કાલોલ: આગામી ચોમાસાની સિઝન ને ધ્યાને લઇ કાલોલ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી.

ચોમાસાનું આગામી સિઝનને ધ્યાને લઇ કાલોલ નગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. સૌ પ્રથમ મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા આવી કામગીરીનો પ્રારંભ કર્યા બાદ કાલોલ નગર પાલિકા અને હાઇ-વે ઓથોરિટી એલ એન્ડ ટી કંપની દ્વારા કાલોલ નગર મધ્યેથી પસાર થતા સ્ટેટ હોઇ-વે ની બંને તરફની જામી ગયેલી ગટરો સાફ કરવા સહિત શહેરના મુખ્ય […]

Continue Reading

ચિંતાજનક: કાલોલ તાલુકાના એરાલ ગામમાં ૬૫ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું.

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેને પગલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉંન ૪.૦ અમલમાં છે ત્યારે લોકડાઉંન ૪.૦ માં સરકાર દ્વારા આંતર જિલ્લા પરિવહનની પરવાનગી આપવામાં આવી છે તેથી લોકો શહેરો તરફ થી ગામડાઓમાં આવી રહ્યા છે તેને કારણે ગામડાઓમાં પણ કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે કાલોલ તાલુકાના એરાલ […]

Continue Reading

કાલોલ: માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવકોની અર્થી સાથે ઉઠતા નાનકડું ભૂખી ગામ હિબકે ભરાયું

ગત સોમવારની સમી સાંજે કાલોલ મલાવ રોડ પર વાટા પાટીયા અમૃત વિધાલય પાસે ટાટા 407 ટેમ્પો અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કમનસીબે મોતને ભેટેલા બે યુવકો ઠાકોર મહેન્દ્રસિંહ ગણપતસિંહ તથા જાદવ કિરપાલસિંહ વિજયસિંહની અંતિમયાત્રા એક સાથે નીકળતાં નાનકડા ભૂખી ગામમાં માતમ છવાયો હતો. ઉપરોક્ત યુવકો પૈકી મહેન્દ્રસિંહ નું ઘટના સ્થળે મૉત થયું હતું જયારે […]

Continue Reading

કાલોલ : કોંગ્રસ કાર્યકરોએ મામલતદાર કચેરીમાં મધ્યમ વર્ગ અને ગરીબોને સહાય મળે તે માટેની રજૂઆત કરી

છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવીડ ૧૯ ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. મહામારી ને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. તમામ ધંધા ઉદ્યોગ બંધ હોવાને લીધે ગરીબ અને માધ્યમ વર્ગ માટે આ જીવિકા બંધ થઇ ગઈ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવું કપરું બન્યું છે. સામાન્ય પ્રજા જનોની હાલત […]

Continue Reading

કાલોલના મલાવ રોડ પર આંટા ગામ પાસે ટેમ્પા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ના મોત,૨ ઈજાગ્રસ્ત,બાકીના નો આબાદ બચાવ

જયવીરસિંહ સોલંકી – પંચમહાલ બ્યુરો ચીફ.   કાલોલ નારણપુરાથી એક ટેમ્પા ચાલક ૧૦ મજૂરોને ટેમ્પા લઈ ઘોઘંબા તરફ જતાં કાલોલ તાલુકાના જ ભુખી ગામના સીએટ કંપનીમાં કામ અર્થે બાઈ પર જતાં કાલોલ મલાવ રોડ આવેલાં આંટા પાટીયા પાસે બાઈક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકના માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી […]

Continue Reading

કાલોલ પોલીસે રૂ.૧૫૯૧૦ ના ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે બૂટલેગરની ધરપકડ કરી

હાલ ચાલી રહેલા કોરોના સંક્રમણ ના મુદ્દે ના વિવિધ કારણો સર પોલીસ બંદોબસ્ત માં વ્યસ્ત હોય તેનો આડકતરો લાભ લેતા બુટલેગરો એ પંચમહાલ જિલ્લામાં દારૂ નો વેપલો વધારી હોવાની હકીકતો મુદ્દે ચોકકની બની કાલોલ પોલીસ એ આજરોજ કરેલી કાર્યવાહીમાં રૂ.૧૫૯૧૦ નો ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે બૂટલેગર ની ધરપકડ કરી છે સદર મામલે પોલીસ […]

Continue Reading

કાલોલ: કોરોના સંક્રમણને ટાળવા જાહેર માર્ગ દર્શિકા અનુસાર કાલોલના બોમ્બે હેર કટીંગ સલૂનની અનુકરણીય પહેલ

સમગ્ર ભારતમાં ૩ તબ્બકા ના લોકડાઉંન બાદ ૪ તબ્બકામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે. જેમાં સરકાર એ આપેલી ગાઇડલાઇન મુજબ દુકાનો ખોલવા માટે ની સૂચનાઓ આપવામાં આવી છે. હેર સલૂન ચલાવનારા લોકો માટે પણ સરકાર દ્વારા સૂચનો આપાય છે ત્યારે પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા માં આવેલી બોમ્બે હેર કટીંગ સલૂન માં કોરોના […]

Continue Reading

કાલોલ: દેલોલના યુવાનોએ વૈજ્ઞાનિકના મૃતક શરીરને નવસારી પહોંચાડી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

નવસારી ના મૂળ વતની અને કોલકાતામાં રહેતા પ્રખ્યાત વૈજ્ઞાનિકનું આકસ્મિક આવસાન થયું હતું હાલ સમગ્ર ભારતમાં ચાલી રહેલા લોકડાઉંન ને કારણે હવાઈ સેવા બંધ હોવાથી મૃત્યુ પામેલા વૈજ્ઞાનિકના મૃતક શરીર ને વેસ્ટ બંગાળ કોલકાતા થી એમ્બ્યુલન્સ મારફતે નવસારી ખાતે લાવવા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે એમ્બ્યુલન્સમાં તકનીકી ખામી સર્જાતા પંચમહાલ જિલ્લાના કાલોલ-ગોધરા હાઈવે ની […]

Continue Reading

કાલોલ: કોરોના વાયરસ ના સંક્રમણ સાવચેતીના ભાગરૂપે કાલોલ નગરપાલિકા દ્વારા આેડ-ઈવન સિસ્ટમ માટે દુકાનોનું નંબરીંગ કરવામાં આવ્યું.

કોરોના સંક્રમણ લોકડાઉંનના ચોથા તબક્કામાં વેપાર રોજગાર માટે રાજ્ય સરકાર તરફ થી આપવામાં આવેલ વિશેષ છૂટછાટના પાલન અનુસંધાને બુધવાર રોજ કાલોલ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાં અંતર્ગત શોપિંગ કોમ્પલેક્સમાં દરેક વેપારીઓએ ઓડ-ઈવન પધ્ધતિથી દુકાનો ખુલ્લી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે તે સંદર્ભે કાલોલ નગર પાલિકાના મુખ્ય બજારમાં આવેલી રો-સિસ્ટમની દુકાનો પર નગરપાલિકા દ્વારા નંબરીંગ કરી […]

Continue Reading

કાલોલ શહેર ભાજપા દ્વારા પ્લેકાર્ડ સાથે મુખ્યમંત્રી એ જાહેર કરેલા ૫ સૂત્રોની સમજાવટ ઝુંબેશ હાથ ધરવામાં આવી

માનવ ભક્ષી કોરોના વાયરસના સંક્રમણ ને ફેલાતો અટકાવવાના પ્રયત્નોના ભાગરૂપે અને કોરોના સામે ની લડાઈમાં જાગૃતતા નો ફેલાવાના આશયે કાલોલ શહેર ભાજપા દ્વારા પ્લે કાર્ડ સાથે ની રેલી સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે કાઢવામાં આવી હતી. કાલોલ શહેર ભાજપ ના હોદ્દેદારો અને કાલોલ નગરપાલિકા પ્રમુખ સહીતના સભ્યો હાજર રહ્યા હતા રેલી નો મુખ્ય ઉદ્દેશ કાલોલ નગરજનો […]

Continue Reading