મસાલાના ભાવમાં વધારો થતાં રસોઇનો સ્વાદ ખોવાયો.

કોરોના બાદ હાલ રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે. જેને લઇને પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ, ગેસ સહિતની આવશ્યક ચિજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. એવામાં હવે રસોડાના રાજા તરીકે ઓળખતા મસાલાઓમા હિંગ, મરચા, હળદર, ધાણા સહિતના ભાવમાં 25 થી 30 […]

Continue Reading

એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર દર કલાકે એક ફલાઈટ ઉડાન ભરશે.

એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર હવે આજથી રોજની 11 ફલાઈટ ઉડાન ભરશે. ગત માર્ચ માસમાં રાજકોટ એરપોર્ટ પર રોજ દર એક કલાકે ફલાઈટ મળી રહેતી હતી. કોરોનાની બીજી લહેર આવતા મુસાફરો ઘટી ગયા હતા. ત્યારે રાજકોટ એરપોર્ટ પર સૌથી વધુ મેડિકલ અને ઈમરજન્સી ફ્લાઈટની અવર-જવર વધારે રહી છે. બીજી અને ત્રીજી લહેર બાદ પહેલીવાર […]

Continue Reading

ચરોતર ગેસ સહકારી મંડળીએ PNG ગેસમાં એક યુનિટે રૂ. 4નો વધારો ઝીંક્યો.

ચરોતર ગેસ સહકારી મંડળી વિઠ્ઠલ ઉદ્યોગર દ્વારા જિલ્લાના 50 ગામો ગેસ પાઇપ લાઇન દ્વારા ગેસ પુરો પાડવામાં આવે છે. હાલમાં 38 હજાર વધુ ઘરેલુ ગેસ કનેકશન ધારકો ધરાવે છે.છેલ્લા છ માસથી પેટ્રોંલ,ડીઝલ સહિત ગેસ અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.ત્યારે આણંદ જિલ્લાના પીએનજી ગેસ ધારકોને માથે પીએનજી ગેસના 1 યુનિટમાં રૂપિયા 4 […]

Continue Reading

આણંદમાં SIની પરીક્ષામાં અર્જુનના ધનુષનું નામ ‘ગાંડીવ’ના બદલે ‘શારંગ’, સાંજના જમણને ‘વાળુ’ના બદલે ‘બુફે’ સાચું દર્શાવાયું.

ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 24 માર્ચે લેવાયેલી સ્કૂલ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં વ્યાપક છબરડાં અને અનેક પ્રશ્નોના જવાબ ખોટાં હોવાનું બહાર આવતાં ફરી એકવાર પરીક્ષામાં રાજ્યવ્યાપી કૌભાંડ થયું હોવાની શંકા છે. આ મામલે પરીક્ષા આપવા ગયેલા અનેક શિક્ષકોમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ગુણોત્સવ, પરીક્ષાઓ તથા સ્કૂલ વિઝિટ દરમિયાન ઈન્સ્પેક્શન કરવાની કામગીરી સ્કૂલ […]

Continue Reading

રાજ્યના હેરિટેજ ટુરિઝમ માટે એક દિવસમાં વડોદરા, રાજકોટ, બારિયા સહિતના સ્થળોના મહેલ હેરિટેજ પ્લેસ બનાવવા 451 કરોડના MoU કર્યા.

રાજ્ય સરકારની હેરિટેજ ટૂરિઝમ પોલિસી હેઠળ રાજ્યના હેરિટેજ સ્થળો અને રાજમહેલોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 451 કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા. આ એમઓયુ હેઠળ વડોદરા, રાજકોટ, સંતરામપુર, દેવગઢ બારિયા, બાલાસિનોરના રાજ મહેલોને ટૂરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા માટે હેરિટેજ પ્રોપર્ટીના માલિકો અને પ્રવાસન નિગમ વચ્ચે એમઓયુ થયા હતા. […]

Continue Reading

ગંજાવર પાઇપ – પાણીનું વજન ખમવા બનાવેલો બ્રિજ પંપના ધક્કાથી તૂટી પડ્યો,તપાસના આદેશ.

સિંધરોટ ખાતે બ્રિજ તૂટી પડ્યો હતો. 2 ટન વજનના પંપને બ્રિજ પરથી વેલ પર ચઢાવતા અકસ્માત સર્જાયો હોવાનું ખૂલ્યું છે. આ બાબત પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્પષ્ટ કરાઈ છે. 150 ફૂટ લાંબા 100 ટન વજનના બ્રિજનો આ ગાળો, જેને ગંજાવર પાઇપોનો જ નહીં તેમાં રહેલા પાણીનો ભાર સહન કરવાનો હોય તેવું સ્ટ્રક્ચર કેવા સંજોગોમાં […]

Continue Reading

16,841 અમદાવાદી LICના 149 કરોડના ક્લેઈમ લેવા આવ્યા નથી, નાણાકીય વર્ષ પૂરું થવાને 5 દિવસ બાકી.

કોરોના સંક્રમણ અને લૉકડાઉનના કારણે દેશના સેંકડો લોકોએ રોજગારી ગુમાવી અને હજુ પણ તેમાંથી બેઠા થવાના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તેના કારણે અનેક પરિવારોની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે. તો બીજી તરફ, હજારો જીવન વીમા પોલિસીધારકો એવા છે જેઓ મેચ્યોરિટી ક્લેઈમ (પરિપક્વતા દાવા) લેવાની પણ દરકાર કરતાં નથી. ભારતીય જીવન વીમા નિગમ […]

Continue Reading

ઓગસ્ટથી મેટ્રો દોડતી કરવા 32 ટ્રેન બે ડેપોમાં આવી ગઈ; વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરાના 40 કિમીના રૂટ પર દોડશે.

શહેરમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1માં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના ઈસ્ટ વેસ્ટ કોરિડોર તેમજ એપીએમસીથી મોટેરા સુધીના નોર્થ સાઉથ કોરિડોરમાં મેટ્રો ટ્રેનના સંચાલન માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 32 મેટ્રો ટ્રેનો માટે 96 કોચ સાઉથ કોરિયાથી મગાવવામાં આવ્યા હતા. આ તમામ ટ્રેનો લગભગ એક વર્ષ પહેલા જ અમદાવાદ આવી પહોંચી હતી. જેમાંથી હાલમાં એપેરલ પાર્ક […]

Continue Reading

અમરેલી જિલ્લામાં 39 કેન્દ્ર પર આજે વનરક્ષકની પરીક્ષા યોજાશે.

અમરેલી જિલ્લામાં આવતીકાલે 39 કેન્દ્ર પર વનરક્ષકની પરીક્ષા યોજાશે. જેના માટે જિલ્લા અધિક મેજીસ્ટ્રેટે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા હતા. ઉપરાંત ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સાંજે 4 થી 6 કલાક દરમિયાન બેઠક વ્યવસ્થા નિહાળી શકશે. આવતીકાલે યોજાનાર વનરક્ષકની પરીક્ષાની જિલ્લા વહિવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.આવતીકાલે જિલ્લાના 39 કેન્દ્રો પર વનરક્ષકની […]

Continue Reading

ઉનાળાની શરૂઆતમાં જ આકરા તાપથી જિલ્લામાં લોકો અકળાયા.

અમરેલી સહિત જિલ્લાભરમાં દિવસે દિવસે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકોને આકરા તાપનો સામનો કરવો પડે છે. લુથી બચવા માટે લોકો ઠંડાપીણાના સહારો લઈ રહ્યા છે. તો બપોરે અમરેલીની બજારો સુમસામ જોવા મળે છે. જિલ્લામાં સતત થતી અગન વર્ષાથી લોકો અકળાઈ ઉઠ્યા છે. હજુ આગામી દિવસોમાં જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાઈ તેવી હવામાન […]

Continue Reading