ભાવનગરમાં પેટ્રોલની સદી, રૂપિયા 101.56 નો ભાવ.

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો થયો છે તેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ભાવનગરમાં પેટ્રોલે ફરી સદી ફટકારી છે, પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૧૦૧.પ૬ની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ડીઝલના ભાવ પણ રૂ. ૧૦૦એ પહોંચવા આવ્યા છે તેથી લોકોની હાલત કફોડી થઈ છે. છેલ્લા થોડા દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે રૂ. ૪ થી પનો […]

Continue Reading

કાલોલ NMG હોસ્પિટલમાં ઓર્થોપેડિકનો નિશુલ્ક કેમ્પ.

વડોદરાની સુપ્રસિદ્ધ વાયરોક સુપર સ્પેશ્યાલિટી ઓથોપેડીક હોસ્પિટલ દ્વારા આયોજિત નિ:શુલ્ક ઓથોપેટીક ચેક અપ અને હાડકાની ઘનતા ચકાસવાનો ફ્રી કેમ્પ કાલોલની સુપ્રસિદ્ધ અને સતત છેલ્લા 60 વર્ષથી સેવા કરનાર એન એમ જી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મંગળવારે સવારે 10 થી 2 દરમિયાન યોજાઈ ગયો. જેમાં 121 થી વધારે જરૂરિયાત મંદ દર્દીઓ ને ચેક કરીને તપાસવામાં આવ્યા હતા. […]

Continue Reading

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ.

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 6 તાલુકાની 6 શાળાઓએ જિલ્લાકક્ષાની રસોઇ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કમિશ્નર પી.એમ પોષણ યોજના, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુર ખાતે આવેલી તાલુકા શાળા નં.1માં તા. 29ના છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી […]

Continue Reading

તાલાલા પંથકમાં સુજલામ-સુફલામનાં કામોમાં ગેરરિતી, જંગલના પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારમાંથી ચેકડેમનાં બદલે જંગલની જમીન ખોદાવા લાગી.

તાલાલા પંથકમાં આવેલ ચેકડેમો- બોડીબંધ અને નદીઓમાં ચોમાસા પૂર્વે પાણીની સંગ્રહ શક્તિ વધારવા સુજલામ- સુફલામ યોજનાના કામો શરૂ થયા હોય ત્યારે વનવિભાગ દ્વારા કરાવાતા કામમાં ભારે ગેરરિતી થતી હોવાનું સામે આવ્યું છે. તાલાલા તાલુકાના જેપુર (ગીર) વિસ્તારના પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારની સર્વે નં-91ની જમીનમાં આવેલ ચેકડેમ ઉંડા ઉતારવા વિભાગીય લેવલે કામગીરી શરૂ થયેલ. પરંતુ કામગીરી ચેકડેમ […]

Continue Reading

પંચમહાલમાં 6583 હેકટર ગૌચર જમીનમાંથી 62 હેકટરમાં દબાણ.

ગૌ-ધરા એટલે ગાયોને ચરાવવા માટેનો વિશાળ મેદાની વિસ્તાર એટલે ગોધરા પણ આ ગૌ-ધરામાં ગાયોને ચરવા માટેની ગૌચર જમીન નહિવત થઇ રહેતા પશુઓને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. ગોધરા તાલુકામાં નવીન રોડ તથા અન્ય પ્રોજેકટના લીધે ગૌચર જમીન ફક્ત 1014 હેકટર જેટલી બચી છે. પંચમહાલ જિલ્લામાં ગાયોને ચરાવવા માટે સરકારે ગૌચર જમીન એલોટ કરેલ છે. જિલ્લામાં […]

Continue Reading

રાજ્યની 13818 સરકારી સ્કૂલમાં કમ્પ્યુટર લેબ નથી, અમદાવાદની 273 સ્કૂલનો પણ સમાવેશ.

રાજ્યમાં સ્માર્ટ, મોડેલ સ્કૂલની વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, રાજ્યની 13,818 સરકારી પ્રાથમિક સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ જ નથી. વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ માહિતી રજૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 273 અને અમદાવાદ જિલ્લાની 470 સ્કૂલો કોમ્પ્યુટર લેબ વિનાની છે. દાહોદમાં સૌથી વધુ 1024 સ્કૂલોમાં કોમ્પ્યુટરની લેબ નથી. બીજા નંબરે મહેસાણામાં 991, […]

Continue Reading

આજે ધો.10નું બેઝિક ગણિતનું પેપર, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા, સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આવતી કાલે લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજે ત્રીજો દિવસ છે. આજે ધોરણ 10માં બેઝિક ગણિતનું પેપર છે. જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યું હશે તેમને જ આજનું પેપર આપવાનું રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યું હોય તેમણે આવતીકાલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવાનું રહેશે. તે ઉપરાંત ધોરણ 12 કોમર્સમાં આજે રજા છે. જ્યારે 12 સાયન્સમાં આજે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કેરીનો પાક 50 ટકા થવાની સંભાવના.

નર્મદા જિલ્લામાં આ વર્ષે કેરીનો પોક ૫૦ ટકા થવાની સંભાવના છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી આ વર્ષે પાક  ઓછો થશે તેમ ખેડૂતો જણાવે છે.  ખેડૂતો પોતાના ખેતરમાં અને સેઢા પર કલમી આંબા રોપીને તેને ઉછેરીને સારો એવો કેરીનો પાક પણ લે છે. કેરીના પાકમાં હાફુસ કેરી, બદામ કેરી, લંગડો કેરી, રાજાપુરી કેરી અને અન્ય આંબાની કેરીનો […]

Continue Reading

કેન્દ્રની નીતિ સામે બેન્ક, પોસ્ટ, LIC સહિતના કર્મચારીઓના ધરણાં, સૂત્રોચ્ચારો.

કેન્દ્ર સરકારની બેન્કો તથા જાહેર સાહસો ખાનગી હાથમાં સોપવા, પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધારો ,ઉંચો જી.એસ.ટી. વગેરે નીતિ-રીતિથી  આમ જનતાને પેટનો ખાડો પૂરવાના સાંસા થવા લાગ્યા છે  તેમ કહીને બેન્કો, પોસ્ટ ઓફિસ,  એલ.આઈ.સી., બી.એસ.એન.એલ., વિજકંપની, આંગણવાડી કર્મચારીઓ સહિત 10  યુનિયનોએ આજે સૌરાષ્ટ્રભરમાં સજ્જડ હડતાળ પાડતા વિવિધ સરકારી વિભાગોની કામગીરી માર્ચ એન્ડીંગમાં ખોરવાઈ  હતી.  સૌરાષ્ટ્ર-કચ્છમાં 6000થી બેન્ક કર્મચારીઓ […]

Continue Reading

રાજકોટને ચોમાસા સુધી પાણીની નિરાંત, સૌનીથી ન્યારીમાં પાણી ઠાલવવાનું શરૂ.

રાજકોટમાં ન્યારી ડેમમાં હાલ 650 MCFT પાણી છે જેમાં સૌની યોજનાથી  200 MCFT પાણી ઠાલવવાનું શરૂ કરાયું છે. આ સાથે આજી ડેમમાં 565 MCFT પાણી અગાઉ આ યોજનાથી નંખાયા બાદ વધુ 175 MCFT ઠાલવવાનું પણ શરૂ કરાયું છે.  ન્યારી ડેમથી હાલ દૈનિક 7થી 8 કરોડ લિટર પાણીનો ઉપાડ થાય છે, આજી ડેમમાં 12 કરોડ લિટર […]

Continue Reading