કેજરીવાલ અને ભગવંત માને શાહીબાગના BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા.

દિલ્લીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદની મુલાકાતના આજે બીજા દિવસે સવારે તેઓએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ મંદિર પરિસર નિહાળ્યું હતું. બંને નેતાઓની સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મંદિરમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિને ચેક કરી અને મંદિરમાં પ્રવેશ […]

Continue Reading

અમદાવાદમાં ચેટીચાંદ પર્વની ઉજવણી, શોભાયાત્રાઓ નીકળી.

અમદાવાદ શહેરમાં શુક્રવારે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઝૂલેલાલના અવતાર દિવસ અને સિંધી સમાજના નવવર્ષ નિમિતે મણિનગર, કુબેરનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મંદિરોમાં જ્યોત પ્રાગટય, નદીમાં પુજાપાઠ, સામુહિક જમણવાર, સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. એકબીજાને નવવર્ષની શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ શુક્રવારે પાંચકુવા સિંધી માર્કેટમાં ઝૂલેલાલ […]

Continue Reading

સાળંગપુરધામ ખાતે હનુમાન જયંતિ નિમીત્તે બીજમંત્ર અનુષ્ઠાનનો પ્રારંભ.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બરવાળા તાલુકાના સાળંગપુરધામ ખાતે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે આગામી તા.૧૬ એપ્રિલે હનુમાન જયંતિની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. તેને અનુલક્ષીને હનુમંત મંત્ર અને બીજમંત્ર અનુષ્ઠાનનો શુભારંભ કરાયો છે. સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિના પવિત્ર પ્રસંગે કોઠારી સ્વામીના માર્ગદર્શન તળે શનિવારથી હનુમંત મંત્ર […]

Continue Reading

એસ.ટી.ના કર્મીઓને આર્થિક લાભ આપવામાં થતો અન્યાય.

એસ.ટી. નિગમ રાજ્યના લોકોને અવિરત સેવા આપી રહ્યું છે. પરંતુ નિગમના કર્મચારીઓને આર્થિક લાભ આપવામાં સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. એક તરફ છેલ્લા આઠ વર્ષમાં ડીઝલના ભાવ બમણાં જેટલા થવા પહોંચ્યા છે, તેમ છતાં ભાડામાં કોઈ વધારો કરાયો નથી અને બીજી તરફ સરકાર તરફથી આપવામાં આવતી સબસીડીમાં અડધાથી વધુની રકમનો કાપ મુકવામાં આવતા કર્મચારીઓ […]

Continue Reading

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ફરી શરૂ, બેડી યાર્ડમાં 32 લાખ કિલો ચણાની આવક.

માર્ચ એન્ડીંગના હિસાબો કરવા માટે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ગત તા. 24 થી બંધ થયા બાદ આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે 50 ટકા માર્કેટ યાર્ડોમાં હરાજી શરૂ થઈ હતી. રાજકોટમાં તો 1100થી વધુ વાહનોમાં જણસી ઠલવાઈ હતી અને એક દિવસમાં 32 લાખ કિલો ચણાની આવક થઈ હતી. ઉઘડતી બજારે કપાસમાં  ભાવમાં વધારો નોંધાયો છે અને રાજકોટ-ગોંડલ […]

Continue Reading

15 મહિલા IPSને મહત્ત્વની કામગીરી, 9 અમદાવાદમાં.

ગુજરાતમાં ચૂંટણી પહેલાં બદલીનો પહેલો ઘાણવો આવ્યો છે તેમાં વૂમન પાવર જોવા મળી રહ્યો છે. 9ને એસ.પી. તરીકે પ્રમોશન આપી 15 મહિલા પોલીસને મહત્વની કામગીરી સોંપાઈ છે. તો, રાજ્યમાં પાંચમું પોલીસ કમિશનરેટ ગાંધીનગર બનવાના ઠેકાણાં નથી છતાં પગાર પાડવા માટે ત્રણ એસ.પી. મુકાયાની ચર્ચા પોલીસ તંત્રમાં થઈ રહી છે. લાંબા સમયથી ચર્ચા હતી તેવી આઈપીએસની […]

Continue Reading

57 IPS અધિકારીઓની બદલી સાથે 20 DySPને પ્રમોશન અપાયા.

હેડગુજરાતમાં આઇપીએસની બદલી-પ્રમોશનની  કામગીરીની રાહ ઘણા સમયથી જોવામાં આવી રહી હતી. જેમાં અંતે શનિવારે ગૃહવિભાગ દ્વારા આઇપીએસની બદલી અને ડીવાયએસપીને એસપી કક્ષાના પ્રમોશનની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 57 આઇપીઅસ અધિકારીઓની બદલી અને 20 ડીવાયએસપીને એસપીના  પ્રમોશનની યાદી જાહેર કરવામાં આવી હતી. જ્યારે હવે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસના પ્રમોશન અને અન્ય ઉચ્ચ પોલીસ  પોલીસ અધિકારીઓની […]

Continue Reading

ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજળીના કાળાં બજાર પર કેન્દ્રીય પંચની બ્રેક.

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજળીની માગ વધારે હોય ત્યારે યુનિટદીઠ વીજળી મહત્તમ રૂા. 12ના જ ભાવે વેચી શકાય તેવો આદેશ કર્યો છે. ડિમાન્ડ ન હોય ત્યારે વીજળી યુનિટદીટ મિનિમમ રૂા. 2.50ના ભાવે વેચવાની જોગવાઈ તો વરસોથી કરવામાં આવેલી છે. છથી સાત મહિના પૂર્વે કોલસાની તંગી થઈ અને વીજળીની દેશભરમાં અછત થઈ તે પછી […]

Continue Reading

ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ ખાતે પ્રથમ દિવસે 1 લાખ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટ્યાં.

પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ 1 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ માતાજીના પ્રત્યક્ષ દર્શન કરવા માટે સવારથી જ એસટી બસ, રોપવે સેવા સહિત મંદિરમાં માઈભક્તોની કતારો જોવા મળી હતી. સવારે 5 કલાકે દર્શન માટે મંદિરના નિજ દ્વાર ખુલ્લાં મૂકાતાં ભક્તોએ સરળતાથી દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. સાથે […]

Continue Reading

45 સેકન્ડ સુધી આકાશમાંથી ભેદી અગનગોળો પસાર થયો.

ગોધરા સહિત જિલ્લામાંથી સાંજના 7.45 વાગે આકાશ માં ભેદી અવકાશીય પદાર્થ પસાર થયો હતો.સાંજના અવકાશમાં અગન ગોળા સ્વરૂપે ભેદી અવકાશીય પદાર્થ રોકેટ ગતિએ પસાર થતો જોવા મળ્યો હતો. આકાશમાં રોકેટ ગતિ એ આગ ના ગોળા જેવો પદાર્થ પસાર થતા પ્લેન કેશ કે તારા ખરી પડ્યો હોવાની વાત ઉઠી હતી.શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ અવકાશીય ઘટનાને […]

Continue Reading