ગાંધીનગર સિવિલમાં રાજ્યકક્ષાના ENT તબિબોને સર્જરીનું માર્ગદર્શન આપ્યું.

બોનની મદદથી કાનને લગતી વિવિધ બિમારી અને તેના ઓપરેશનની 25 તબિબોને પ્રેક્ટિકલ તાલીમ અપાઇ. કાનને લગતી અલગ અલગ બિમારીઓના ઓપરેશન કેવી રીતે કરવું તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવાના બે દિવસીય કાર્યક્રમનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ થયો છે. તેમાં બોનની મદદથી કાનને લગતી અલગ અલગ સર્જરીની પ્રેક્ટિકલ તાલીમ 25 જેટલા તબિબોને આપીને કેવી કેવી ત્રુટીઓ કરી […]

Continue Reading

ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન.

દેશવિદેશના હજારો લોકો આ મહાયજ્ઞમાં ભાગ લેશે. સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી ધ્યાન દ્વારા જીવનની ભાગદોડથી દૂર થોડો સમય પ્રકૃતિના સાંનિધ્યમાં વ્યતીત કરવા અને જીવનને વધુ ઊર્જાન્વિત કરવામાં સહાયરૂપ, ચૈતન્યથી પરિપૂર્ણ તથા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે એક વાતાવરણ પૂરું પાડતાં આશ્રમોની પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ભારત અને વિદેશમાં સ્થાપના કરવામાં આવી છે. એ […]

Continue Reading

કવાંટ તાલુકા ગૃપ પ્રાથમિક શાળા નં-૨ માં ” એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રિપોર્ટર- યોગેશ પંચાલ, કવાંટ કવાંટ તાલુકા ગૃપ પ્રાથમિક શાળા નં-૨ માં આજરોજ સરકારી શાળાના ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ માટે ” એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજાયો જે કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજવામાં આવી રહ્યો છે જેનો ઉમદા હેતુ બાળકો માં દેશના જુદા જુદા રાજ્યો ની સાંસ્કૃતિક, સાહિત્યક, ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો […]

Continue Reading

ચરોતરના ખેડૂતો સંકટમાં, વીજળીના અભાવે ડાંગર સહિતની રોપણી અટકી.

ચરોતરમાં ઉનાળુ ખેતી અંતર્ગત હાલમાં સૌથી વધુ પાણીની અને વીજળીની જરૂરીયાત છે ત્યારે જ સરકાર દ્વારા નિયમિતપણે પાણી ન આપવામાં આવતા તેમજ 14 કલાકને બદલે માત્ર છ કલાક અને તે પણ કસમયે વીજળી આપવામાં આવતા લાખો હેક્ટરમાં વાવણીનું કાર્ય અટક્યું છે. જેને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આણંદ-ખેડા જિલ્લામાં ઉનાળુ ખેતી […]

Continue Reading

કવાંટ તાલુકાના ૧૬/૦૬/૨૦૦૫ માં ભરતી થયેલ શિક્ષકો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

વડોદરા જીલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ૧૨૨૦ વિદ્યાસહાયક ભરતી કરવા અગે તા-૧૭/૦૭/૨૦૦૪ નાં રોજ સદેશ પેપરમાં જાહેરાત આપવામાં આવેલ હતી.પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગુજરાત રાજ્યના પત્ર ક્રમાંક-પ્રા.શી.નિ/૦૪/ક/તા.-૧૮/૦૬/૨૦૦૪ થી ગુજરાત રાજ્યનાં જીલ્લા/નગરપાલિકાઓમાં જરૂરી કાર્યક્રમ નક્કિ કરી સમય મર્યાદામાં આ વિદ્યાસહાયક ભરતી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી.પરતું નામ.વડી અદાલતે સદર ભરતીની કાર્યવાહી સામે મનાઈ હુકમ આપવામાં […]

Continue Reading

હેલમેટ વગર વાહન ચલાવનારા પોલીસકર્મી સામે આજથી ડ્રાઇવ, 1 એપ્રિલ સુધી કાર્યવાહી કરાશે.

ટ્રાફિક પોલીસ જ્યારે કોઈ નાગરિકને હેલમેટ નહીં પહેરવા બદલ પકડે, ત્યારે નાગરિકને મનમાં પ્રશ્ન થાય કે પોલીસ કર્મચારી હેલમેટ વિના નીકળે તો તેમની સામે કેમ પગલાં લેવાતાં નથી? આ સાચું છે. કારણ કે કાયદો બધાને માટે સમાન છે. આ સંજોગોમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હેલમેટ પહેર્યા વિના વાહન હંકારતા પોલીસ અધિકારી-કર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ […]

Continue Reading

પૂર્વ મંત્રીઓને બંગલા, 4716 કર્મી વેઇટિંગમાં; ગાંધીનગરમાં 412 કર્મચારીઓએ નિવૃત્ત થયા બાદ પણ મકાન ખાલી કર્યા નથી.

ગાંધીનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની રીતસરની અછત વર્તાઇ રહી છે. એકતરફ પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય ક્વાર્ટર મળતું હોવા છતાં તેમની માંગણી મુજબ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે ત્યારે 4716 કર્મચારીઓ સરકારી ક્વાર્ટર માટે લાંબા સમયથી વેઇટીંગમાં છે. હજુ પણ બે ત્રણ વર્ષ સુધી તમામ કર્મચારીઓને ક્વાર્ટર મળે તેવી શક્યતા નથી. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ […]

Continue Reading

જેતપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો આજથી બે દિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ.

આજના કલુષિત કાળમાં વિશ્વ ફલકે અક્ષરધામ જેવા 1300 થી અધિક મંદિર રચીને પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગ કાર્ય કર્યું છે. તેઓએ રચેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર એટલે એક એવું તીર્થસ્થાન જ્યાં બાળકો શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખે છે, યુવાનો સેવા અને સંયમથી ઉજ્જવળ ભાવિ ઘડે છે, વડીલો સત્સંગ અને સુહ્યદભાવથી સ્થિરતા ધરે છે, મહિલાઓ ભક્તિ અને […]

Continue Reading

રાજ્ય સરકાર 12 હજાર સબસીડી આપતી હતી, હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાં મોઘાં થશે.

વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર દ્વારા અપાતી 12 હજારની સબસીડી ગુરુવારથી બંધ કરાઈ છે. જેથી બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મોંઘાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં પડશે. બીજી તરફ કોમર્શિયલ ઇ-વ્હીકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, બીજી તરફ રાજ્ય સરકારે ગ્રાન્ટના બહાને વિદ્યાર્થીઓને મળતી […]

Continue Reading

તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ધમધમતી કરાવવા નેતાગીરીનો પન્નો ટૂંકો પડે છે.

રાજ્ય સરકારે બંધ પડેલ ખાંડ ફેક્ટરીઓને ધમધમતી કરવા કોડીનારને રૂ.૩૦ કરોડ,ઉકાઈ અને વ્યારા રૂ.૩૦ કરોડ,કાવેરી અને વલસાડને પાંચ-પાંચ કરોડની આર્થિક સહાય. ગ્રામીણ વિસ્તારમાં રોજગારી ઊભી કરવા સરકારે નવો ઉદ્યોગ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જ્યારે હયાત ઉદ્યોગ સહાય આપવાથી ચાલુ થઈ શકે તેમ હોય તાલાલા પંથકને ન્યાય આપવા પ્રબળ લોક માંગણી.ગુજરાતની બંધ પડેલ […]

Continue Reading