ગળતેશ્વરના ડભાલી ગામે ઇજનેર દ્વારા ખોટા બિલો મંજુર કર્યા હોવાના આક્ષેપ.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલીના ચાવડાપુરામાં ખાનગી માલિકીની જમીનમાં આર.સી. સી રોડ અને ખાનગી કુવામાંથી પાણીની પાઇપલાઇન અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ જેમાં તાલુકાના ઇજનેર ધ્વારા ૩.૭૦ લાખના ખોટી રીતે બીલો મંજુર કરેલ છે તેની તપાસ કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી. ડભાલીનાં વોર્ડ નં ૩ ના ચાવડાપુરામાં સરપંચ દશરથભાઈ પ્રભાતભાઈ પરમાર દ્વારા […]

Continue Reading

ખેડા: ડાકોર ગામની અંદરના રોડ અને માર્ગો બિસ્માર હાલતમાં.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સારું ચોમાસું જવાના કારણે ગામની અંદરના માર્ગો અને રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરની નજીક હીરાલક્ષ્મી ટાવર થી લઈને જી.ડી.ભટ્ટ હાઇસ્કુલ સુધીના માર્ગો ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. અને આ રસ્તો મંદિર આવવા માટે મેઈન રસ્તો કહેવાય છે. જેના લીધે યાત્રાળુઓ અને ગ્રામજનોને […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હાથરસ અને રાપરની ઘટના બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડારિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર તાજેતરમાં પહેલા કચ્છના રાપરમાં વકીલની હત્યા અને પછી ઉત્તરપ્રદેશમાં હાથરસમાં મનીષા વાલ્મિકીની હત્યા જેના કારણે આ પ્રશ્ન દેશવ્યાપી મુદ્દો બની જવા પામ્યો છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું […]

Continue Reading

ખેડા: નડિયાદ નગરપાલિકામાં ટેક્સમાં કરાતું કૌંભાંડ બહાર આવતા ખળભળાટ મચ્યો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા સાક્ષર નગરી નડિયાદ નગરપાલિકામાં ટેક્સનો કૌંભાંડ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ટેક્સ કર્મચારીઓ દ્વારા કોમ્પ્યુટરમાં ચેડાં કરીને પાછલા ટેક્સની રકમ ડિલીટ કરી દઈને પાલિકાને આર્થિક નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ટેક્સ કૌભાંડ પાલિકાના મહિલા પ્રમુખ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું હતું. આ ટેકસ બાબતે પાછલા ડેટાની નગરજનો પાસેથી ટેકસ તપાસ કર્યા બાદ […]

Continue Reading

ખેડા જિલ્લાંમાં બંદી થયેલા કેદીઓને માનસિક શાંતિનો અનુભવ કરાવવા અનોખો પ્રયોગ ઓડિયો સિસ્ટમનો પ્રારંભ.

રિપોર્ટર:રાકેશ મકવાણા,ખેડા અધિક પોલીસ મહાનિદેશકની સૂચનાથી જેલના બંદીવાનોની માનસીક શાંતિ મળે તે હેતુથી જેલ સુધારાત્મમકના ભાગરૂપે નડીઆદ જીલ્લાા જેલ ખાતે જેલની લાઇબ્રેરીમાં ઓડીયો બુકની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે. આ કામગીરી ‘‘રાઉન્ડન સોલ્યુસન‘‘ સાંથ બજાર, ગણેશ પોળ, નડિયાદ દ્વારા તૈયાર કરી જેલની લાઇબ્રેરીમાં કુલ – ૦૮ (આઠ) નંગ હેડફોન તેમજ કોમ્પ્યુટર સિસ્ટમ ગોઠવી જેલના બંદીવાનોની માનસીક […]

Continue Reading

કપડવંજ થી નવા રણુજા રૂટની એસ.ટી.બસ શરૂ થતા ભક્તોમાં અનેરો ઉત્સાહ.

રિપોર્ટર:રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના કપડવંજથી કાલાવડ, કાઠીયાવાડમાં નવા રણુજા માટે એસ.ટી. બસ શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વર્ષોથી અહીંના લોકો કાઠીયાવાડ તરફની નવી બસ માટે માંગણી કરતા હતા. નવા રણુજા બાબા રામદેવ પીરના દર્શન કરવા જતા મુસાફરો માટે એસ.ટી.ની સુવિધા ઘણી ઓછી છે. તેમાંય કપડવંજ, કઠલાલ તરફના મુસાફરો માટે કાઠીયાવાડ તરફની બસ જુજ […]

Continue Reading

ખેડા: ઠાસરા મામલતદાર કચેરીમાં ૭ કોરોના પોઝિટિવ કેસ આવતા ફફડાટ.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાની ઠાસરા મામલતદાર કચેરીમાં કોરોનાના ૭ કેસ પોઝિટિવ મળી આવતા કચેરીમાં ફફડાટ મચી ગયો છે. પોઝિટિવ કેસ મળવાના કારણે મામલતદાર કચેરીનું તમામ કામકાજ હાલપુરતુ બંધ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મામલતદાર કચેરીમાં તાપસ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં ડેનિષ ભાઈ મેકવાન-નાયબ મામલતદાર […]

Continue Reading

ઠાસરા તાલુકામાં હાથસરના બનાવના આરોપીને કડક સજા થાય તે માટે એ.બી.વી.પી દ્વારા કેન્ડલમાર્ચ કરી વિરોધ દર્શાવ્યો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડારિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં હાથસરના બનાવમાં આરોપીને કડક માં કડક સજા થાય તે બાબતે ઠાસરા ખાતે એ.બી.વી.પી ઠાસરા/ગળતેશ્વર દ્વારા કેન્ડલમાર્ચ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના હાથસરની વાલ્મિકી સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી તેની જીભ કાપી, હાથ પગ તોડી નાખી ગંભીર ઇજાઓ કરી હત્યા કરનારા આરોપીઓને કડક માં […]

Continue Reading

ડાકોરના અગ્રણી પત્રકાર અને સામાજિક કાર્યકર નીતિનભાઈ ખંભોળજાની ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ સેવા સંગઠનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની વરણી.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ સેવા સંગઠન ગુજરાતને મજબૂત બનાવી બ્રાહ્મણ પરિવારો સંગઠિત બનાવી વધારે વિસ્તારોમાં વ્યાપ બનાવવા સંગઠિત હેતુથી સંગઠનના પ્રદેશ અધ્યક્ષ જે.ડી.ઉપાધ્યાય રાજકોટ વિચાર વિમર્શ કરી સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ડાકોરના અગ્રણી પત્રકાર સામાજિક કાર્યકર નીતિનભાઈ ખંભોળજાની વરણીની જાહેરાત કરી. તેઓ ખંભોળજાના વરિષ્ઠ પત્રકાર છે અગાઉ તેમને ગુજરાત પત્રકાર સંઘમાં સેક્રેટરી તથા […]

Continue Reading

ખેડા: ઠાસરા ખાતે આત્મનિર્ભર ખેડૂત “કૃષિ વિધેયક” અનુસંધાને જનજાગૃતિ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે સાચી હકીકત ખેડૂતો સુધી પહોંચાડવા માટે ઠાસરા તાલુકાના ગોળજ ગામે પંચમહાલ લોકસભા સીટના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ દ્વારા સમજુતી આપવા આવી હતી. કોંગ્રેસ દ્વારા જે જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે એના વિરુદ્ધ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાચી સમજ આપીને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ […]

Continue Reading