રણબીર-આલિયાના લગ્નનું રિસેપ્શન 19 એપ્રિલે મુંબઈમાં થશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાંચ વરસ સુધી એકબીજાને ડેટ કર્યા પછી પ્રભુતામાં પગલાં પાડવાના છે. જોકે તેમના પરિવારે લગ્ન વિશે  કોઇ સમર્થન આપ્યું નથી. હવે તેમના લગ્નને લઇને એક નવા અપડેટ આવ્યા છે. તેમના લગ્નનું રિસેપ્શન ૧૯ એપ્રિલના રોજ રાખવામાં આવ્યું હોવાની વાત છે. સૂત્રની વાત સાચી માનીએ તો, મુંબઇની ગ્રેન્ડ હયાત હોટલમાં ૧૯ […]

Continue Reading

લીલેસરા ગામે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યકમ યોજાયો.

દેશ અને રાજ્યમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ ગોધરા તાલુકા ના લિલેસરા ગામે પોપટપુરા, ચીખોદ્રા, સારંગપુર, લીલેસરા, વણાંકપુર ગામને લાભ આપતો યોજાયો. આ પ્રસંગે બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે-જણાવેલ કે, રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ કરી રહ્યો છે […]

Continue Reading

દૂધ પછી હવે અમૂલ દ્વારા બટરમાં ભાવ વધારો જાહેર કરાયો.

કારમી મોંઘવારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગ પરેશાન છે ત્યારે અમૂલ દુધના ભાવમાં તાજેતરમાં વધારો નોંધાયા બાદ હવે અમૂલ બટરના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલ દ્વારા બટરના તમામ પેકટેના ભાવમાં વધારો કર્યો છે અને તે મુજબ ૧૦૦ ગ્રામનું બટરનું પેકેટ હવે બાવન રૂા.માં મળશે. થોડા સમય પૂર્વે જ અમૂલ દ્વારા […]

Continue Reading

ગાંધીનગરમાં સુર્યદેવ કાળઝાળ થયાં 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ.

ગાંધીનગરમાં આખરે સૂર્યદેવનો કહેર ચાલુ થઇ ગયો છે. ગુરુવારની સરખામણીએ શુક્રવારે દિવસનું તાપમાન ૮ દોરાના વધારા સાથે કાળઝાળ ગરમીમાં ફેરવાઇ ગયુ હતુ. જોકે રાત્રીના તાપમાનમાં કોઇ મોટો વધારો થયો ન હતો. પરંતુ દિવસની ગરમીની અસર હવે રાત્રીના તાપમાન પર પણ ઉતરશે. દિવસે આકરા તાપ પછી સાંજ ઢળવાની સાથે ઉકળાટનો અનુભવ નગરવાસીઓએ કર્યો હતો. બપોરે ૧૨ […]

Continue Reading

નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ.

રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે અમરેલી જિલ્લા પંચાયત રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શનના સંયુક્ત મોરચા તથા રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન સ્થાપન સંયુક્ત મોરચાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે બંધારણની સાતમી અનુસુતિ હેઠળ રાજ્યના વિષયમાં 42માં સ્થાને રાજ્ય દ્વારા ચુકવવામાં આવતા તેમજ એકીકૃત ભંડોળમાંથી ચુકવવામાં આવતા પેન્શનએ રાજ્ય […]

Continue Reading

700થી વધુ શિક્ષકો, કર્મીઓના જૂની પેન્શનની માંગને લઇ ધરણાં.

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે શહેરમાં ધરણાં, રેલી કરી આવેદન અપાયું હતું જેમાં 700થી વધુ કર્મીઓ, શિક્ષકો જોડાયા હતા. આ અંગે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ઉપાધ્યક્ષ જીતુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ, ભારતીય મઝદૂર સંઘ,રાષ્ટ્રિય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે 700થી વધુ શિક્ષકો, […]

Continue Reading

સિવિલ હોસ્પિટલના તબીબોની માંગણી સંતોષાતાં આજથી ફરજ પર હાજર થશે.

છેલ્લા પાંચ દિવસથી હડતાલ ઉપર ઉતરેલા તબીબોના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ ઓક્સિજન ઉપર આવી ગઇ હતી. જોકે તબીબોની માંગણીઓ પૂરી કરવાની રાજ્ય સરકારે તૈયારી બતાવી છે. આથી તબીબોની પાંચ દિવસની હડતાલનું પૂર્ણવિરામ આવ્યું છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની પડતર માંગણીઓના ઉકેલની માંગણી […]

Continue Reading

ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને ભારે નુકશાન, મહુવા યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને રજુઆત કરી.

ડુંગળીના હબ ગણાતા મહુવા યાર્ડમાં હાલમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતા હોય જેથી ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. જેથી સરકાર દ્વારા વિશેષ સહાય કરવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે મુખ્યમંત્રીને સહાયરૂપ થવા રજુઆત કરેલ છે. મહુવામાં ડુંગળીના ભાવ એકદમ ઘટી ગયા છે. લાલ ડુંગળી 20 કિ.ગ્રા.ના રૂ.70 થી રૂ.175 જયારે સફેદ ડુંગળીના ભાવ […]

Continue Reading

3 માસમાં પાસપોર્ટની 1.41 લાખ અરજી, ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થતાં 40 ટકા અરજી વિદ્યાર્થીઓએ કરી.

વર્ષ – 2022માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પાસપોર્ટ કઢાવવા માટે 1.41 લાખ અરજીઓ આપી છે, જ્યારે કે 2021માં શરૂઆતના ત્રણ મહિનામાં 1.14 લાખ અરજીઓ આવી હતી. 2022માં પાસપોર્ટ માટે અરજી કઢાવનારાઓની સંખ્યામાં 40 ટકા વિદ્યાર્થીઓ છે, જ્યારે 60 ટકા ટુરિસ્ટ, બિઝનેસ અને હજ પઢવા જનારા લોકોનો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે, મોટાભાગના દેશોએ કોરોના […]

Continue Reading

કવાંટ તાલુકામાં મોરાગણા ગામે પ્રધાન મંત્રી આવાસ યોજના ના લાભાર્થીને ગૂહ પ્રવેશ કરાવ્યો.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લાના સંસદ ગીતાબેન રાઠવા દ્વારા આજરોજ સામાજિક ન્યાય પખવાડિયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિવિધ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે આજરોજ કવાંટ તાલુકાના મોરાંગણા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ને ગૃહ પ્રવેશ કરાવ્યો તેમજ વડાપ્રધાનની વિવિધ યોજના અંગે વિશેષ વાર્તાલાપ કર્યો અને આવાસ માલિકને એલઇડી બલ્બ તથા વૃક્ષના છોડ નું […]

Continue Reading