ખેડા: ગળતેશ્વર ખાતે આવેલ મહિનદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલ બાયડનો યુવાન પાણીમાં ડૂબી જતા મોત.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા સાથે રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર અરવલ્લી જિલ્લાના બાયડ એન એચ હાઇસ્કુલ પાસે રહેતા ગોપાલભાઈ બારોટનો દીકરો ચંદ્રકાન્ત અને તેમના મિત્રો ડાકોર રણછોડરાયના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ ગળતેશ્વર મહીસાગર નદીએ ગયા હતા. આ સમયે ચંદ્રકાન્ત અને તેના મિત્રો મહીસાગર નદીમાં નહાવા માટે પડયા હતા તે સમયે ચન્દ્રકાન્તનો પગ લપસી જતા પાણીના વહેણમાં […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામના ગ્રામજનોએ જોખમી શાળાનું સ્થળાંતર કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામના ગ્રામજનો દ્વારા જોખમી શાળાનું સ્થળાંતર કરી વિધાર્થીઓના માથે તોળાતા મોતનું સંકટ ટાળવા બાબતે ગળતેશ્વર મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હડમતીયા પ્રાથમિક શાળા અમદાવાદ ઇન્દોર હાઇવે બનતા બિલકુલ રોડને અડી ચુકી છે. જેના લીધે હાઇવે પરથી પસાર થતા વાહનોને કારણે ઓરડાઓમાં કંપન ઉત્પન્ન થાય […]

Continue Reading

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી આગામી નવરાત્રી-દિવાળી સહિત અન્ય તહેવારો નહિ ઉજવાય.

બ્યુરોચીફ : રાકેશ મકવાણા,ખેડા ગુજરાત સરકાર દ્વારા આવનાર દિવસોમાં યોજાનાર તહેવારો ને અનુલક્ષીને એક માર્ગદર્શિકા બહાર પાડી છે.ખેડા જિલ્લામાં નવરાત્રી સહિત દશેરા પર્વને અને આવતા તમામ વિવિધ તહેવારો ઉપર પ્રતિબંધની જાહેરાત જિલ્લા સમાહર્તા અને અધિક કલેક્ટરે કરી છે. માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ હુકમમાં જણાવાયું છે ગુજરાત સરકાર દ્વારા આવનાર તહેવારોને […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા બાલાસિનોર હાઇવે પર ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ચોકડી પાસે બાલાસિનોર તરફથી આવતા ટેમ્પાનું ટાયર ફાટતા ડ્રાઈવરે ગાડી પર કાબુ ગુમાવતા બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાઇક ચાલક પંચમહાલ જિલ્લાના ગોઠડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેમનું નામ જ્યંતીભાઈ જેઠાભાઈ પટેલ, હોવાનું જાણવા મળ્યું છે. ટેમ્પામાં […]

Continue Reading

ખેડા: ડાકોર થી કપડવંજ તરફ જવાના બિસ્માર માર્ગની હાલત વિષે જાગૃત નાગરિક દ્વારા પ્રશ્નો કરતા ડેપ્યુટી ઇજનેરે આપ્યો ઉડાઉ જવાબ.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર થઇ ગયો હતો. વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયા હતા. અને કપચી પણ દેખાઈ આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરી રહ્યા […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના સાંઢેલી પાસેથી નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ઠાસરા પોલીસ સ્ટેશનની ગાડી પેટ્રોલિંગ દરમિયાન સાંઢેલી બાજુ પેટ્રોલિંગમાં નીકળી હતી. સાંઢેલી પાસે આવેલ નર્મદા કેનાલ પાસે રોડ પર મગર જોવા મળ્યો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડા દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશનના ડાકોર હેલ્પલાઇન નંબર પર જાણ કરાતા સંસ્થામાંથી સ્વયંસેવક મિત્રો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાધનોથી સજ્જ થઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લગભગ […]

Continue Reading

વ્યાજબી ભાવની પલાણા સેવાસહકારી મંડળીનું અનાજ આડીનાર ચોકડીથી ઝડપાયું.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા ખેડા જિલ્લાના આડીનાર ચોકડી પરથી મધ્યાહન ભોજનનો જથ્થો સગેવગે થતો હોવાની ઘટના સામે આવી છે નડિયાદના ગોડાઉનમાંથી પલાણા ગામનો મધ્યાહન ભોજનનો જથ્થો લઇ નીકળેલ ટેમ્પાનો ડ્રાઈવર મહોળેલ ખાતે આવેલ પ્રાઇવેટ ગોડાઉનમાં પહોંચી ગયો હતો જ્યાં જથ્થો ખાલી કરવાની તૈયારી હતી પરંતુ જાગૃત નાગરિક ત્યાં પહોંચી જતા ગોડાઉન માલિક દ્વારા ટેમ્પાને […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે ગ્રામપંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે ગ્રામપંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી બંધ હાલતમાં રહેલા જાહેરશૌચાલયને વહીવટી તંત્ર સાથે રાખી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું દબાણ દૂર કરવા માટે દબાણકર્તાઓને પંચાયત દ્વારા અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ દબાણ દૂર ન કરાતા ગામના સરપંચ ધ્રુવલભાઈ પટેલ અને […]

Continue Reading

ખેડા એલ.સી.બી નો સપાટો: રહેણાંક મકાનમાંથી મહિલા બુટલેગર સહિત રૂ.૧,૧૨,૭૦૦ નો દારૂ ઝડપ્યો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા- નડિયાદ એલ.સી.બી. સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી એક મહિલાએ પોતાના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઘરમાં સંતાડી રાખ્યો છે બાતમી ના આધારે પોલીસે દરોડા પડતા આરોપી તારાબહેન ને પોતાના મકાનમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ -૧૫૯ કિંમત રૂ.૬૪,૭૦૦ તથા બિયરના […]

Continue Reading

ખેડા: મહેમદાવાદમાં આઈ પી એલ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતા બે શખ્સ ઝડપાયા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા મહેમદાવાદમાં આવેલ મારૂતિ નગર સોસાયટીમાં મકાન ૨ માં રહેતાં કનુભાઈ પરષોત્તમભાઈ પટેલના ઘરનો બીજો માળ ભાડે રાખી અમદાવાદના શખ્સો આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની માહિતી મહેમદાવાદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત રાત્રીના નવેક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો અને ઘર આગળ ખુરશીમાં બેઠેલા ઘરમાલિક કનુભાઇની અટકાયત કરી ઘરની […]

Continue Reading