કેશોદના નાની ઘંસારી ગામે શ્રીમદભાગવત સત્સંગ જ્ઞાનયજ્ઞ કાંતિકારી કુટુંબ કથાનો પ્રારંભ.

રિપોર્ટર- ગોવિંદ હડિયા , કેશોદ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ વેરાવરી માતાજીના મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સત્સંગ જ્ઞાનયજ્ઞ કાંતીકારી કુટુંબ કથાનો પ્રારંભ થયો છે.બેન્ડ પાર્ટીના સંગાથે પોથીયાત્રા યોજાઈ વેરાવરી માતાજીના મંદિરના સાનિધ્યમાં પાંચ દિવસીય કથાનો સમસ્ત ગ્રામજનો લાભ લેશે. સમાજમાં માતૃશક્તિનું સન્માન તેમજ માવતર પ્રત્યેનો પ્રેમ નિર્માણ થાય તેવી ભાવના સાથે શ્રીમદભાગવત સત્સંગ જ્ઞાનયજ્ઞ […]

Continue Reading

કવાંટ તાલુકાના ધનીવાડી ગામ ના બી.એસ.એફ જવાન સેવા નિવૃત થઈ વતન પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ તાલુકાના ધનીવાડી ગામ ના પરેશભાઈ ફુલસિંગ ભાઈ રાઠવા ભારત દેશ ની રક્ષા કાજે છેલ્લા 24 વર્ષ અને 24 દિવસ ની ફરજ બજાવી સેવા નિવૃત થઈ પોતાના વતન ધનીવાડી પરત ફરતા તેઓનું કવાંટ ડોન બોસ્કો ચોકડી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓનું સ્વાગત કરવા માટે સૈનિક સંગઠન ના જવાનો, […]

Continue Reading

ગુજરાતના 77 IPSની એકસાથે બદલી, 20 IPSની બઢતી સાથે બદલી.

ગુજરાતમાં ચૂંટણી પહેલાં પોલીસબેડામાં મહત્ત્વની બદલીઓ આવવાની હતી, જે વિધાનસભા સત્ર પૂર્ણ થતાં આવી ગઈ છે. આ બદલીઓ હાલ ચૂંટણીને ઘ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એમ જોવા મળી રહ્યું છે .આજે થયેલી બદલીઓમાં 57 IPSની બદલી, જ્યારે 20ની બઢતી થઈ છે. એમાં 9 DySP, જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી […]

Continue Reading

ગુજરાતમાં ST બસનું ભાડું વધારવા અને સબસિડીના રૂ.1700 કરોડની ચૂકવણી કરવા કર્મચારી મહામંડળની માંગ.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓએ રાજ્ય સરકારના વલણ સામે નારાજગી દર્શાવતા મહત્વપૂર્ણ માંગ કરી છે. એસટી નિગમ કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, હવે દિવસે ને દિવસે ડીઝલના ભાવ વધી રહ્યા છે, તેવામાં નિગમની બસોમાં ભાડું પણ વધારવામાં આવે. મંડળે રજુઆત કરી છે કે, વર્ષ 2014માં GSRTCએ રાજ્ય સરકારના કહેવાથી બસનું ભાડું […]

Continue Reading

વડોદરામાં ડો. આંબેડકર સ્મારક ભવન નું 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું.

વડોદરામાં નિર્માણાધીન ડો. બાબા સાહેબ આંબેડકરના સ્મારક ભવનનું 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે .રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ ડો.આંબેડકર સ્મારક ભવનની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલી કામગીરીની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની […]

Continue Reading

ઉનાવા APMCમાં પ્રથમ દિવસે તમાકુની 3100 બોરીની આવક, બજારમાં તેજીના એંધાણ.

ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે તમાકુની 3100 બોરીની આવક થઈ હતી. જેને લઈ બજારમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે. ઉનાવા APMCમાં તમાકુની ચાલનારી ત્રણેક મહિનાની સીઝનમાં આજે તમાકુની પત્તીની 2800 બોરી તેમજ હલકી ક્વોલિટી ગાળીયા ટાઇપની 3100 બોરીની આવક સાથે વેપારીની અવર જવર વધી છે. સારી ક્વોલિટીના ભાવો 1300 […]

Continue Reading

જામનગર GVk EMRI દ્વારા ઇ.એમ.ટી. દિનની ઉજવણી, 108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાયેલા કર્મયોગીઓનું સન્માન કરાયું.

GVK EMRI દ્વારા બીજી એપ્રિલને દર વર્ષે સમગ્ર દેશમાં ઇ.એમ.ટી. દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ 108 સેવાના ઇ.એમ.ટી. કર્મીઓને પ્રોત્સાહિત કરવાનો છે. જેમાં કર્મીઓને સન્માનિત કરી તેઓની સેવાને પ્રશસ્તિ પત્ર તેમજ ભેટ આપી બિરદાવવામાં આવે છે.જેના અંતર્ગત જામનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, સી.ડી.એચ.ઓ. , ઇ.એમ.ઓ. ના વરદ હસ્તે […]

Continue Reading

કોડીનારના ડોળાસાના ઝાંપામા આવેલી વાડીમાંથી બે દિવસમાં બીજી દીપડી પાંજરે પુરાતાં ગ્રામજનોમાં રાહત.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના ઝાંપા વિસ્તારમાં આવેલ એક વાડીમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે. હજુ પણ આ વિસ્તારમાં દિપડા અને સિંહો જેવા વન્યપ્રાણીઓ હોય વનવિભાગ પેટ્રોલીંગ ચાલુ રાખે તેવી ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર પંથકમાં ડોળાસાથી બોડીદર ગામ તરફ જતા રસ્તા […]

Continue Reading

રાજ્યના 18 હજાર ગામડા, પણ વાઈફાઈ સુવિધા માત્ર 1814માં જ, કનેક્ટિવિટીના કોઈ ઠેકાણા જ નથી.

દેશમાં 5જી મોબાઇલ કનેક્ટિવિટી લૉન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયમાં ગુજરાતમાં 512 ગામ એવા છે જ્યાં હજુ સુધી મોબાઇલ કનેક્ટિવિટીની સુવિધા પહોંચી નથી. 2011ની વસ્તી ગણતરી રાજ્યમાં 17843 ગામો છે જે પૈકી 512માં મોબાઇલ સર્વિસ વિહોણા છે. આ માહિતી લોકસભામાં કોમ્યુનિકેશન મંત્રાલયે રજૂ કરેલા જવાબમાં સામે આવી છે. તે ઉપરાંત રાજ્યની આ ગ્રામ […]

Continue Reading

પાટનગરમાં પાણીનું ગેરકાયદે જોડાણ પકડાશે, તો દંડ કરાશે.

ગરમી ચાલુ થતા પાણીનો વપરાશ વધાવાની સાથે ગાંધીનગરના રહેવાસીઓને નળમાંથી ટપકતુ પાણી બંધ કરવાની વ્યવસ્થા બનતી ત્વરાએ કરવાની અપિલ કારઇ છે. સાથે અધિકારીઓએ ગેરકાયદે નળ જોડાણ લઇને ઉપયોગ કરનારાઓ પર તવાઇ ઉતારાશે, તેવી ચિમકી ઉચ્ચારી છે. રહેણાંક હેતુ માટે પાણીનું જોડાણ મેળવ્યા પછી તેનો ઉપયોગ વાણિજ્ય હેતુમાં કરવામાં આવતો હોય તેવા કિસ્સા પકડાશે તો દંડાત્મક કાર્યવાહી […]

Continue Reading