ગાંધીનગર સિવિલમાં રાજ્યકક્ષાના ENT તબિબોને સર્જરીનું માર્ગદર્શન આપ્યું.

બોનની મદદથી કાનને લગતી વિવિધ બિમારી અને તેના ઓપરેશનની 25 તબિબોને પ્રેક્ટિકલ તાલીમ અપાઇ. કાનને લગતી અલગ અલગ બિમારીઓના ઓપરેશન કેવી રીતે કરવું તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવાના બે દિવસીય કાર્યક્રમનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ થયો છે. તેમાં બોનની મદદથી કાનને લગતી અલગ અલગ સર્જરીની પ્રેક્ટિકલ તાલીમ 25 જેટલા તબિબોને આપીને કેવી કેવી ત્રુટીઓ કરી […]

Continue Reading

ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન.

દેશવિદેશના હજારો લોકો આ મહાયજ્ઞમાં ભાગ લેશે. સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી ધ્યાન દ્વારા જીવનની ભાગદોડથી દૂર થોડો સમય પ્રકૃતિના સાંનિધ્યમાં વ્યતીત કરવા અને જીવનને વધુ ઊર્જાન્વિત કરવામાં સહાયરૂપ, ચૈતન્યથી પરિપૂર્ણ તથા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે એક વાતાવરણ પૂરું પાડતાં આશ્રમોની પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ભારત અને વિદેશમાં સ્થાપના કરવામાં આવી છે. એ […]

Continue Reading

પૂર્વ મંત્રીઓને બંગલા, 4716 કર્મી વેઇટિંગમાં; ગાંધીનગરમાં 412 કર્મચારીઓએ નિવૃત્ત થયા બાદ પણ મકાન ખાલી કર્યા નથી.

ગાંધીનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની રીતસરની અછત વર્તાઇ રહી છે. એકતરફ પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય ક્વાર્ટર મળતું હોવા છતાં તેમની માંગણી મુજબ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે ત્યારે 4716 કર્મચારીઓ સરકારી ક્વાર્ટર માટે લાંબા સમયથી વેઇટીંગમાં છે. હજુ પણ બે ત્રણ વર્ષ સુધી તમામ કર્મચારીઓને ક્વાર્ટર મળે તેવી શક્યતા નથી. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ […]

Continue Reading

પંચાયત સેવા મંડળની મદદનીશ સિવિલ ઇજનેરની ભરતીમાં ડિગ્રી ધારકોને તક આપો.

પંચાયત સેવા મંડળ દ્વારા મદદનીશ સિવિલ ઇજનેરની ભરતીમાં માત્ર ડિપ્લોમા ઉમેદવારો જ અરજી કરી શકે તેવો ઉલ્લેખ જાહેરાતમાં કરાયો છે. આથી ડિગ્રીધારક સિવિલ ઇજનેર ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. આથી ડિગ્રીધારી ઉમેદવારોની અરજી માન્ય રાખવા ઉમેદવારોએ માંગણી સાથે પંચાયત સેવા મંડળમાં રજૂઆત કરી છે. રાજ્યભરની જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી સિવિલ ઇજનેરની ભરતી માટે પંચાયત સેવા પસંદગી […]

Continue Reading

વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યા 12500 નહી કરાય ત્યાં સુધી લડત બંધ નહી થાય.

વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ 12500 કરવામાં નહી આવે ત્યાં સુધી ઉમેદવારો લડત આંદોલન ચાલુ રાખશે. ઉપરાંત ગાંધીનગર નહી છોડે તેવી ચીમકી સાથે ઉમેદવારોએ સતત ત્રીજા દિવસે પણ લડત ચાલુ રાખતા તંત્રની નિંદર હરામ બની છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 18000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં તેની સામે 60 ટકા જગ્યાઓ ભરવાનો ફરજિયાત શિક્ષણના કાયદામાં જોગવાઇ કરી […]

Continue Reading

રખડતા ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત, તમામને ટેગ લગાવાશે; 5થી 20 હજાર દંડ.

રાજ્યના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને કારણે સર્જાતા અનેક અકસ્માતો અને નિર્દોષોને જીવ ગુમાવવા પડતા હોવાની સમસ્યાના ઉકેલ માટે હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31મી માર્ચે વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. બિલની જોગવાઇ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર […]

Continue Reading

ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતના પ્રથમ તબક્કામાં જ પાણીના વપરાશમાં 10 એમએલડીનો વધારો, આગામી દિવસોમાં તીવ્ર વધારો નોંધાશે.

ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થવાની સાથે જ ગાંધીનગરમાં પાણીના વપરાશમાં પણ 10 એમએલડીનો વધારો થયો છે. આમ ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતના પ્રથમ તબક્કામાં પાણીનો વપરાશ ટોટલ 65 એમ.એલ.ડી નોંધવામાં આવ્યો છે. જેમાં આગામી દિવસોમાં તીવ્ર વધારો પણ નોંધાશે તેમ પાટનગર યોજના વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજે ગાંધીનગરમાં સવારથી વાદળ છાયુ વાતાવરણ […]

Continue Reading

જળ અભિયાનનો પ્રારંભ:મુખ્યમંત્રીએ કહ્યું, “વડાપ્રધાને જળશક્તિને જનશક્તિ સાથે જોડી ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું”

સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કોલવડા ગામે તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું આ વર્ષે જળ સંચયના કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ મુખ્યમંત્રીના હસ્તે શનિવારે ગાંધીનગરના કોલવડા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્ય વ્યાપી શુભારંભ કરવામાં […]

Continue Reading

એક વર્ષમાં એક લાખથી વધુ ગરીબ પરિવારો વધ્યા, રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.

ગુજરાત વિકાસશીલ રાજ્ય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ હોવાનું સરકારી આંકડામાં બહાર આવ્યું છે, જેમાં ગુજરાતમાં 2019 માં રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આપેલ આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોની સંખ્યા 30 લાખ 94 હજાર 580 પરીવારોની સંખ્યા હતી તેમાં વધારો થઈને ડીસેમ્બર 2020ની સ્થિતિએ 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા […]

Continue Reading

મુખ્યમંત્રી ; રાજ્યમાં લોકડાઉન નહીં થાય, શાળા કોલેજો અંગે આજે બેઠક યોજાઈ , હોળીના તહેવાર અંગે નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં મોટા ભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે.અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. શાળા-કોલેજો અંગે આજે નિર્ણય લેવાશે. 2020નું આખું વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો […]

Continue Reading