતન 54 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. કનેવાલ તળાવમાં […]

Continue Reading

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને વતનથી દૂરના કેન્દ્રો હોઇ શનિ-રવિ એકસ્ટ્રા ST બસો દોડાવાશે.

આગામી રવિવારે રાજ્યભરમાં ગૌણસેવા પંસદગી મંડળ દ્વારા બિનસચિવાયલ ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્સ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજનાર છે.આ પરીક્ષાના ઉમેદવારોને વતનના જિલ્લાથી અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયેલા હોઇ સમયસર પરીક્ષાના શહેર,ગામ સુધી ઉમેદવારો પહોચી શકે તે માટે મહેસાણા,પાટણ, કલોલને આવરી લઇને મહેસાણા વિભાગના તમામ 12 બસસ્ટેશનથી શનિવાર બપોર થી રવિવાર સુધી એકસ્ટ્રા બસો દોડાવવામાં […]

Continue Reading

સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હીની ટીમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી.

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમુદાયમાંથી વહેલી તકે એટલે કે દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 પહેલા દેશમાંથી ટીબી રોગને જડમૂળથી નાબૂદ કરવા કરેલ આહ્વાનનાં પગલે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમની કામગીરીને દેશમાં વેગવંતી બનાવી રહેલા ક્ષય વિભાગના સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હીનાં ઉચ્ચ અધિકારીઓની ટીમે છોટાઉદેપુર જિલ્લાની બે દિવસની મુલાકાતે આવી હતી. જેમાં એક વર્ષ અગાઉ માર્ચ […]

Continue Reading

ખેડા જિલ્લામાં 30 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદના છાંટા પડયાં.

હવામાન વિભાગની આગાહીના પગલે ખેડા જિલ્લામાં ગત્ રોજ રાત્રેે કમોસમી વરસાદના અમીછાંટણા થયા હતા. ૨૦ થી ૩૦ કિમીની ઝડપે ફુંકાતા પવનને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યુ હતું. વહેલી સવારે જીલ્લાવાસીઓએ ઉનાળાની ઋતુમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે પણ વહેલી સવારથી જિલ્લામાં આકાશમાં વાદળો ઘેરાયેલા જ જોવા મળ્યા હતા. આખો દિવસ વાદળો અને સુરજદાદા વચ્ચે સંતાકૂકડી રમાતી […]

Continue Reading

ચરોતરમાં માવઠું, 1.10 લાખ હેક્ટરમાં ઉભેલાં ઉનાળું પાક પર તોળાતું જોખમ.

આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બુધવાર રાત્રે અને ગુરૂવાર સવારે ખેડા જિલ્લાના કેટલાંક તાલુકામાં સામાન્ય માવઠું અને આણંદ જિલ્લામાં હળવા છાંટા વરસ્યા હતા. જેના કારણે ચરોતરમાં 1.10 લાખ હેક્ટરમાં ઉનાળું પાક પર જોખમ ઉભું થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ચરોતરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. […]

Continue Reading

દાહોદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાની 73 ST બસ ફાળવાતા મુસાફરો 2 દિવસ રામભરોસે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે જિલ્લાના 4 ડેપોમાંથી 73 જેટલી બસ ફાળવતા હાલ મુસાફરોને મુસાફરી માટે રઝળપાટ કરવાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા તેમજ લીંબડી એસટી ડેપોમાંથી એસટી બસો ફાળવતા 61થી વધુ રૂટ બંધ રહેતા બુધ તેમજ ગુરુ એમ 2 દિવસ સુધી મુસાફરો ખાનગી વાહનોના ભરોસે મુસાફરી કરવી પડશે. ખોટના ખાડા સાથે […]

Continue Reading

આણંદ શાસ્ત્રીબાગમાં જાળવણીના અભાવે રમતગમતના સાધનો બેહાલ, શહેરીજનો વિદ્યાનગર બાગમાં જવાનું વધુ પસંદ કરે છે.

આણંદ શહેરના શાસ્ત્રીબાગમાં જાળવણીના અભાવે બાગની શોભા માટે મુકવામા આવેલ પ્રતિમા સહિત રમતગમતના સાધનો દુર્દશા હાલતમા ફેરવાઇ ગયા છે.ત્યારે દરવર્ષે આણંદ પાલિકા દ્વારા શહેરના બાગ બગીચામાં મરામત માટે લાખો રૂપિયા એજન્ડામાં મંજૂર કરવામાં આવે છે. પરંતુ કામગીરી થતી નહી હોવાથી શહેરના બાગ વિરાન બની ગયા છે. જો કે ઉનાળામાં ગરમી બચવા માટે શહેરીજનો બાગબગીચામાં બાળકોને […]

Continue Reading

ચરોતરમાં દેશી લીંબુની આવક જૂન-જુલાઇથી શરૂ થશે, હાલ 1 કિલો લીંબુની કિંમતમાં 4 કિલો ફ્રૂટ મળે છે.

ચરોતરમાં દેશી લીંબુ આવક જૂન જુલાઇ શરૂ થાય છે. ઉનાળમાં ગરમી રાહત મેળવવા તેમજ લૂથી બચવા માટે લીંબુ પાણીનું ચલણ વધુ હોય છે સાથે સાથે રમઝાન માસ હોવાથી લીંબુની માંગ વધુ છે. માર્ચની શરૂઆત આણંદ જિલ્લામાં દૈનિક 5 ટનથી વધુ લીંબુ આવતા હતા. તે એપ્રિલમાં ઘટીને 1 ટન થઈ છે.જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ( ઘટક) સંઘના શિક્ષકો દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ ( ઘટક) સંઘના શિક્ષકો દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે કવાંટ નસવાડી ચોકડી પર આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી વિરોધ પ્રદર્શન કરી સ્થળ પર જ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન […]

Continue Reading