કાલોલ : લઘુમતી ટોળા ના આતંક ને મામલે કાલોલ શહેર પોલીસ છાવણી માં ફેરવાયું કાલોલ ના સંવેદનશીલ વિસ્તારો માં ગોઠવાયો બંદોબસ્ત.

કાલોલમાં બે યુવાનની મારામારીના પડધા બીજા દિવસે પડયા હતા. યુવાનની ધરપકડ બાદ એક કોમનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે પોલીસ મથકે પથ્થરમારો કર્યા બાદ ટોળું પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દુકાનોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ ટોળાએ બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું […]

Continue Reading

કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન ફરી એક વાર વિવાદ માં ..વાલીઓ પાસેથી એલ સી ના નામે કરવામાં આવતી લુંટ…

૮ માથી ૯ માં ધોરણ માં જતા બાળક ના વાલી પાસે સત્ર ફી ના નામે લૂટ કરી એલ સી નહિ આપવનો મામલો. એલસી લેવા જતા રૂ ૫૫૦૦/ ની માંગણી કરવામાં આવે છે અને જો આજે નહિ ભરો તો પછી કાલે રૂ ૭૫૦૦/ ભરવા પડશે તેવી વાત કરે છે પંચમહાલ જિલ્લાના કાલોલની શાંતિનિકેતન શિક્ષણ સંકુલ માં […]

Continue Reading

રાહત : હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ ફરી શરૂ. ..

હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ માં ખામી સર્જાઈ હતી જેને લઈ થોડા કલાકો માટે પ્લાન્ટ બંધ કરવા ની ફરજ પડી હતી.પરંતુ ટેક્નિકલ ટિમ ની સતત 8 કલાક ની મહેનત ને લઈ હવે આ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. ઓક્સિજન પ્રોડક્શન આજે રાત્રે ૧કલાક થી શરૂ થઈ જશે અને સપ્લાય પણ […]

Continue Reading

હાલોલ : ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર ખોટકાયો.

હાલોલનો ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર થોડા સમય માટે બંધ થયો. પ્લાન્ટમાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું અનુમાન . પંચમહાલ જિલ્લામાં ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો હાલોલ ખાતેનો  ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ખોટકાયો હતો. પ્લાન્ટ ત્વરિત પુન:કાર્યરત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને ઓક્સિજન પ્લાન્ટ જલ્દી થી જલ્દી ફરી કાર્યરત કરી દેવાશે તેવું મારુતિ […]

Continue Reading

મુંબઈમાં કોવિડ હોસ્પિટલમાં આગ લગતા મૃત્યુઆંક 10 થયો, મોલના ત્રીજા માળે આવેલી હોસ્પિટલમાંથી 70 દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા.

મુંબઇના ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી .આ દુર્ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. જો કે, હોસ્પિટલમાં દાખલ 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 22 ફાયર બ્રિગેડ ઘટનાપહોંચી ગયા હતા અને આગ ને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા. હોસ્પિટલમાં રાહત અને બચાવ […]

Continue Reading

બંગાળમાં વડાપ્રધાન ની ગર્જનાઃ ગુરૂદેવની ધરતી પર કોઈ હિંદુસ્તાની બહારનો નહી

વડાપ્રધાને બુધવારે ફરી એક વખત પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મેદાનમાં ગર્જના કરી છે. વડાપ્રધાને કાંથી ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી અને બીજી મેના રોજ ભારતીય જનતા પાર્ટી બંગાળમાં સરકાર બનાવશે તેવો હુંકાર કર્યો હતો. વડાપ્રધાને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા અને આ ધરતી પર કોઈ બહારનું નથી તેમ જણાવ્યું , જે યુવાનો […]

Continue Reading

હોળી-ધૂળેટીની ઉજવણીને લઈને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, હોળિકા દહનને મંજૂરી, જાહેરમાં ધૂળેટી નહીં રમી શકો.

રાજ્યમાં હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી સંદર્ભમાં ગૃહ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ, સરકારે હાલમાં કોરોનાની સ્થિતિના કારણે હોળીના તહેવાર પર પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની તથા પ્રદક્ષિણા કરીને ધાર્મિક વિધિ કરવાની પરવાનગી આપી છે. જ્યારે ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમોને મંજૂરી આપી શકાશે નહીં. 28 માર્ચ અને 29 માર્ચના […]

Continue Reading

હોળી પર્વને લઈ અમદાવાદથી 100 અને સુરતથી 200 વધારાની બસ દોડાવાશે, મહારાષ્ટ્રથી આવતી બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ ફરજિયાત

રાજ્યમાં દર વર્ષે લોકો હોળી પર્વની ઉજવણી માટે લોકો બે દિવસ અગાઉ જ પોતાના વતનમાં જતા હોય છે.જેથી આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક પ્રતિબંધો મુક્યાં છે. આ પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમે હોળી પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરત ડિવિઝનમાં વધારાની બસો દોડાવાનો નિર્ણય લીધો છે. જેમાં 25,26 અને 27 તારીખે […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ગઠબંધન એ શિવસેનાની રાજકીય મજબૂરી છે; UPAની કમાન સોનિયા નહીં, પણ શરદ પવારના હાથમાં હોવી જોઈએ: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઘમસાણ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. શિવસેના નેતા સંજય રાઉતે આ માટે BJPને જવાબદાર ગણાવતા કહ્યું કે, ‘મહારાષ્ટ્રનું ગઠબંધન રાજકીય મજબૂરી છે જે ભાજપના કારણે થયું છે અને ત્રણેય પાર્ટી અલગ-અલગ વિચારસરણી છે, પરંતુ અમે હિન્દુ વિચારસરણી સાથે કોઈ સમજૂતી કરી નથી અને હિન્દુત્વનો એજન્ડા પણ બદલ્યો નથી.’UPAનું નેતૃત્વ સોનિયા […]

Continue Reading

ગુજરાતમાં ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગો અને કોમોર્બિડને આધારકાર્ડ વિના કોરોના વેક્સિન અપાશે.

ગુજરાત રાજ્યમાં ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગો માટે મોટો નિર્ણય , કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો […]

Continue Reading