સરગાસણમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા આડેનું નડતર હટયું.

સરગાસણ વિસ્તારમાં આનંદ પ્રમોદના સ્થળ તરીકે એમ્યુઝમેન્ટ પાર્ક વિકસાવવાની ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળની યોજના ન્યાયિક પ્રક્રિયાના કરાણે અટકી પડી હતી. દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં થયેલા કેસનો નિકાલ આવી જતાં હવે ગુડા દ્વારા સરગાસણ વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવશે. દરમિયાન તંત્રે અહીં વીના વિલંબે ૧૨ મીટર પહોળો રોડ પણ ખોલી દેવામાં આવ્યો હતો. નગર […]

Continue Reading

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ૨૫ બસો દોડાવાશે.

સમગ્ર રાજ્યમાં આગામી રવિવારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન વિવિધ સેન્ટરો ઉપર હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે એસ.ટી તંત્ર દ્વારા વધારાની બસોનું સંચાલન કરાશે જે અંતર્ગત ગાંધીનગર ડેપો દ્વારા ૨૫ બસોની ફાળવણી કરવામાં આવી છે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરો ઉપર રવિવારે યોજાવાની છે. ત્યારે પરીક્ષામાં […]

Continue Reading

ફૂટપાથ તોડીને બેનર લગાવાતાં ચાલવા માટે જગ્યા પણ નથી.

વડાપ્રધાનના આગમનને પગલે ગાંધીનગરમાં ઠેરઠેર ભાજપ અને ગુજરાતના સરકારના વિવિધ વિભાગોના બેનર્સ લગાવવામાં આવ્યા છે ત્યારે શહેરમાં અનેક સ્થળે નાગરિકો ફૂટપાથ પર ચાલી પણ ન શકે તે રીતે બેનર્સ લગાવાયા છે સાથે જ બેનર્સ લગાવવા ફૂટપાથને પણ નુકસાન કરાયું છે. ત્યારે આ મુદ્દે આપના કોર્પોરેટર તુષાર પરીખે મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલને લેખિત રજૂઆત કરી છે. […]

Continue Reading

ચિલ્ડ્રન્સ યુનિ.ની 10 હજાર રમકડાં ગરીબ બાળકોને વહેંચવા ઝુંબેશ.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા 10 હજાર રમકડાં ગરીબ બાળકોને વહેંચવા ઝુંબેશ શરૂ કરાઈ છે. કુલપતિ હર્ષદભાઈ શાહે આપેલી પ્રેરણાથી કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં ટૉય ઈનોવેશન વિભાગ અને સમાજકાર્ય વિભાગ દ્વારા મેગા ટૉય ડોનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3500 જેટલાં રમકડાં એકત્ર થયા છે. આગામી સમયમાં ઝુંબેશમાં એન.જી.ઓ. તેમજ સામાજિક-ધાર્મિક સંગઠનોને જોડવામાં આવશે. […]

Continue Reading

ગાંધીનગર જિલ્લામાં ધોરણ – 8ના 4993માંથી 4753 વિદ્યાર્થીએ MMSની પરીક્ષા આપી.

જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ધોરણ-8માં અભ્યાસ કરતા 4993માંથી 4753 વિદ્યાર્થીએ એમએમએસની પરીક્ષા આપી છે. જ્યારે પરીક્ષામાં જિલ્લાના 240 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. નિયત મેરીટ સાથે પાસ વિદ્યાર્થીઓને ધોરણ-9થી 12 સુધી અભ્યાસ માટે વાર્ષિક રૂપિયા 12000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ પણ શિક્ષણથી વંચિત રહે નહી તે માટે […]

Continue Reading

શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 41.4 ડિગ્રીએ પહોંચ્યો – નગરજનો ગરમીમાં શેકાયા.

ગાંધીનગર શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું આક્રમણ વધી રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થવાથી નગરજનો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. બુધવારે મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી આવી ને અટક્યું હતું. તો બીજી તરફ આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીનું આક્રમણ તીવ્ર બનતું […]

Continue Reading

ગાંધીનગરની આબરૃ સમાન 14 મુખ્ય રોડ મનપાને સોંપાશે નહીં.

ગાંધીનગરમાં એક સમયે તમામ માળખાકીય સુવિધાઓનું સંચાલન, જાળવણી અને નવીનીકરણ પાટનગર યોજના વિભાગની જવાબદારી હતાં. પરંતુ હવે ૪૩૯ કિલોમીટર લંબાઇ ધરાવતા શહેરના આંતરિક માર્ગો સત્તાવાર મહાપાલિકાને સોંપી દેવાયા છે. જોકે નગરની ઓળખ અને આબરૃ સમાન કથી જ રોડ અને માર્ગ નંબર ૧થી ૭ સરકાર હસ્તક જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીધા ૭ અને આડા ૭ […]

Continue Reading

ગાંધીનગરમાં સુર્યદેવ કાળઝાળ થયાં 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ.

ગાંધીનગરમાં આખરે સૂર્યદેવનો કહેર ચાલુ થઇ ગયો છે. ગુરુવારની સરખામણીએ શુક્રવારે દિવસનું તાપમાન ૮ દોરાના વધારા સાથે કાળઝાળ ગરમીમાં ફેરવાઇ ગયુ હતુ. જોકે રાત્રીના તાપમાનમાં કોઇ મોટો વધારો થયો ન હતો. પરંતુ દિવસની ગરમીની અસર હવે રાત્રીના તાપમાન પર પણ ઉતરશે. દિવસે આકરા તાપ પછી સાંજ ઢળવાની સાથે ઉકળાટનો અનુભવ નગરવાસીઓએ કર્યો હતો. બપોરે ૧૨ […]

Continue Reading

સિવિલ હોસ્પિટલના તબીબોની માંગણી સંતોષાતાં આજથી ફરજ પર હાજર થશે.

છેલ્લા પાંચ દિવસથી હડતાલ ઉપર ઉતરેલા તબીબોના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ ઓક્સિજન ઉપર આવી ગઇ હતી. જોકે તબીબોની માંગણીઓ પૂરી કરવાની રાજ્ય સરકારે તૈયારી બતાવી છે. આથી તબીબોની પાંચ દિવસની હડતાલનું પૂર્ણવિરામ આવ્યું છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની પડતર માંગણીઓના ઉકેલની માંગણી […]

Continue Reading

ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ મેરીટાઈમ ડેની ઉજવણી કરાઈ.

ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં એકીકૃત તટીય સમુદ્રી સુરક્ષા અધ્યયન સ્કૂલ (SICMSS) દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી દિવસની ઉજવણી નિમિત્તે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જેમાં સમુદ્રમાં માનવીના પ્રયાસો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય સમુદ્રી દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ વર્ષ 1919માં મુંબઈથી લંડન જવા માટે ભારતના પ્રથમ વ્યાપારી જહાજની અવરજવરને યાદ કરવાનું છે. આ વ્યાપારી જહાજનું નામ […]

Continue Reading