ખાનપુરમાં એક જ કોમના બે જુથો વચ્ચે અથડામણ,ભારે પથ્થરમારો

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા આણંદ તાલુકાના ખાનપુર ગામમાં ગત રાત્રીના સુમારે નવરાત્રી પર્વને લઈને મંદિરમાં દિવો કરવા જતા મંદિર પાસે મુકેલા લાકડા હટાવવા બાબતે બે જુથો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને બંને જુથો હાથમાં લાકડીઓ લઈ સામસામે આવી ગયા હતા. અને એકબીજા પર ભારે પથ્થરમારો કરતા બંને જુથના ચાર થી વધુ લોકો ઘાયલ […]

Continue Reading

નડિયાદ મૈત્રી સંસ્થાના વુમન એમ્પાવરમેન્ટ કાર્યક્રમમાં મહિલાઓએ 9 હાજર માસ્ક બનાવ્યા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા દિવ્યાંગો માટે કામ કરતી નડિયાદ મૈત્રી સંસ્થા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલી કામગીરી ને જોતા વડોદરા તાલુકાના પાદરાની ફિનોલેક્સ કંપની અને મુકુંદ માધવ ફાઉન્ડેશન દ્વારા મિત્રી સંસ્થાને ૯ હજાર માસ્ક બનાવવાની કામગીરી સોપાઇ હતી. ફાઉન્ડેશન દ્વારા “ગીવ વીથ ડિગ્રીટી’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તેઓ સમગ્ર રાજ્યમાંથી ૫ હજાર ઘરોમાં કોરોનાની […]

Continue Reading

નડિયાદના વીણા ગામ પાસેથી ૩૦ કિલો શંકાસ્પદ માંસના જથ્થા સાથે દંપતી ઝડપાયું.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા નડિયાદ મહુધા રોડ પર આવેલા વીણા ગામ પાસેથી ગૌરક્ષકો દ્વારા એક દંપતીને ૩૦ કિલો શંકાસ્પદ માંસના જથ્થા સાથે ઝડપી પાડીને પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે. નડિયાદમાં રહેતા અને ગૌરક્ષા માટે કામ કરતા કાર્યકરોને માહિતી મળી હતી કે મહુધાના ખાટકીવાડ માં રહેતા સલીમભાઈ સાબીર હુસૈન ખુરેસી તેમજ તેમની પત્ની […]

Continue Reading

વાસદ બોરસદ રોડ પરથી 14.41 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા વાસદ-બોરસદ માર્ગ પર રેલ્વે ફાટક પાસેથી વાસદ પોલીસે મળેલી બાતમીના આધારે વડોદરાના કુખ્યાત બુટલેગર લાલુ સીંધીનો ૧૬,૪૧,૪૦૦ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી વિદેશી દારૂ અને ટ્રક સાથે ૨૬,૫૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દારૂબંધી ધારા હેઠળ વાસદ પોલીસ મથકે ટ્રક ચાલક સહિત પાંચ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામના સરપંચ દ્વારા કરેલ રજૂઆતને મળી સફળતા: સંરક્ષણ દીવાલો ને મળી મંજૂરી.

રિપોર્ટર : રીઝવાન દરિયાઈ, ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામના સરપંચ મિનેશભાઇ પટેલ ના અથાગ પ્રયત્ન દ્વારા અંગાડી ગામ બચાવ અને ધોવાણ અટકાવવા માટે ૨૦૧૮ માં PMOPG OFFICE DELHI માં રજૂઆત કરેલ જેની નોધ લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્ય સરકાર ને તાત્કાલિક અંગાડી ગામની સંરક્ષણ દીવાલો મંજુર કરી આપવામાં આવી. જેમાં તાત્કાલીક એસ્ટીમેન્ટ […]

Continue Reading

યાત્રાધામ ડાકોરમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ૧૦૦૦ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર અધિક પુરુષોત્તમ માસમાં અનેક ઘણું ફળ મળે છે. પુરસોત્તમ માસમાં જેટલું દાન કરો એટલું વધારે પુણ્ય મળે છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના બામણ ફળિયા ગામના શાંતિદાસ બાપુ દ્વારા તથા વસાવા જીતેન્દ્ર ભાઈ શાંતિલાલ દ્વારા અધિક પુરુષોત્તમ માસ નિમિતે ખેડા જિલ્લાના પ્રસ્સિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવ નજીક આવેલ દંડી સ્વામી આશ્રમ ખાતે […]

Continue Reading

નડિયાદના છાંટીયાવાડમાં સીસી રોડની કામગીરી કરતા મશીન સાથે અથડાતા સાઈકલ સવાર વૃદ્ધનું મોત.

બ્યુરોચીફ : રાકેશ મકવાણા, ખેડા નડિયાદ નગરપાલિકા દ્વારા છાંટીયાવાડાની લીમડી વિસ્તારમાં આર. સી. સીનું કામ ચાલી રહ્યું હતું આર.સી. સી ના ચાલુ કામે એક સાયકલ સવાર વૃદ્ધ કૃષ્ણકાંત શાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કૃષ્ણકાંત સાયકલ સાથે આર.સી.સી ના મશીન સાથે અથડાયા હતા મશીનની ટક્કર વાગવાથી કૃષ્ણકાંતનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ […]

Continue Reading

નડિયાદના દંતાલી ગામની સીમમાં નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે અજાણ્યા આધેડનું મોત.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના દંતાલી ગામની સીમમાં નેશનલ હાઈવે નં.૪૮ ઉપર દાવડા ઓવરબ્રીજ પાસે પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે માર્ગ પરથી પસાર થતા ૪૫ વર્ષના માનસિક અસ્થિર અને ભીખારી જેવા લાગતા અજાણ્યા આધેડને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે વસો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો […]

Continue Reading

નડિયાદના જય ભોલે પાર્લર દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જીલ્લાના નડિયાદ શહેરમાં સંતરામ ડેરી રોડ ઉપર આવેલ જય ભોલે પાર્લર દુકાનમાં આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાઈ રહેલી કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જ બેંગ્લોરની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને નડિયાદની ડીવીઝન સ્ક્વોર્ડે ઝડપી પાડી મોબાઈલ ફોન, ટીવી અને રોકડ રકમ મળી ૮૩૦૦ નો મુદ્દામાલ કબ્જે […]

Continue Reading

ખેડા: વસો તાલુકાના ખાંધલી ગામની વિધવા પર થતા અત્યાચાર થી કંટાળી આત્મહત્યા કરવા સુધી પહોંચી વાત.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના વસો તાલુકાના ખાંધલી ગામની વિધવા મહિલા રંજનબેન સુરેન્દ્રભાઈ પટેલ પર પોતાના જ કુટુંબીજનો દ્વારા અસહય ત્રાસ ગુજારતા આખરે મહિલા તેના 2 નાના પૌત્રોની સાથે આત્મહત્યા કરવાના ઈરાદા સુધી પોહચી હતી. રંજનબેનના જણાવ્યા અનુસાર તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમના પર થતા અત્યાચાર વિશે અનેકવાર જાણ કરવામાં છતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના […]

Continue Reading