સુરેન્દ્રનગરમાં રહેતા રાજસ્થાની પરિવારોએ ગણગોર તહેવારની ઉજવણી કરી.

ગુજરાતમાં વસતા રાજસ્થાની પરિવારોની મહિલાઓ અને બાળાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર તહેવારની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા રાજસ્થાની પરિવારોએ પણ ગણગોર તહેવારની ઉજવણી કરી હતી. રાજસ્થાની પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે અને કૂંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે સતત 16 દિવસ શંકર-પાર્વતિ (ગણગોર) ની પૂજા કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી […]

Continue Reading

પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ સાથે ગાંધીજીના વેશમાં આવેદનપત્ર સુપરત.

એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા ગાંધીજીની વેશભૂષામાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અગ્રણીએ ગાંધીજીના પહેરવેશ સાથે મેનેજમેન્ટને રજૂઆત કરી હતી કે માત્ર એક માસ માટે ભણતર તથા પરીક્ષા ઓફલાઈન કરી વિદ્યાર્થીઓ માટે કનડગત ઉભી કરી છે. વિદ્યાર્થીઓએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે , યુનિવર્સિટી દ્વારા હજુ પણ ઓફલાઈન પરીક્ષા […]

Continue Reading

ગગનયાન સાથેનો સંપર્ક અકબંધ રાખવા માટે 2 સેટેલાઈટ ગોઠવવામાં આવશે.

ભારતના અતિ મહત્વના હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ગગનયાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ISRO અમદાવાદ, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3થી 9 એપ્રિલ 2022 દરમિયાન ખાસ આઉટરિચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

રવિવારે પાવાગઢમાં 1.5 લાખ ભક્તોએ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું.

પાવાગઢ ખાતે ચેત્રી નવરાત્રીના બીજા દિવસે રવિવારની રજાના સમનવયને લઇ દોઢ લાખ ભક્તોએ 42 ડીગ્રી તાપમાન વચ્ચે એસટી બસ, રોપવે સહિત મંદિરમાં દર્શન માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહી અગ્નિ પરીક્ષા પાસ કરી ડુંગર પર બિરાજમાન મહાકાળીના ચરણોમાં શિસ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મોડી રાતથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો સેલાબ શરું થતા મંદિરના નિજ દ્વાર […]

Continue Reading

કોરોનામાં મંદ પડેલા લખતરના બજરંગપુરા ગામમાં હાથશાળ કળાને સંજીવનીની જરૂર.

લખતર તાલુકાના બજરંગપુરા ગામે હાલના સમયમાં અમુક ઘરોમાં હાથશાળ થકી ખાદી બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વચ્ચે આવી જતા છેલ્લા 2 વર્ષથી આ કામમાં ભારે મંદી આવી ગઈ હોવાથી કામ કરતા લોકોને ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયેલો છે. તો તેઓને ઉપરથી આવતો કાચો માલ પણ ઓછો આવતાં જીવન […]

Continue Reading

સુરેન્દ્રનગરના દસાડામાં આવેલા છત્રોટ શાળાના શિક્ષકનો વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા નવતર પ્રયોગ.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના છત્રોટ ગામની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા આવો નિશાળે, રમો નિશાળે ભણો નિશાળે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં બાળકોને 17 પ્રકારની પ્રવૃત્તિઓ બનાવી તે બોક્સમાં મુકાય તેમાંથી રોજ 1 ચિઠ્ઠી નિકળે તે પ્રવૃત્તિ કરવાની. જે પહેલા જે 50 ટકા હાજરી રહેતી હતી તે હવે 90 ટકા હાજરી થઇ […]

Continue Reading

‘રામચરિતમાનસ’ની રચના સોળમી સદીમાં સંવત 1631માં ગૌસ્વામી તુલસીદાસજીએ કરી.

ચૈત્ર સુદ નોમનો પવિત્ર દિવસ એટલેકે રામ નવમીને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે રામ કથા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ઉપર દ્રષ્ટિ કરીએ તો રામાયણ એ અતિ પૌરાણીક ગ્રન્થ છે. વિવિધ રૂપે જોવામાં આવે તો રામાયણ જુદી જુદી ભાષાઓમાં એક હજારથી વધુ સંખ્યામાં જોવા મળે છે. સંસ્કૃતમાં રચાયેલ વાલ્મીકી રામાયણ (આર્ય રામાયણ) અતિ પ્રાચિન માનવામાં આવે છે. […]

Continue Reading

ચરોતરમાં લીંબુનો ભાવ પ્રતિકિલો 100 થી 140.

ચરોતર પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. 41 ડિગ્રીથી વધુ તાપમાનમાં જન જીવન શેકાઈ રહ્યુ છે. બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બજારમાં લોકોની અવર જવર ઓછી થઈ જાય છે અને કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. આકાશમાંથી અગનગોળા વરસાવતી આકરી લુથી બચવા લોકો લીંબુનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ચૈત્રી નવરાત્રિ અને […]

Continue Reading

આણંદના પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે 27 લાખનો સોનાનો મુગટ અર્પણ કર્યો.

ચૈત્રીનવરાત્રિ દરમિયાન ધાર્મિકજનો અને માતાના ભક્તો શ્રદ્ધાળુઓ ઉપર ભક્તિનો ઉજળો ઉજાસ જોવા મળતો હોય છે. આ પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીના ચરણે યથાશક્તિ ભેટ દાન આપી આદ્યશક્તિ આરાધના કરતા હોય છે. આણંદના આવેલા પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે માતાના દર્શને ભક્તો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓનો ધસારો વધી રહ્યો છે. આજે માતાના એનઆરઆઈ ભક્ત પરિવાર દ્વારા આશાપુરી […]

Continue Reading

ભાવનગરમાં ગ્રીન સિટીથી હરિયાળી છેલ્લા 10 વર્ષમાં 36 હજાર વૃક્ષો ઉછેર્યા.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉનાળામાં ભાવનગર શહેરમાં ગુજરાતના અન્ય શહેરોની તુલનામાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ શહેરમાં વધી રહેલી હરિયાળી છે. એક તો ભાવનગર શહેરમાં વિક્ટોરિયા પાર્કમાં લીલાછમ વૃક્ષો આવેલા છે. આ સાથે છેલ્લા દસ વર્ષથી ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરમાં 36 હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તે પણ એક મહત્વનું પરિબળ […]

Continue Reading