વણિક પંચ મહેલોલ દ્વારા મહાસુખ ઍવૉર્ડ વિજેતાનો સન્માન સમારોહ યોજાયો.

વેજલપુર એકડા વિશા ખડાયતા સ્થાનિક વણિક પંચ મહેલોલ દ્વારા મુંબઈ ખાતે મહાસુખ ઍવૉર્ડ પ્રાપ્ત કરી મહેલોલ અને વેજલપુર એકડાનું ગૌરવ વધારનાર મહેલોલ સ્થાનિક વણિક પંચના અને સમસ્ત પંચના માજી પ્રમુખ કૃષ્ણકાંત ઓચ્છવલાલ શાહ નો તા. 23-12-23, શનિવાર..મોક્ષદા એકાદશી.. ગીતા જયંતી એકાદશીના પાવન દિવસે મહેલોલ મંદિરમાં સન્માન સમારોહ યોજાયો હતો. સ્થાનિક વણિક પંચના પ્રમુખ જીજ્ઞેશભાઈ જી. […]

Continue Reading

કાલોલ મુકામે પુષ્ટિમાર્ગીય 84 બેઠક ચારીત્રામૃત મહોત્સવનો શુભારંભ

તંત્રી : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ મુકામે આજથી પાંચ દિવસ માટે પુષ્ટિમાર્ગય 84 બેઠક ચારિત્રમૃત મહોત્સવ અંતર્ગત કથારસ પાનનો ભવ્ય શુભારંભ થયો હતો. શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17માં પાટોત્સવના ઉપલક્ષમાં આયોજીત આ મહોત્સવ અંતર્ગત સુદ્ધાંદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાર્યા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રી એ વ્યસાસનથી […]

Continue Reading

દરોડા / દેશભરમાં પોલીકેબ ઇન્ડિયા ના વિવિધ ઠેકાનો ઉપર I.T દરોડા – PANCHMAHAL MIRROR |

વાયર-કેબલ કંપની પર તવાઈ ગુજરાત, મુંબઈ સહિત 30થી 40 જગ્યાએ દરોડા હાલોલની ફેક્ટરી, અમદાવાદની સેલ્સ ઓફિસમાં તપાસ પોલીકેબ ઇન્ડિયા લિ.ના ડાયરેક્ટરોને ત્યાં દરોડા તાજેતરમાં આર આર કેબલ બાદ દેશની પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ પર ઇન્કમટેક્સની તવાઈ સામે આવી છે. જેમાં ગુજરાત અને મુંબઈ સહિત અનેક રાજ્યમાં 50 સ્થાનો પર ઈન્કટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. જેમાં […]

Continue Reading

પંચમહાલ / ફરી એક જાસુસી. ” ચાલો લાઈન કિલિયર……

પંચમહાલ વન વિભાગના અધિકારીઓની દરેક હલચલ ની જાસૂસી લાકડાં-માફિયાઓએ બનાવ્યું ‘ફિર હેરાફેરી’ વ્હોટ્સએપ ગ્રૂપ; દર મિનિટે વોઇસ મેસેજ પડે ‘સાચવજો, અધિકારી આવે છે. પંચમહાલ જિલ્લામાં અગાઉ ખાણખનીજ અને પુરવઠા વિભાગની દરેક મૂવમેન્ટ તેમજ ગતિવિધિઓ અને તપાસ પર નજર રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યાર બાદ હવે પંચમહાલ જિલ્લાના માં લાકડાં- માફિયાઓએ વન વિભાગના અધિકારીઓની રેકી કરવા […]

Continue Reading

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કો ને વિવિધ નિયમના ભંગ બદલ કાર્યવાહી,RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ.

પંચમહાલ મિરર ડેસ્ક. / RBIએ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ વિવિધ નિયમોના ભંગ બદલ બેન્કોને આ દંડ ફટકાર્યો છે. RBIએ રાજ્યની વિવિધ બેન્કોને ફટકાર્યો દંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને વિવિધ નિયમોના ભંગ બદલ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. […]

Continue Reading

બાલાસિનોર મામલતદાર કચેરીમાં વધતો જતો ભ્રષ્ટાચાર.!

સ્ટોરી : બ્રિજેશ પટેલ , મહીસાગર બાલાસિનોર ખાતે પાકી નોંધની અસર પાડવા માટે કેટલા રૂપિયાનો વહીવટ.! અરજદારો ને હાલાકી…સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વારસાઈ નોંધ કે હયાતી હક્ક નોંધ મંજુર કરવા માટે 5000 થી 10000 સુધી ની માંગણી કરતા કોણ છે આ અધિક નાયબ મામલતદાર?? બાલાસિનોર ઈ ધારામાં વારસાઈ ની કે હયાતી હક્ક માટે ઓનલાઇન […]

Continue Reading

ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ્દ! – GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ..

પંચમહાલ મિરર. | | ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા.13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, […]

Continue Reading

વડોદરાની સરકારી સ્કૂલમાં બારીમાંથી આવેલો પથ્થર વિદ્યાર્થિનીને આંખમાં વાગ્યો, લોહીલુહાણ થયેલી બાળકીએ આંખ ગુમાવી..

પંચમહાલ મિરર. – વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ક્લાસરૂમની બારીમાંથી આવેલો પથ્થર ધો.3માં અભ્યાસ કરતી બાળકીને આંખમાં વાગ્યો હતો. જેથી આ નિર્દોષ બાળકીએ તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકીને આંખમાં પથ્થર વાગવાની ઘટના સ્કૂલના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં પથ્થર બાળકીના આંખમાં વાગતો દેખાય છે અને બાળકી તરત નીચે નમી […]

Continue Reading

બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ ને બસ પાસ કઢાવવા ધરમ ધક્કા…

બ્રિજેશ પટેલ : મહીસાગર. – બાલાસિનોર S T બસ પાસ કાઢતા કર્મચારી દ્વારા લગાવગો ચાલવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ને ટોકન પણ આપવામાં નથી આવતા. બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ બસ પાસ મેળવવા માટે ત્રણ-ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. S.T બસ પાસ નહીં નીકળતા […]

Continue Reading

ગુજરાત : ફિલ્મ સેન્સર બોર્ડની બ્રાન્ચ રાજ્યમાં સ્થાપવા માટે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની માંગ..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ – ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. ગુજરાતી, રાજસ્થાની કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. તમામ નિર્માતાઓની માંગ હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સ્થાનિક કમીટી બનાવવામાં આવે. […]

Continue Reading