માંગરોળ ના લોએજ ખાતે મેગા પશુરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો.

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના લોએજ ગૌશાળા ખાતે મેગા પશુ નિદાન કેમ્પ નું આયોજન વહીવટી તંત્ર જૂનાગઢના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.‌ નાયબ પશુપાલન નિયામક જૂનાગઢ, પશુચિકિત્સા અધિકારી માંગરોળ, ગ્રામપંચાયત લોએજના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો જેમાં 400 થી વધુ પશુઓ નું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને 40 જેટલા પશુઓના મોટા […]

Continue Reading

ગોધરા એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ રૂા.5230નો ભાવ નક્કી કરાયો.

વડાપ્રધાનએ ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોને ખેત ઉત્પન્નના પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત લઘુત્તમ ટેકાના ભાવની ખરીદ મૂલ્યમાં વધારો કરવામાં આવી રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી માટે ઓનલાઈન નોંધણીની પ્રકિયા શરૂ કરેલ હતી. સરકાર ખેડૂતો પાસેથી ચણા રૂા.5230 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. જેમાં પંચમહાલ જિલ્લાના અંદાજીત 100 […]

Continue Reading

સંખેડાના માંકણી ગામે શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરાયો.

રિપોર્ટર યોગેશ પંચાલ કવાંટ સંખેડાના તાલુકાના માંકણી ગામે વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાનું સૌથી પૌરાણિક મંદિર એવું શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. સવારથીજ આખું ગામ ભકતીમય વાતાવરણમાં ભરપુર થઈ સમગ્ર ગામમાં વૈષ્ણવચાર્ય કાકરોલી નરેશ પૂજ્ય વાગીશકુમારજી મહારાજની શોભાયાત્રામાં જોડાઈ ઠેર ઠેર પધરામણી સાથે કેસરસ્નાનના કાર્યક્રમનું પણ ભવ્ય […]

Continue Reading

આસરમા મહીના કોતરોમાં દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

આંકલાવ તાલુકાના આસરમા સીમમાં આવેલા મહિસાગર નદીના કોતરોમાં દીપડાએ દેખા દીધી હોવાની બુમો ઉઠી છે.ત્યારે વન વિભાગે ફરિયાદોના પગલે પાંજરા મુકીને દિવસ રાત્રિ એક કરીને દીપડાને પકડવા શોધખોળ શરૂ કરી દીધી છે. જો કે ઉમેટા પંથકમાં દીપડાનો આંતક વધી ગયો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાંક સમયથી આંકલાવ તાલુકના ગામો દીપડા […]

Continue Reading

લીલિયાના ક્રાંકચમાં સાવજો માટે પાણીના 39 કૃત્રિમ પોઇન્ટ શરૂ કરાશે, 15 પોઇન્ટ બે દિવસમાં જ શરૂ કરાશે.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા મોટી સંખ્યામા વસી રહેલા સાવજો માટે ઉનાળાના આરંભે જ પીવાના પાણીની તકલીફ ઉભી થઇ છે. લીલીયા પંથકના 40થી વધુ સાવજોના ગૃપને પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. જેને પગલે વનતંત્ર દ્વારા અહી તમામ 39 પાણીના પોઇન્ટ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જે પૈકી પાણીના 15 પોઇન્ટ બે દિવસમા જ શરૂ […]

Continue Reading

પ્રબોધ સ્વામી જૂથનું લાંભવેલ ખાતે અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનું કરજણમાં શક્તિ પ્રદર્શન.

માંજલપુર આત્મિયધામ સંકુલ તેમજ યોગી ડિવાઈન સોસાયટી પર કબજો જમાવીને પ્રબોધસ્વામી અને તેમના જુથના સંતો-હરિભક્તોની હકાલપટ્ટીની રણનીતી ઘડાઈ રહી હોવાનો આક્ષેપ પ્રબોધસ્વામી જુથના હરિભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીએ કરજણ ખાતે તો પ્રબોધસ્વામી દ્વારા લાંભવેલ પાર્ટીપ્લોટમાં સંમેલન દ્વારા શક્તિપ્રદર્શન કર્યું હતું.આણંદના સંમેલનમાં પ્રબોધસ્વામી તેમજ તેમના જુથના સંતોને સામેલ થવા દેવામાં આવ્યાં ન હતાં. […]

Continue Reading

ભીલપુરમાં સૌપ્રથમવાર આદિવાસીઓનો મેળો યોજાયો.

તેજગઢ નજીક આવેલા ભીલપુરમાં સૌપ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ભરાયેલા મેળામાં આજુબાજુ ગામના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભીલપુરના તલાવડી ફળિયામાં નદી કાંઠે ભરાયેલા મેળામાં પારંપરિક વસ્ત્રો પરિધાન કરી આદિવાસીઓએ મેળાની મજા માણી હતી હોળી બાદ પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓની પરંપરા મુજબ અનેક મહિલાઓ દ્વારા આ મેળો યોજવામાં આવે છે. જેમાં આદિવાસીઓ પોતાની […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન પેટે 2935 કરોડનું વળતર ચૂકવાયું.અમદાવાદ જિલ્લામાં 7,203 ચો.મી જમીન સંપાદનમાં વિલંબ.

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1108.45 કરોડ રુપિયા જમીન સંપાદન પેટે ચૂકવાયા. અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે.ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર જમીન સંપાદનની કામગીરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેના માટે કરોડો રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે. […]

Continue Reading

ગુજરાતમાં ધોરણ-6 થી 12માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે.

તમામ ધર્મસંપ્રદાયના લોકોએ ગીતાના ગુણો, મૂલ્યો, સિદ્ધાંતો સ્વિકાર્યા છે. પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય પણ દાખલ કરાશે પરંતુ શ્રવણ અને કથનથી શીખવાડાશે નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરાશે. ગુજરાતમાં ધોરણ-૬ થી ધોરણ-૧૨ના વર્ગોમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય પ્રમાણે ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષમાં આ અભ્યાસ શરૂ કરવામાં […]

Continue Reading

અમદાવાદમાં ગુરૂદેવ બાપજીનો 90મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો,હરિભક્તોએ 1200 બોટલનું રક્તદાન કર્યું.

કોરોનાકાળ બાદ ઉજવાયેલ ગુરૂદેવ બાપજીના 90મા પ્રાગટ્યોત્સવમાં હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હરિભક્તો ગુરુદેવના દર્શન અને આશિર્વાદ લેવા માટે આતુર હતાં. આ પ્રસંગે દેશ વિદેશના 90 હજાર જેટલા હરિભક્તો પ્રાગટ્ય પૂનમનો લાભ લેવા સ્વામિનારાયણ ધામ ખાતે પહોંચ્યા હતાં.આ અવસર નિમિત્તે પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવી સમૂહ આરતીનું દિવ્ય આયોજન થયું હતું.સ્વામીજીની […]

Continue Reading