છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં મેઘમહેર

થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના મોરવાહડફ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, […]

Continue Reading

જન્માષ્ટમી પર્વે સોમનાથ મંદિર સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે.

આગામી તા.30 ઓગષ્ટને જન્માષ્ટમીના તહેવારમાં સોમનાથ મંદિર તથા અહલ્યાબાઈ નિર્મિત (જુના સોમનાથ) મંદિરમાં દર્શનનો સમય સવારે ચારથી સાડા છ, ત્યારબાદ સાડા સાતથી સાડા અગીચાર તેમજ બપોરે સાડા બારથી સાંજે સાડા છ અને રાત્રીના સાડા સાતથી રાત્રે દસ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેનાર છે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ […]

Continue Reading

અમેરિકાએ આસમાનથી રિપેર ડ્રોનની મદદથી દુશ્મનોને નિશાન બનાવ્યા.

અમેરિકાએ શનિવારે દાવો કર્યો કે કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ કરનારા ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાનના મુખ્ય ભેજાબાજનો ડ્રોન હુમલામાં સફાયો કરી દેવાયો છે. આ જ ગ્રૂપે કાબુલ એરપોર્ટ પર હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત 170 લોકોની હત્યા કરી હતી. અમેરિકાનું રીપર ડ્રોન મિડલ ઈસ્ટના કોઈ ગુપ્ત સ્થળેથી લોન્ચ થયું અને તેણે અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં એક કારને નિશાન બનાવી. […]

Continue Reading

આજરોજ ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી. આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું

ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. જે નિવેદન અંગે આજે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું છે. સી. આર પાટીલે કહ્યું હતું કે, મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ ને […]

Continue Reading

કાબુલના રસ્તા પર સામાન્ય લોકો ફરતા જોવા મળ્યા.

કાબુલના રસ્તા પર 21 ઓગસ્ટથી ફરી સામાન્ય લોકો ફરવા લાગ્યા હતા. જોકે એક તફાવત હતો. કોઈ પણ જગ્યાએ જાવ તે દુકાન, મોલ, લોકલ માર્કેટ કે પછી બસ સ્ટેશન બધી જગ્યા પર પુરુષો જ દેખાતા હતા. તે પણ કુર્તા-પાયાજામા અને સદરો પહેરીને.22 ઓગસ્ટ, રવિવારે, બપોરે 1 વાગ્યે, કાબુલના જાણીતા મોલ ગુલબાર સેન્ટરની અંદર અન્ડર ગારમેન્ટ્સની દુકાન […]

Continue Reading

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે IAS અધિકારી પંકજ કુમારની નિમણૂંક

પંકજ કુમાર હાલમાં ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રટરી છે.6 મે, પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈ.એ.એસ તરીકે વરણી થઈ હતી.તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈ.આઈ.ટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે.આ ઉપરાંત તેમણે પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટ વિષય સાથે એમ.બી.એ નો પણ અભ્યાસ કરેલો છે.મૂળે પટણાના પંકજ કુમારની ગુજરાત સરકારે […]

Continue Reading

આતંકીઓ કાર બોમ્બ-બ્લાસ્ટ કરી શકે છે.કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ.

બે ફિયાદીન હુમલા-ત્રણ બોમ્બ-બ્લાસ્ટથી ધ્રૂજી ગયેલા કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની મુજબ એરપોર્ટના નોર્થ ગેટ પર કાર બોમ્બ-બ્લાસ્ટ થવાનું જોખમ છે. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જો બાઇડનને […]

Continue Reading

કેન્દ્રીય મંત્રી રાણેની અટકાયત; ઉદ્ધવની વિરુદ્ધ નિવેદન આપવા પર શિવસૈનિકોનું ઉગ્ર પ્રદર્શન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ નિવેદન આપવાનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોંઘું પડી રહ્યું છે. પોલીસે તેમની અટકાયત કરી છે. હવે પોલીસ તેમને રત્નાગિરી કોર્ટ લઈ જઈ રહી છે, જ્યાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે. બીજી તરફ શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રના 17 શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યો રાણે રાજ્યસભા સાંસદ છે, આ કારણે તેમની ધરપકડ […]

Continue Reading

ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ માંડ 23.97 ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી […]

Continue Reading

તાલિબાને કાબુલ એરપોર્ટ નજીકથી 150 લોકોનું કર્યું અપહરણ, જેમાં ભારતીયો પણ છે.

તાલિબાન કાબુલ એરપોર્ટ પરથી 150 લોકોને પોતાની સાથે લઈ ગયા હતા, જેમાં મોટે ભાગે ભારતીય પણ સામેલ છે. તેમના લોકેશન વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. એ પણ સ્પષ્ટ નથી કે આ લોકોને લઈ જવા પાછળ તાલિબાનનો હેતુ શું છે. અટકળો એવી પણ છે કે એરપોર્ટ પર અંધાધૂંધીને કારણે તેમને બીજા ગેટ દ્વારા અંદર […]

Continue Reading