જામનગરના આકાશમાંથી અગનવર્ષા થઈ મહત્તમ તાપમાન 40.6 ડિગ્રીને આંબી ગયું.

જામનગર શહેર-જિલ્લામાં સપ્તાહના પ્રારંભે શરૂ થયેલી તિવ્ર ગરમીનુ મોજુ ગુરૂવારે ચરમસીમાએ પહોચ્યુ હતુ જેમાં મહતમ તાપમાન 2.6 ડિગ્રી પર સ્થિર થતા ઉનાળાના પ્રારંભે જ પ્રથમવખત પારો 40.6 ડિગ્રી પર પહોચ્યો હતો.જેના કારણે બપોરના સુમારે લોકોએ અંગ દઝાડતા તાપ સાથે આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો.બફારા સાથે લૂ વર્ષાના કારણે જનજીવન પરસેવે રેબઝેબ બન્યુ હતુ. જામનગરમાં ગત […]

Continue Reading

ચરોતર PNG ગેસમાં ફરી રૂ 2નો ભાવ વધારો.

મોંઘવારીએ માઝા મુકી દીધી હોય તેમ આણંદ ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઘરેલુ પીએનજી ગેસમાં એકાએક રૂા 2 નો ભાવ વધારો ઝીંકી દેવાયો છે.ત્યારે 12 દિવસ અગાઉ પીએનજી ગેસના ભાવમાં રૂ.4નો વધારો કરાયો હતો. જયારે ગુરૂવારે ચરોતર પીએનજી ગેસમાં 1 યુનિટે રૂા 2 નો વધારો કરાયો છે. ઘરેલુ ગેસના ભાવમાં શુક્રવારે ભાવ વધારો ઝીંકવાના […]

Continue Reading

ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ મેરીટાઈમ ડેની ઉજવણી કરાઈ.

ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં એકીકૃત તટીય સમુદ્રી સુરક્ષા અધ્યયન સ્કૂલ (SICMSS) દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી દિવસની ઉજવણી નિમિત્તે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જેમાં સમુદ્રમાં માનવીના પ્રયાસો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય સમુદ્રી દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ વર્ષ 1919માં મુંબઈથી લંડન જવા માટે ભારતના પ્રથમ વ્યાપારી જહાજની અવરજવરને યાદ કરવાનું છે. આ વ્યાપારી જહાજનું નામ […]

Continue Reading

તબીબોની હડતાલથી ઇમરજન્સી દર્દીઓમાં 25 ટકાનો ઘટાડો.

સરકારને સદ્દબુદ્ધિ આવે તે માટે હડતાલમાં બેઠેલા તબીબોએ હવન કર્યો હતો. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલને પગલે ઇમરજન્સી સારવાર લેવા આવનાર દર્દીઓમાં 25 ટકાનો કાપ આવ્યો છે. આથી દર્દીઓ ખાનગી હોસ્પિટલના સહારે હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જોકે સિનિયર તબીબો નહી હોવાથી ઇન્ડોર દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલની જાણ લોકોને […]

Continue Reading

જીઇસીના ભાવિ ઇજનેરોએ રોબોટ બનાવી જીત્યું રૂ.1 લાખનું ઇનામ, હવે આ રોબોટને સાયન્સ સિટીની ગેલેરીમાં મુકાશે.

ગુજકોસ્ટ (GUJCOST) દ્વારા આયોજિત Robofest 2.0 સ્પર્ધામાં રોબોટ બનાવવાની સાત શ્રેણીમાંથી GPS રોવર શ્રેણીમાં સરકારી ઇજનેરી કોલેજ(જીઇસી) ભાવનગરના વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટી અને મિલેટ્રીના હેતુ આધારિત રોવર રોબોટનો નમૂનો તૈયાર કરી ભાગ લીધો હતો. સ્પર્ધકો અને નિર્ણાયકોની વચ્ચે રોબોટનું પ્રદર્શન કરી રૂપિયા 1 લાખનું ઈનામ મેળવ્યું છે. આ ઊપરાંત રોબોટના નમુનાને અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં રોબોટ […]

Continue Reading

અનાજ – મસાલાની સીઝન ટાણે જ ભાવ વધારાથી મહિલાઓમાં આક્રોશ.

પેટ્રોલ, ડિઝલ અને સી.એસ.જી.ના ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા જીવન જરૂરી તમામ ચીજોના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. હાલ ઘઉં, ચોખા, દાળ અને મસાલાની સીઝન શરૂ થતા અનાજ અને મસાલામાં 20 થી 30 ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે જેના પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવનગરમાં ટોપ […]

Continue Reading

યુનિવર્સિટીએ શૈક્ષણિક-સંશોધન પ્રવૃત્તિ દર્શાવતો રિપોર્ટ નેકમાં સબમિટ કર્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)માં તાજેતરમાં જ વર્ષ 2020-21ના વર્ષનો AQAR (એન્યૂઅલ ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટ) સબમિટ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને અન્ય પ્રવૃત્તિઓ એક્યુએઆરમાંથી સ્પષ્ટ થાય છે. અગાઉના વર્ષોમાં એક્યુએઆર તૈયાર કરવામાં જરૂરી કાળજી નહીં લેવામાં આવી હોવાને લીધે નેકમાં યુનિવર્સિટીએ ‘એ’ ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ સૌરાષ્ટ્ર […]

Continue Reading

અમદાવાદમાં ગરમી વધતા બપોરે 12થી 4માં મોલ અને કેફેમાં ફૂટફોલ 60 ટકા વધ્યો, બિઝનેસમાં 30થી 35 ટકાનો વધારો.

અમદાવાદીઓ પાસે દરેક વસ્તુનો જુગાડ હોય છે. શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આ ગરમીમાં કૂલ રહેવા માટે તેઓએ અસલ અમદાવાદી રીત શોધી કાઢી છે. બપોરના 12થી4 કાળઝાળ ગરમીમાં શહેરીજનો મોલમાં એસીની ઠંડી હવા ખાવાનું પસંદ કરી રહ્યા છે. બપોરના સમયમાં મોટી સંખ્યામાં લોકો બેન્ચ પર બેઠેલા તેમજ વિન્ડો શોપિંગ કરતા પણ નજરે પડે […]

Continue Reading

1930માં ન્યૂયોર્કમાં બનેલા હડસન હાઈલાઈનની ડિઝાઈન પર કાલુપુર રેલવે સ્ટેશનનું નિર્માણ થશે.

કાલુપુર સ્ટેશનને 4 હજાર કરોડના ખર્ચે નવેસરથી વિકસાવવા માટે રેલવેએ યોજના બનાવી છે. મંગળવારે નિર્માણ કાર્ય મુદ્દે રેલવે, હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન, ગુજરાત મેટ્રો અને મ્યુનિ.ના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠકમાં 94 એકરમાં પીપીપી ધોરણે તૈયાર થનારા સ્ટેશનની ડિઝાઈનનું પ્રેઝન્ટેશન કરાયું હતું. એક વર્ષમાં ફાઈનલ પ્લાન તૈયાર થયા પછી ટેન્ડર બહાર પડાશે. પ્રેઝન્ટેશનમાં કરાયેલી રજૂઆત મુજબ પેસેન્જરની […]

Continue Reading

કેશોદ રાજપુત કરણી સેના ટીમે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ રાજપુત કરણી સેના કેશોદ ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલાં જ પેપર લીંકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડીયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહયા છે યુવરાજે ઉઠાવેલ અવાજના કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને […]

Continue Reading