દાહોદના આદિવાસીઓમાં ‘ચુલના મેળા’ની પ્રાચીન પરંપરા મુજબ ધુળેટીની ઊજવણી કરાઇ.

પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે.આદિવાસીઓમાં હોળી અને ધુળેટી ઉપરાંત ચુલના મેળાનું એક આગવું મહત્વ છે. ત્યારે દાહોદના આદિવાસીઓમાં હોળી સામાન્ય રીતે એક મહિનાની હોય છે. ડાંડા રોપણી પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે. હોળીનો દાંડો રોપાઈ ગયા બાદ […]

Continue Reading

દાહોદમાં સ્માર્ટ સિટીની પાઈપ લાઈનમાં કચરો ભરાતાં પાણી પુરવઠો બંધ, તંત્રે બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની હૈયાધારણા આપી.

દાહોદમાં છેલ્લા કેટલાય દિવસોથી ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરમાં જે સ્માર્ટ સિટી અંતર્ગત પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી હતી, તેમાં ભારે કચરો ભરાઇ જતાં જેને પગલે પાણીનો સંગ્રહ કરતી ટાંકીમાં પાણીનો પૂરતો જથ્થો ભરી શકાતો નથી. જેથી ઘણા વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. જેને […]

Continue Reading

ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લાના 1.32 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેશે.

આજથી શાળા-ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થશે. રાજ્યમાં 11માં ખેલમહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત આજથી શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. જિલ્લામાં ખેલમહાકુંભમાં 1.32 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેશે. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ તબક્કાવાર છ જેટલી વયજૂથમાં વિવિધ 22 રમતો યોજાશે. શાળા તેમજ ગ્રામ્ય […]

Continue Reading

દાહોદમાં હોળી પૂર્વે પરંપરાગત રીતે થતા મેળામાં 200થી વધુ ઢોલીડાં ઉમટ્યાં : અગિયારસથી દાહોદ જિલ્લામાં મેળાની જમાવટ શરૂ થશે.

દાહોદમાં રવિવારે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઢોલ મેળામાં પારંપરિક વાધ્યો સાથે ઉમટી પડેલા 200થી વધુ ઢોલીડાં મન મૂકીને ઝૂમ્યા હતા. દાહોદ જિલ્લામાં મહત્તમ વસ્તી આદિજાતિઓની છે. જેઓનો સૌથી મોટો તહેવાર હોળી છે. હોળીની સાથે જેમ રંગોનો નાતો છે તેમ આ દિવસોમાં દાહોદ જિલ્લામાં આદિવાસીઓની હોળી અને ઢોલનો પણ એકબીજાના પર્યાય છે. આદિવાસી […]

Continue Reading

પોતાની પડતર માંગણીઓને લઈને એસ.ટી. વિભાગના કર્મચારીઓ આક્રોશ વ્યક્ત કર્યો…

રાજ્ય સરકારના અન્ય સરકારી વિભાગમાં ફિક્સ પગાર ઉપરના કર્મચારીને 19,950પગાર ચુંકવવામાં આવે છે જ્યારે એસ.ટી. વિભાગમાંના ફિક્સ પગાર ઉપરના કર્મચારીઓને 16,650રૂપીયા ચુંકવવામાં આવે છે. આ વિસંગતતા દુર કરવી, ફિક્સ પગારના કર્મચારીઓના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારોને ઠરાવ મુજબ રૂા. 4 લાખના આર્થિક પેકેજનો લાભ આપો સહિતની 20 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવમાં આવી નથી.એસ.ટી. વિભાગના […]

Continue Reading

લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક ડો. કાનન દેસાઈને મહિલા આયોગ દ્વારા શક્તિ એવોર્ડ અપાયો..

રીપોર્ટર: વિજય બચ્ચાની દાહોદ લીમખેડા ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો. કાનન દેસાઈને રાજ્ય મહિલા આયોગ દ્વારા શક્તિ એવોર્ડ આપવામાં આવ્યો છે. ડો.દેસાઈએ કોરોના કાળમાં પોલિસિંગ સાથે કરેલી સેવાકીય પ્રવુતિ બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં કાલોલ ખાતે યોજાયેલા રાજ્યના મહિલા આયોગના કાર્યક્રમ દરમિયાન ડી વાય એસપી ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડ એનાયત […]

Continue Reading

દાહોદ જિલ્લાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જીની 67મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જી મહારાજની 67વી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ અને વૃક્ષને એડોપ નો કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ભારત સરકારની કોરોના વિશેની તમામ ગાઇડલાઇનનું સંપૂર્ણ પણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમની શરૂઆત સંતરોડ બ્રાન્ચના ઇન્ચાર્જ મહાત્મા અજય જી નિરંકારી હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કમલ હાઈસ્કૂલના આચાર્ય […]

Continue Reading

દાહોદ: મહારાષ્ટ્રનો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ વર્ચ્યુઅલ રૂપમાં ૨૬,૨૭,૨૮ ફેબ્રુઆરીએ થશે.

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પાવન છત્રછાયામાં મહારાષ્ટ્રનો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ તારીખ ૨૬, ૨૭ તથા ૨૮ ફેબ્રુઅરી ૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ રૂપમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ હજુ સંપૂર્ણ પણે સમાપ્ત થયું નથી. આ વાતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ માટે જાહેર કરાયેલા દિશા-નિર્દેશ અનુસાર […]

Continue Reading

દાહોદમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે.

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ રાજ્ય સરકાર દ્વારા તા.૧૬/૦૨/૨૦૧૧ થી ૧૬/૦૫/૨૦૨૧ સુધીના ૯૦ દિવસ દરમ્યાન લઘુતમ ટેકાનાં ભાવે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૦-૨૧ માટે પ્રતિ કિવન્ટલ (૧૦૦ કિ.ગ્રા) રૂા.૩૦૦૦/- ના ભાવે કેન્દ્ર સરકાર દ્વારા નકકી થયેલા ધારા ધોરણ મુજબ ચણા અને રાયડો રૂ. ૪૬૫૦ના ભાવે ખરીદવામાં આવશે. જેથી ખેડૂત ભાઈઓએ તેમનાં ચાલુ વર્ષનાં ૭/૧૨ તેમજ ૮-અ ના ઉતારા […]

Continue Reading

દાહોદમાં વસંતી વાયરાઓ વચ્ચે મહેમાન બન્યા છે હજારો નીલકંઠી પોપટ

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ દાહોદમાં જાન્યુઆરી મહિનો બેસેને ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો જાય તેમ વસંતના વધામણા કરવા જાણે પ્રકૃતિ રોજ નવા શણગાર સજવા લાગે છે. આ કુદરતના કાવ્યમાં પોતાના ગીત ઉમેરવા દાહોદમાં કેટલાંક મહેમાનોનું પણ શિયાળાનો ચાર્તુમાસ ગાળવા આગમન થાય છે. સંધ્યા સમયે કામની વ્યસતામાંથી પરવારી ઘરે જતા લોકોને પોતાના મીઠા કલબલાટથી ધ્યાન આકર્ષતા સૂડાઓ વૃક્ષોને […]

Continue Reading