કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું , આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની તંગીના કારણે કેટલાક લોકોમૃત્યુ પામ્યા હતા.

કોરોનાની બીજી લહેર દરમિયાન કેટલાક લોકોના મોત થયા હતા. સરકારના કહેવા પ્રમાણે બીજી લહેર દરમિયાન કેટલાક દર્દીઓ જેઓ વેન્ટિલેટરના અધાર પર હતા તેમના મૃત્યુ આ કારણે જ થયા હતા.કેન્દ્ર સરકારે પહેલી વખત સ્વીકાર્યું છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓએ જીવ ગુમાવ્યો. કેનદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે 9 ઓગષ્ટ, 2021ના રોજ […]

Continue Reading

હાઇકોર્ટોમાં જજોની 41 ટકા જગ્યાઓ ખાલી.

દેશભરની હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની જગ્યાઓ ભરવાના મામલે કેન્દ્ર સરકાર ન્યાયાધીશોની નિમણૂકો ન કરીને લોકશાહીના ત્રીજા સ્તંભને ઠપ કરી રહી છે. જો સરકાર આવીજ પ્રક્રિયા ચાલી રાખશે તો એક દિવસ સરકારનું વહીવટીતંત્ર પણ ઠપ થઇ જશે.સરકારી ઓથોરિટીએ સમજવું જોઇએ કે આ રીતે કામ ન ચાલે. જો તમે ન્યાયતંત્રને ઠપ કરવા માગતા હો તો તમારી સિસ્ટમ પણ ઠપ […]

Continue Reading

ખૂબ જ ગંભીર બીમારીથી પીડાતા કોડીનારના વિવાન વાઢેરનું અમદાવાદ ખાતે અચાનક નિધન થયું છે.

આજે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વિવાનના નિધન સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મિશન વિવાનનો પણ અંત આવ્યો છે. વિવાનના પિતાના જણાવ્યા પ્રમાણે, વિવાનની અંતિમ ક્રિયા ગામડે કરવામાં આવશે. તેમણે વિવાનને બચાવવા મદદ કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. છેલ્લા ચાર મહિનાથી માત્ર ચાર મહિનાની ઉંમરના વિવાનને બચાવવા માટે વિવાન મિશન […]

Continue Reading

હાઇકોર્ટ : સંતાન પિતાના બદલે માતાના નામનો ઉપયોગ કરી શકે…..

સામાન્ય રીતે સંતાનોના નામની પાછળ પિતાની અટક કે નામ લખવામાં આવતી હોય છે. એવામાં દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકનમાં કહ્યું છે કે સંતાન ઇચ્છે તો પોતાના માતાની અટક કે નામ પોતાની પાછળ લગાવી શકે છે. સંતાનોને તેનો પણ અિધકાર મળેલો જ છે. એક પિતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને માગણી કરી હતી કે મારી પુત્રીને આદેશ […]

Continue Reading

સફળ પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે મંગળવારે અન્નોત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ આયોજિત કર્યા હતાં ,જેમાં લાભાર્થીઓની સંખ્યા વધી જતા શાળાના દરવાજા બંધ કરી દેવાયા હતા.

જેમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ અપાયુ હતું . જોકે, અમદાવાદમાં તો શાહીબાગ સરકારી શાળામાં એવી અવ્યવસ્થા સર્જાઇ કે, લાભાર્થીઓ ધક્કે ચઢયા હતાં. એટલુ જ નહી, શાળામાં લાભાર્થીઓની સંખ્યા વધી જતા શાળાના દરવાજા બંધ કરી દેવાયા હતાં. અન્નોત્સવ દિવસે અન્ન પુરવઠા વિભાગ યોગ્ય આયોજન જ કરી શક્યુ નહીં.પરિણામે ગરીબ લાભાર્થીઓને હેરાનગતિનો ભોગ બનવુ પડયુ હતું. […]

Continue Reading

ગોવિંદગુરૂ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કલાસરૂમ વધારવા માગશે મંજુરી.

આ વર્ષે માસ પ્રમોશનથી 100 ટકા પરિણામ આવતાં કોલેજોમાં ગત વર્ષ કરતાં 17 હજારથી વઘુ વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવાની શકયતાઓ દેખાઇ રહી છે. જેને લઇને કોલેજોમાં એક કલાસરૂમમાં 130 બેઠકો ની વ્યવસ્થા વધારીને 180 બેઠકો કરીને પ્રવશેનો પ્રશ્ન યુનિ. હલ કરશે.શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી સંલગ્ન પંચમહાલ, દાહોદ,મહિસાગર, છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્યમાં કોમર્સ અને આર્ટસની કુલ 48 […]

Continue Reading

ગુજરાત હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહી ગઈ કાલે પુરવાર થઈ.

વરસાદે તારાજીનો મૂડ પકડી લીધો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ઍક્ટિવ થયેલી મૉન્સૂન સિસ્ટમે રાજકોટ, જામનગર, મહેસાણા, પંચમહાલ અને સુરત જિલ્લામાં ૭થી ૧૮ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો; જ્યારે ગુજરાતના ૨૪૦ તાલુકામાં વરસાદની અસર વર્તાઈ હતી. ગઈ કાલે દિવસ દરમ્યાન ગુજરાતમાં ક્યાંય સૂર્ય દેખાયો નહતો. આખો દિવસ ઝરમર વરસતા વરસાદ વચ્ચે જીવનનિર્વાહ ચાલ્યો હતો.જામનગર જિલ્લાના જામજોધપુર […]

Continue Reading

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા.

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી એ સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હતા. સંત હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે અને 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.હરિપ્રસાદ સ્વામીજીની ઘણા સમયથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું […]

Continue Reading

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી,

હવામાન વિભાગની આગાહી દરમિયાન , શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટાઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જૂનાગઢ-ગીર-સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં આગામી 3 દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના ગુજરાતમાં આજથી ચોમાસાની જમાવટ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ […]

Continue Reading

ઓફલાઇન શિક્ષણ સોમવારથી શરુ :રાજ્યભરની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગો 50 ટકા કેપિસિટી સાથે 26 જુલાઇથી શરૂ થશે, CMના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો નિર્ણય.

સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે, ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશેશાળાના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. રાજ્યની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગોની શાળાઓમાં આગામી 26 જુલાઇ 2021 એટલે કે, સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો […]

Continue Reading