ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરા દ્વારા ઓરવાડા ખેડૂતહાટ બજારનો શુભારંભ.

પંચમહાલ જિલ્લા તથા ગોધરા તાલુકાના ખેડૂતોને ખેત ઉત્પન્ન, શાકભાજી, ફલફળાદી નાં પોષણક્ષમ ભાવ મળી રહે અને સ્થાનિક ગ્રામજનોને રોજગારી મળી રહે તેવા શુભ હેતુથી સબ યાર્ડ ઓરવાડા ખાતે ખેડૂત હાટ બજાર નો શુભારંભ કરવામાં આવેલ. બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચોહાણ, વાઇસ ચેરમેન રમેશભાઈ બારીઆ, જિલ્લા પંચાયતના દંડક એ બી પરમાર, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ […]

Continue Reading

ગોધરામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા હેઠળ શિક્ષકોનું પ્રથમ ચરણનું આંદોલન શરૂ.

રાજયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ભારતીય મજદૂર સંધ તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા બાબતે રાજય સરકારને અનેક વાર રજુઆત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનો દ્વારા સાથે મળી બનાવેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચાની ગોધરાની દલુનીવાડી ખાતે ધરણાંનો […]

Continue Reading

લીલેસરા ગામે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યકમ યોજાયો.

દેશ અને રાજ્યમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ ગોધરા તાલુકા ના લિલેસરા ગામે પોપટપુરા, ચીખોદ્રા, સારંગપુર, લીલેસરા, વણાંકપુર ગામને લાભ આપતો યોજાયો. આ પ્રસંગે બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે-જણાવેલ કે, રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ કરી રહ્યો છે […]

Continue Reading

ઉનાળામાં પંચમહાલ જિલ્લામાં ભાવ વધતાં લીંબુ વધુ ખાટા થયા.

ઉનાળાના સમય દરમિયાન લીંબુની ભારે માંગ રહે છે. કાળઝાળ ગરમી અને હિટસ્ટ્રોકથી બચવા માટે લોકો લીંબુ પાણી અથવા લીંબુ શરબત પીને ઠંડક મેળવતા હોય છે. પરંતુ લીંબુના ભાવમાં અચાનક વધારો થતા લોકોએ લીંબુનો વપરાશ ઓછો કરી દીધો છે. સામાન્ય દિવસોમાં 50 થી 100 રૂપિયે કિલો મળતા લીંબુના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી વધારો થતા કીલોનો ભાવ […]

Continue Reading

ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વ્રારા વડેલાવ ગામે નવીન પંચાયત ધરનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી ચાલી રહેલ છે અને ગામડાંના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામો મંજુર કરવામાં આવેલ છે. ગોધરા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા તેઓની રજુઆત થી સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ ૫૮ નવીન પંચાયત ઘર પૈકી ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૪ લાખ ના ખર્ચે તલાટી ના નિવાસ સ્થાન […]

Continue Reading

જિલ્લા પંચાયતના દંડક અરવિદસિંહ પરમાર ની ઉપસ્થિતમાં ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિન ની ઉજવણી.

ભારતીય જનતા પાર્ટી ના ૪૨ માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગોધરા તાલુકાના બખખર ગામે ૧૦૦ કેટલા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદસિંહ પરમાર દ્વારા ગોધરા તાલુકામાં મજૂર થયેલ પંચાયતઘરો પૅકી બખખર ગામે ૧૪ લાખની માતબર રકમનું તલાટી ના નિવાસ સ્થાન સાથે નું નવીન આધુનિક પંચાયત ઘરના મકાનના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. અને આ પંચાયત […]

Continue Reading

45 સેકન્ડ સુધી આકાશમાંથી ભેદી અગનગોળો પસાર થયો.

ગોધરા સહિત જિલ્લામાંથી સાંજના 7.45 વાગે આકાશ માં ભેદી અવકાશીય પદાર્થ પસાર થયો હતો.સાંજના અવકાશમાં અગન ગોળા સ્વરૂપે ભેદી અવકાશીય પદાર્થ રોકેટ ગતિએ પસાર થતો જોવા મળ્યો હતો. આકાશમાં રોકેટ ગતિ એ આગ ના ગોળા જેવો પદાર્થ પસાર થતા પ્લેન કેશ કે તારા ખરી પડ્યો હોવાની વાત ઉઠી હતી.શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ અવકાશીય ઘટનાને […]

Continue Reading

કોરોનાના બે વર્ષ બાદ ગોધરા-દાહોદમાં ચેટીચંદ ઉજવાશે.

ગોધરામાં વસતા સિંધી સમાજ દ્વારા ઉત્સાહભેર ઇષ્ટદેવ ઝુલેલાલની જન્મ જયંતીને ચેટીચંદ તથા નુતનવર્ષ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પ્રતિબંધ હોવાથી છેલ્લા બે વર્ષથી સાદગીપૂર્ણ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં ચીઠીયાવાડ, ગીદવાણી રોડ, પાવર હાઉસ, ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ, કલાલ દરવાજા, અંકલેશ્વર મહાદેવ રોડ, બહારપુરા તેમજ બામરોલી રોડ સહિતના ઝુલેલાલ મંદિરોમાં […]

Continue Reading

જિલ્લાના 64 હજાર ઉદ્યોગોમાં દર મંગળવારે વીજ પ્રવાહ બંધ રહેશે.

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિ.ના 76460 ખેતી વીજ કનેકશનને 6 કલાક વીજળી અપાય છે.ઓક્સિજન, ચિલિંગ, કેમિકલ પ્લાન્ટ સહિતના ઉદ્યોગોને નિયમ લાગુ પડશે નહિ. પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં હાલ ઉનાળા પાકની વાવણી ચાલી રહી છે. ઉનાળા પાકના પિયત માટે પાકને વીજળીની જરૂર પડતી હોય છે. ખેતી માટે સિંચાઇની સગવડ ન હોય તેવા ખેડૂતોએ કુવા કે […]

Continue Reading

પંચમહાલમાં 6583 હેકટર ગૌચર જમીનમાંથી 62 હેકટરમાં દબાણ.

ગૌ-ધરા એટલે ગાયોને ચરાવવા માટેનો વિશાળ મેદાની વિસ્તાર એટલે ગોધરા પણ આ ગૌ-ધરામાં ગાયોને ચરવા માટેની ગૌચર જમીન નહિવત થઇ રહેતા પશુઓને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. ગોધરા તાલુકામાં નવીન રોડ તથા અન્ય પ્રોજેકટના લીધે ગૌચર જમીન ફક્ત 1014 હેકટર જેટલી બચી છે. પંચમહાલ જિલ્લામાં ગાયોને ચરાવવા માટે સરકારે ગૌચર જમીન એલોટ કરેલ છે. જિલ્લામાં […]

Continue Reading