છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર અશ્વિન નદી મા ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા નસવાડી ના ખેડૂતો ચિંતાતુર બન્યા.. ખેડૂતો એ પક્વેલ કપાસ,અદ્દડ,તેમજ મકાઈ ને નુકશાન થવાની શક્યતા.. નસવાડી માં અશ્વિન નદી ના કાઠે મડદા ને અગ્નિ સંસ્કાર માટે લાવતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ સંગમ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ હાલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરજિલ્લા સહિત બોડેલી તાલુકામાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓને લોહીની પણ તાતી જરૂરિયાત ઉભી થાય ત્યારે દર્દીઓને તાત્કાલિક લોહી મળી રહે તે હેતુથી તેમજ કરબલાની યાદમાં બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી સંગમ હોસ્પિટલના ખાતે ઇન્દુ બ્લડ બેન્કના સહયોગ […]

Continue Reading

છોટાઉદેપુર: બોડેલીનાં મોડાસર ખાતે ૩૦ બેડનાં કોવિડ ૧૯ સેન્ટર નું સાંસદ ગીતાબેન રાઠવાનાં હસ્તે ઉદઘાટન.

છોટાઉદેપુર જિલ્લામાં આજદિન સુધી વૈશ્વિક મહામારી કોરોના સંક્રમિત કેસ ની સંખ્યા ૨૭૬ પર પહોંચી છે જેમાંથી ૨૨૧ દર્દીઓ કોરોના ને મ્હાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા છે,કોરોના ને કારણે માત્ર ૨ દર્દીઓના મૃત્યુ થયા છે, ૯ દર્દીઓ અન્ય રોગને લઈ મૃત્યુ પામ્યા છે જ્યારે ૪૪ દર્દીઓ હાલ જિલ્લાના છોટાઉદેપુર સ્થિત જનરલ હોસ્પિટલ તેમજ પોલિટેકનિક […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમા ભારે વરસાદને લઈ મુલધર ગામ પાસે મેરિયા નદી પરનો ક્રોઝવે ધોવાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી પંથક મા સતત વરસી રહેલા વરસાદ ને કારણે નદી નાળા છલકાઈ જવા પામ્યા છે ત્યારે બોડેલી તાલુકા ના મૂલધર ગામ પાસે આવેલ મોરિયા નદી પર નો કોઝવે ધોવાઈ ગયો છે જેને લઇને આજુબાજુ ના છ કરતા વધુ ગામ ના લોકો ને ભારે હાલાકી નો સામનો કરી રહ્યા […]

Continue Reading

છોટાઉદેપુર નગરપાલિકામાં પત્ની બાદ હવે પતિ પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર નગરપાલિકા ની આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી તા.૨૪ ના રોજ જિલ્લા સેવાસદન સંકલન હોલમાં યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે બહુજન સમાજ પાર્ટીના નારેનભાઈ જયસ્વાલ બિન હરીફ વિજેતા થયા હતા. છોટાઉદેપુર નગરપાલિકા માં ઇતિહાસ માં પ્રથમ વખત એવું બન્યું છે કે પતિ અને પત્ની બન્ને પ્રમુખ બન્યા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ નો અંધેર વહીવટ સામે આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના એમ.જી.વી.સી.એલ ના અંધેર વહીવટથી ગ્રાહકો હેરાન પરેશાન થયા છે. જેથી આજરોજ કેટલાક ગ્રાહકોએ એમ.જી.વી.સી.એલના વહીવટને લઈ પોતાનો રોજ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. તેમજ ઓફિસમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહેતા હોવાની પણ ગ્રાહકોએ ફરિયાદ કરી હતી. નસવાડી તાલુકાના પલાસણી ગામના નયન મહંત નામના ગ્રાહકને પોતાના ઘરના સર્વિસ […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તાલુકાના ઉંડાણવાડા વિસ્તારના ગામડાઓમાં અદભુત કુદરતી સૌંદર્ય જોવા મળ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ ગામ નજીક ૭૦ ફૂટ ઉપથી પાણીનો ધોધ પડતાં અદભુત દ્રશ્ય જોવા મળ્યા જેમ કે હાલ વરસાદી માહોલ હોવાથી નસવાડી તાલુકામાં મેગરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઇને ડુંગર વિસ્તારમાં પાણીનો ગરકાવ થઈને કુદરતી ધોધ નો અદભુત નજારો ઉત્પન થાય છે અદાજીત ૭૦ ફૂટ જેટલો ઉચાઈ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામની પોસ્ટ ઓફિસમાં અંધેર વહીવટ બપોરના બાર વાગે પણ ખંભાતી તાળાં લટકતા જોવા મળ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું તણખલા ગામ એક વેપારી મથક છે તેમજ તણખલા ગામ નર્મદાને આવેલું ગામ છે તેમજ નસવાડીના તણખલાની વસ્તી સરેરાશ ૫૦૦૦ હજાર જેટલી છે નસવાડીનું તણખલા ગામ દરેક સુવિધા ધરાવે છે જેવી કે બેંક.પોલીસ સ્ટેશન,સ્કુલ પોસ્ટ ઓફિસ ગ્રામપંચાયત વગેરે આવેલી છે ત્યારે ત્યાંની પોસ્ટ ઓફિસ બિલકુલ ખખડધજ હાલત માં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભિખાપુરા બજારમાં એક રાતમાં બે દુકાનોના તાળાં તૂટતાં ચકચાર.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરામાં મીનેશકુમાર પરમાર અને અનીતબેન્ન બારીયા દુકાન ધરાવે છે ગત રાત્રી દરમ્યાન ટૂંકા સમયના વિરામ બાદ નિશાચરો એ દુકાનોને ટાર્ગેટ કરી મધરાત્રે તાડાતોડી કેટલીક રોકડ રકમ ટફડાવી ગયા હતા ભિખપુરા ગામ માં એક વર્ષ મા આ ચોરી નો ત્રીજો બનાવ બનવા પામ્યો છે છ મહિના અગાઉ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામના ૨૩ પરિવારો સરકારી તંત્રના પાપે સાત વર્ષ થી સરકારી અનાજ થી વંચિત.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના ઘોડિસિમેલ ગામના ૨૩ રેશનકાર્ડ ધરાવતા ગરીબ પરિવારો ને છેલ્લા ૭વર્ષ થી અનાજ ન મળતા તેઓ અનાજ મેળવવા માટે નસવાડી સેવાસદન ખાતે પોહચયા પરંતુ રજા હોવાને કારણે વિલા મોઢે પરત ફરવું પડયું હતું. હાલ જે કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે કોરોના વાઇરસ ના કારણે અનેક રોજીરોજગાર ના ધંધા […]

Continue Reading