રાજુલામાં આરોગ્ય વિભાગના કર્મીઓએ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી.

જિલ્લામાં 1 થી 15 એપ્રીલ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાશે. જે અંતર્ગત રાજુલાના આરોગ્ય વિભાગ હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર અને ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાના આરોગ્ય કર્મીઓ અને લોકોએ શપથ લીધા હતા. અને સ્વચ્છતા અંગે કામગીરીની આરંભ કરાયો હતો.રાજુલા તાલુકા હેલ્થ ઓફિસરએ જણાવ્યું હતું કે પખવાડિયાની ઉજવણી દરમિયાન દરેક ગામે સ્વચ્છતા સભાઓ કરાશે. અહી હાથ ધોવાની […]

Continue Reading

ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રામાં 100 કિલો પંજરી પ્રસાદનું વિતરણ કરાશે.

આગામી 10 એપ્રિલે યોજાનાર મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના પ્રાગટય મહોત્સવ પ્રસંગે હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રામાં 100 કિલો પંજરી પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંજરી પ્રસાદ માટે એક વિશિષ્ટ આયોજન કરેલ છે. જેમાં પંજરી પ્રસાદ નાઈટ્રોજન પાઉચમાં પેકિંગ […]

Continue Reading

વાઘેશ્વરી માતાજી પહેલાં કાળમીંઢ પથ્થરોની ગુફામાં બિરાજતા.

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભાવિકો દર્શને ઉમટી રહ્યાં છે ત્યારે મંદિર વિશે ન જાણેલી વાતો અત્રે પ્રસ્તુત છે. જુનાગઢ નગરીનું વાઘેશ્વરી માતાજીનું મંદિર અદભુત અને અલૌકિક અનુભૂતિઓનું સંગમસ્થાન બની રહે છે. આ આધ્યાત્મિક મંદિરનો ઈતિહાસ પણ રોચક રહ્યો છે. કાળમીંઢ પથ્થરોની ગુફામાં વર્ષો પહેલા બિરાજતા આ વાઘેશ્વરી માતાજીના […]

Continue Reading

સોમનાથના સાંનિધ્યે ગોલોકધામ તીર્થ ખાતે શ્રી હરિના વૈકુંઠ પ્રસ્થાનની ઉજવણી કરાઈ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ 3102 વર્ષ પૂર્વે પૃથ્વી પરથી સ્વધામ વૈકુંઠ ગયા હતા. સોમનાથના સાંનિધ્યે ગોલોકધામ ખાતેથી કાલગણના અનુસાર ચૈત્રી એકમના રોજ બપોરના સમયે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરની પોતાની લીલાને વિરામ આપી સ્વધામ ગયા હતા. પૃથ્વી ધરાતલ પર ભગવાનની અંતિમ ક્ષણને સોમનાથ સાંનિધ્યે આવેલ ગોલોકધામ ખાતે શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ ગઈકાલે […]

Continue Reading

ઉનાળામાં જામનગરને નિયમિત પાણી વિતરણ માટે સૂચના.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરે આજી-3 ડેમની મુલાકાત લીધી હતી. આ ડેમમાંથી દૈનિક 40 એમએલડી પાણી મેળવવામાં આવતું હોય ઉનાળામાં નિયમિત પાણી વિતરણ માટે સૂચના આપી હતી. જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડી તથા કાર્યપાલક ઇજનેર બોખાણીએ શુક્રવારે આજી-3 ડેમની મુલાકાત લીધી હતી. મહાનગરપાલિકા દ્રારા આજી -3 ડેમમાંથી દૈનિક 40 એમ.એલ. ડી. પાણી મેળવવામાં આવે છે. હાલમાં […]

Continue Reading

આગામી સમયમાં અંદાજે 2.75 લાખ વૃક્ષ રોપવાનો વન વિભાગનો લક્ષ્યાંક.

આણંદ જિલ્લો છેલ્લા એક દાયકાથી સમગ્ર રાજયમાં સૌથી વધુ વૃક્ષોની સંખ્યા ધરાવે છે, ત્યારે છેલ્લા કેટલાંક વર્ષોમાં રોડ, રસ્તા, બુલેટ ટ્રેન પ્રોજેકટ, કોરીડોર પ્રોજેકટ, એકસપ્રેસ વે સહિત અન્ય વિકાસના કામો માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા આણંદ જિલ્લો વૃક્ષોમાં હજુ અગ્રેસર રહે તે માટે આગામી ચોમાસાના વન મહોત્સવની તૈયારી […]

Continue Reading

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાંબા સમયથી 8 મુખ્ય જગ્યા ખાલી, કચેરીને લગતા તેમના કામમાં ખુબ જ વિલંબ.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યકક્ષાના માનનીય ઉદ્યોગમંત્રી ને પત્ર પાઠવી ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં સ્ટાફની ખાલી જગ્યાઓ પૂરવા અંગે રજૂઆત કરવામાં આવેલ છે. આ પત્રમાં જણાવાયું છે કે ભાવનગર જિલ્લામાં એશિયાનું સૌથી મોટો એવું અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ આવેલું છે. આ સિવાય રિ-રોલિંગ મિલ, ડાયમંડ, પ્લાસ્ટિક, કેમિકલ, જીનીંગ-પ્રેસિંગ, ડી-હાઈડ્રેશન, સોલ્ટ તથા […]

Continue Reading

પાલિકાએ ડિવાઇડરો પર વાવેલા 20 હજાર જેટલા કોનોકાર્પસ રોજ 1 લાખ લિટર ભૂગર્ભ જળ શોષે છે.

તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ વડોદરા જિલ્લામાં 41,215.16 કરોડ લિટર ભૂગર્ભ જળ પડ્યું છે, પણ સાથે જ આ ભૂગર્ભ જળની વડોદરામાં મધ્યમ સ્તરે કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે વડોદરાના ડીવાઇડરો પર 20 હજાર જેટલા કોનોકાર્પસ વૃક્ષો ઊગાડાયાં છે. જે ભૂગર્ભજળને તળિયાઝાટક કરી શકે છે. આફ્રો-અમેરિકન મૂળનાં લીલાંછમ દેખાતાં કોનોકાર્પસ ટ્રીને જબદરસ્ત પાણી આપવું […]

Continue Reading

નીટમાં 50 ટકાથી ઓછા માર્ક હોવા છતાં આયુર્વેદમાં પ્રવેશને હાઇકોર્ટમાં પડકાર.

બીએએમએસમાં પ્રવેશ મેળવવા નીટની પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ મેળવવાનો નિયમ છે. આ નિયમ વિરૂદ્ધ જઇને કોલેજો દ્વારા વિદ્યાર્થીને 50 ટકાથી ઓછા માર્કસ હોવા છતાં પ્રવેશ અપાયો છે. 50 ટકાથી વધુ માર્કસવાળા 120 વિદ્યાર્થીએ આ પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે કોલેજો સામે નારાજગી દર્શાવી હતી. ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે, […]

Continue Reading

રાજ્યમાં કેરીની સીઝન 15 મેથી, આ વર્ષે કેસરનો પાક 15-20% થશે, 1 બોક્સના 700ના બદલે 1500 થશે.

ગુજરાતમાં કેરીનાં ચાહકો માટે આ વખતે માઠા સમાચાર આવ્યા છે. સમગ્ર ગુજરાતને કેરી પૂરા પાડતાં ગીર પંથક તેમજ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં કેસર કેરીનો આ વખતે માત્ર 15થી 20 ટકા જ પાક થાય તેવી સ્થિતિ હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયો છે. માત્ર 20 જ ટકા પાક થતાં હવે કેરીનાં ભાવ આસમાને પહોંચે તેમ છે. ખેડૂતોનાં અનુમાન પ્રમાણે આ […]

Continue Reading