ઉપલેટા શહેરની દરબારગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની બન્ને ટીમે તાલુકા લેવલની ખો-ખો સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન.

રિપોર્ટર -જયેશ મારડિયા, ઉપલેટા દરબારગઢ શાળાની બન્ને ટીમે તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ જીલ્લા કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ. ઉપલેટા શેહેરના નોબલહુડ શાળા ખાતે ખેલ મહાકુંભની ઉપલેટા તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉપલેટા શહેર અને તાલુકાની બાળકોની ૧૫ જેટલી અલગ-અલગ શાળાઓએ ભાગ લીધો હતો. જયારે બાળકીઓની ૨૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ઉપલેટા તાલુકા કક્ષાએ […]

Continue Reading

પાણી સપ્લાયનો ભેદભરમ – અમદાવાદના 48માંથી 50 ટકા વોર્ડને માંડ અઢી કલાક પણ માત્ર જોધપુરને 20 કલાક પાણી પૂરું પડાય.

અમદાવાદના 48 વોર્ડમાંથી જોધપુર વોર્ડ એવો છે જ્યાં રોજ 6.30 કલાકથી માંડી 20 કલાક સુધી પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ શહેરમાં 24 વોર્ડ એવા છે જ્યાં માત્ર અઢી કલાક પાણી આપવામાં આવે છે. 14 વોર્ડમાં રોજ 2 કલાક જ્યારે 9 વોર્ડમાં માંડ પોણા બે કલાક પાણી પૂરું પડાય છે. વિધાનસભામાં તારાંકિત પ્રશ્નનો જવાબ આપતા […]

Continue Reading

રેલવ, વીમા ને બૅન્કના કર્મચારીઓ સહિત ૧૦ કરોડ શ્રમિકો બે દિવસની હડતાલ પર.

ભારત સરકારની શ્રમિક વિરોધી નીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે આગામી ૨૮મી અને ૨૯મી માર્ચે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોન્ગ્રેસ-ઇન્ટુક રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડશે. અમદાવાદમાં ૨૮મીએ સવારે ૧૦.૩૦ કલાકે એલિસબ્રિજ પાસે વિક્ટોરિયા ગાર્ડથી રેલી કાઢવામાં આવશે અને ખાનપુરના જયપ્રકાશ ચોક સુધી આ રેલી આવશે. ગુજરાતના તમામ જિલ્લા મથકોએ પણ કામદારો સરકારની નીતિઓના વિરોધમાં અલગ અલગ કાર્યક્રમો યોજશે. […]

Continue Reading

નર્સિંગ કોલેજોમાં કાઉન્સિલે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત કરી.

નર્સિંગ કોલેજોમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે નર્સિંગ કાઉન્સિલે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત કરી છે.નર્સિંગ કાઉન્સિલે તમામ કોલેજોને સર્ક્યુલર કરીને બાયોમેટ્રિક મશીન ઈન્સ્ટોલ કરવા આદેશ કર્યો છે. જે કોલેજો બાયોમેટ્રિક હાજરી અમલમાં નહી મુકે તેની સામે કાઉન્સિલે પગલાં લેવાની પણ ચીમકી આપી છે. દેશમાં ચાલતી નર્સિંગ કોલેજોનું રેગ્યુલેશન્સ કરનારી નર્સિંગ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તમામ યુનિ.ઓ અને સ્ટેટ […]

Continue Reading

ચારેય ખૂણામાં 25 MMનો એક-એક સળિયો મૂકી દીધો, જેથી તપાસ આવે તો ખૂણો તોડી નિલ રિપોર્ટ આપી શકાય!.

રાજકોટ શહેરના માધાપર ચોકડીએ 63 કરોડના ખર્ચે બની રહેલા ફ્લાય ઓવરબ્રિજમાં પાયામાં ડિઝાઈનમાં દર્શાવેલા 25 એમએમ લોખંડને બદલે તેનાથી નબળું 20 એમએમનું લોખંડ વાપરી બ્રિજની તાકાત 40 ટકા જેટલી ઘટાડી દીધી અને તે પણ રૂપિયા રળી લેવા માટે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરની ટીમે 15 ફૂટ ઊંડા પાયા સુધી પહોંચીને […]

Continue Reading

પાર- તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં 50થી વધુ બસોમાં આદિવાસીઓ ગાંધીનગર જવા રવાના.

દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે મોડી રાત્રે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ જવા રવાના થયા હતા. પાર- તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત તાપી ખાતે અનેક […]

Continue Reading

પંચાયત સેવા મંડળની મદદનીશ સિવિલ ઇજનેરની ભરતીમાં ડિગ્રી ધારકોને તક આપો.

પંચાયત સેવા મંડળ દ્વારા મદદનીશ સિવિલ ઇજનેરની ભરતીમાં માત્ર ડિપ્લોમા ઉમેદવારો જ અરજી કરી શકે તેવો ઉલ્લેખ જાહેરાતમાં કરાયો છે. આથી ડિગ્રીધારક સિવિલ ઇજનેર ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. આથી ડિગ્રીધારી ઉમેદવારોની અરજી માન્ય રાખવા ઉમેદવારોએ માંગણી સાથે પંચાયત સેવા મંડળમાં રજૂઆત કરી છે. રાજ્યભરની જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી સિવિલ ઇજનેરની ભરતી માટે પંચાયત સેવા પસંદગી […]

Continue Reading

લાઠી તાલુકાના ભાજપ અગ્રણીએ પિતાની પુણ્યતિથિ નિમિતે શાંતિ રથ અર્પણ કર્યો.

અમરેલીના લાઠી તાલુકામાં ભાજપ અગ્રણી જનક તળાવિયાએ પિતાની પુણ્યતિથિ નિમિતે શાંતિ રથનું લોકાર્પણ કર્યું હતું. જૂનાગઢના મહંત શેરનાથ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના નરોત્તમ સ્વામીની ઉપસ્થિતિ મા આ કાર્યક્રમ યોજાયો હતો આયોજક જનક તલાવીયાએ એક શાંતિ રથનું પણ લોકાર્પણ સંતોના હસ્તે કરાવ્યું અને હાલ ઉનાળે દરેક સરપંચોને એક એક વૃક્ષ પણ આપવામાં આવ્યું હતું. જે દરેક ગામડે […]

Continue Reading

અમરેલીમાં જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઇ, વિજેતા ખેલાડી રાજ્યકક્ષાએ રમવા જશે.

જિલ્લા રમત ગમત કચેરી અમરેલી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત પટેલ શેક્ષણીક સંકુલ અમરેલી ખાતે ઉત્સાહભેર જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડી રાજ્યકક્ષાએ રમવા જશે. અહીંયા વહીવટ તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રમત ગમત અધિકારી અશરફ કુરેશીએ ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા સાંપ્રત સમયમાં […]

Continue Reading

આણંદની BJVM કોમર્સ કોલેજમાં બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો, 600 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાયું.

વિદ્યાનગર ખાતે આવેલી બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં જિલ્લાની 28 સરકારી અને અનુદાનિત કોલેજોના 2758 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ફેરમાં 1700 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાયાં હતાં. જેમાંથી 600 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સરકારી અને અનુદાનિત […]

Continue Reading